________________
શારદા દર્શન
૪૩૧ કદર કરે છે ને સમય આવતાં શેઠ નેકરને ન્યાલ કરી દે છે. તે તમને આ જિનશાસન મળ્યું છે તેની કદર છે? આવું ઝળકતું જિનશાસન મળવું એ કંઈ જેવી તેવી વાત નથી. જિનશાસન ઝવેરાતની પેઢી છે. અહીં સમ્યફદર્શન જ્ઞાન, ચારિત્ર અને પરૂપી રત્નને વહેપાર ધમધેકાર ચાલે છે. જેને રત્ન ખરીદવા હેય તે ખરીદી લે, પણ એટલું યાદ રાખજો કે તમારા માનેલા રત્નની આ વાત નથી. તમે ઝવેરી બનીને જે વહેપાર કર્યો તેમાં ધનની કમાણી કરી પણ આત્માની કમાણી નથી કરી. માટે સમજે. સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ વિના ભકટી થવાની નથી. માનવભવની અમૂલ્ય ક્ષણને નહિ ઓળખે તે સમજી લેજો કે તક ચૂકી ગયા. હાથમાં હીરા આવ્યા છતાં જીવ જે કેલસા ગ્રહણ કરે તે તમે એને મૂર્મો કહો ને? તે રીતે અમૂલ્ય સમ્યક્રદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી હીરા ખરીદવાના સમયે જે ક્રોધ, માન, માયા, લેભ, અને ઈન્દ્રિના વિષય સુખ રૂપી કેલસા ખરીદતા હોય તે તે જીવ પણ મૂખ કહેવાય ને? આ જિનશાસન પામ્યા પછી પણ જે આત્મા આત્મિક રત્નોની કમાણી ન કરે તે પછી કયાં જઈને કરશે ? આ જિનશાસનના શેઠ વીતરાગ પ્રભુ છે. તેને જે જીવ હાથ પકડશે તે ન્યાલ થઈ જશે. કંઈક હળુકમ છે જિનશાસન પામીને કલ્યાણ કરી ગયા છે.
એક ચંદ્રાવતંસક નામના રાજા થઈ ગયા. એક વખત તે રાત્રે દયાનમાં બેઠા. તેમણે એવી ધારણા ધારી હતી કે જ્યાં સુધી આ કેડીયાને દી જલે ત્યાં સુધી મારે ધ્યાન કરવું. રાજા ધ્યાનમાં છે ધીમે ધીમે દીવે ઝાંખ પડ. દાસીને થયું કે કે બાપુ બેઠા છે. જે દી બૂઝાઈ જશે તે અંધારું થઈ જશે. તેથી તેણે તેલ પૂર્યું. તે જમાનામાં ઈલેકટ્રીક લાઈટ ન હતી. રાજા એક ચિત્તે યાનમાં બેઠા છે. આપ જાણો છો ને કે ધ્યાનમાં શરીર ખૂમ ટટાર રહે. કમળ કાયાવાળા રાજા ધ્યાનમાં છે ને દીવો બૂઝાઈ ન જાય તે માટે દાસી વારંવાર તેલ પૂરે છે. પરિણામે ઘણે સમય સુધી ટટાર રહેવાથી રાજાના શરીરમાં અસહ્ય વેદના થતાં છેવટે દેહ છૂટી જાય છે. શુભ પરિણામે મરણ પામતાં રાજા દેવલેકમાં જાય છે. આવું મૃત્યુ જેઈને પાટવી પુત્રને વૈરાગ્ય આવે છે. તે પિતાની અંતિમ ક્રિયા કરી દીક્ષા લેવા તૈયાર થાય છે. ત્યાં તેની સાવકી માતા આવીને ખૂબ રડે છે. બેટા ! હમણું દીક્ષા ન લે. હું તને દીક્ષાની આજ્ઞા નહિ આપું.
પિતાના સ્વાર્થથી માતાએ પુત્રને કરેલું રોકાણ:- બંધુઓ ! આ સંસારમાં જ્યાં ને ત્યાં એકલે સ્વાર્થ ભરેલું છે. તમે માને છે કે આ બધા મારા છે પણ કયાં સુધી, સ્વાર્થ હોય ત્યાં સુધી. સ્વાર્થ પૂરો થાય પછી હું કણ ને તું કણ? આ માતા પુત્રને દીક્ષા લેતા રોકી રહી છે તેમાં તેને પુત્ર પ્રત્યે પ્રેમ નથી પણ અંદર સ્વાર્થ ભરેલે છે. તે રડતી રડતી કહે છે બેટા! આ તારે ભાઈ હજુ તાને છે. કોઈ દુશ્મન રાજા ચઢી આવશે તે રાજ્યનું શું થશે? પ્રધાન, કર્મચારીઓ