________________
રહ
શારદા દર્શન પણ ગુરૂએ તે જ ટેપલીમાં પાણી ભરવા મોકલ્યો. બીજે દિવસે પણ શિષ્ય પાણી ભર્યા વિના પાછો ફર્યો. ત્રણ ચાર દિવસ ગુરૂએ શિષ્યને નદીમાં પાણી ભરવા મેકલ્યો. શિષ્ય પાણી ભરવા ઘણી મહેનત કરી પણ પાણી ભરાયું નહીં. એટલે શિષ્ય કંટાળીને બોલી ઉઠ, ગુરૂદેવ ! તમે મને ટપલીમાં પાણી લાવવાનું કહો છે પણ આ ટેપલીમાં તે એટલા બધા કાણાં છે તેમાં કયાંથી પાણી ભરાય? ગુરૂએ શિષ્યને સમજાવતાં કહ્યું કે તેમાં કાણું હોવાથી પાણી ભરાતું નથી તે વાત સાચી છે પણ આ ટોપલીમાં પાણીના સમાગમથી કેટલે ફરક પડી ગયા છે તે સમજાણું? શિગે કહ્યું, હા, ગુરૂદેવ ટેલી ચેપ્પી બનીને કુણી થઈ ગઈ છે. હે શિષ્ય ! હવે તેને સમજાણું? સત્સંગ કરવાથી હૃદય કે મળ બને છે ને પાપ રૂપી મેલ જોવાય છે. કહયું છે કે- પારસમણી ઔર સંતમેં બડે અંતર જાણુ,
લોહા કંચન કરે, કરે આપ સમાન. પારસમણું લેઢાને સોનાના રૂપમાં ફેરવી દે છે પણ લોઢાને પિતાના સમાન બનાવતું નથી, ત્યારે સંતપુરૂષ તે પિતાના સમાગમથી બીજાને પોતાના સમાન બનાવી દે છે. એટલે પારસમણી કરતા સંત સમાગમ અધિક કિંમતી છે માટે બને તેટલે સંત સમાગમ કરે. સત્સંગને વધુ લાભ ઉઠાવવા માટે ક્ષેત્રવિશુદ્ધિ કરવાની જરૂર છે. જેમ જમીન બરાબર ખેડાયેલી હોય તે તેમાં વાવેલું બીજ ઉગી નીકળે છે પણ જે જમીન બરાબર ખેડાયેલી ના હોય તે તેને જેટલું જોઈએ તેટલે લાભ મળતો નથી તેમ જે સંતસમાગમને પૂરે લાભ ઉઠાવે હોય તે જડ માયાને મેહ દૂર કરી, છળ, કપટ, અહંકાર વિગેરેને જડમૂળથી ઉખેડીને મનને પવિત્ર બનાવે. મન અને હૃદય પવિત્ર હોય તે સંત સમાગમથી અપૂર્વ લાભ મેળવી શકાય છે. જે હૃદયપૂર્વક સત્સંગ કર્યો હશે તે જીવન એવું પવિત્ર બની જશે કે પછી પરિગ્રહની મમતા ઘટવા લાગશે. પરિગ્રહ અનર્થની ખાણ જેવો લાગશે. એક દષ્ટાંત આપું.
પાટણના એક સમૃદ્ધ ધર્મનિષ્ઠ શેઠે બીજા શેઠની પેઢીમાં પોતાના એક લાખ રૂપિયા મૂકયા. જેણે રૂપિયા મૂક્યા તેણે પિતાના ચોપડામાં લખ્યા નહિ પણ જેને ત્યાં મૂક્યા તેણે તે તારીખ, તીથિ, વાર સહિત પિતાના ચોપડામાં લખ્યું હતું. બંને પવિત્ર ધનાઢ્ય હતા. એ બંનેને એકેક પુત્ર હતા. તે પણ ધર્મના સંસ્કારી હતા. સમય જતાં બંને શેઠીયા ગુજરી ગયા. હવે બંને પુત્રના હાથમાં દુકાનને વહીવટ આવ્યો. એક વખત જુના પડા ઉથલાવતાં લાખ રૂપિયાની રકમ જમા કરેલી જોઈ. એટલે તેણે વિચાર કર્યો કે મારે આ રકમ જેમની છે તેમની પેઢી પર જઈને આપી દેવી જોઈએ. એ છોક લાખ રૂપિયા લઈને પિલા વહેપારીની પેઢી પર આવ્યો ને તેના પુત્રને કહ્યું-ભાઈ! તમારા પિતાજીએ મારા પિતાજીની પેઢીમાં લાખ રૂપિયા આટલા સમય પહેલાં જમા કરેલા છે તે તમે વ્યાજસહિત લઈ લે, ત્યારે આ શેના પુત્રે કહ્યું–મારા પિતાજીએ