________________
શારદા દર્શને
બળવા બેઠો છે. મેં એને સુધારવા માટે થાય તેટલા પ્રયત્ન કર્યો પણ કઈ રીતે એ સુધરતું નથી. મને રાત-દિવસ એની ચિંતા થાય છે કે હું જીવતે છું ત્યાં સુધી તે ઠીક છે મારા મરણ પછી એનું શું થશે ? એ મારી આબરૂ અને કીતિને ખતમ કરી નાંખશે. મારે ધર્મ કેણ સાચવશે? એને ધર્મ તે ધતીંગ લાગે છે ને સંત દીઠા ગમતાં નથી. મારે શું કરવું ?
- શેઠની વાત સાંભળીને સંતે કહ્યું-શેઠ! એક દિવસ તમે એને મારી પાસે મોકલજો. શેઠે કહ્યું –ગુરૂદેવ ! એને સંત પાસે આવવાનું કહું તે મને એમ કહે છે કે સાધુડાઓને ધ શું છે? એમની પાસે જવા જેવું શું છે ? જે કઈ દિવસ જઈએ તે આ બાધા લે, તે બાધા લે કરે. માટે મારે જવું નથી. સંતે કહ્યું કે તમે એને કહેજે કે સંત તને કેઈ બાધા લેવાનું કે ત્યાગ કરવાનું નહિ કહે. એટલે શેઠે ઘેર જઈ પુત્રને કહ્યું કે બેટા ! આપણું ગામમાં એક મહાન જ્ઞાની વિદ્વાન સંત પધાર્યા છે. તે એક દિવસ તે એમના દર્શન કરવા મારી સાથે ચાલ. ખૂબ પ્રેમથી કહ્યું ત્યારે છોકરો કહે છે બાપુજી! તમે મને બધી વાત કરજે પણ સાધુ પાસે જવાનું ન કહેશે એ સાધુડાએ તે બધી જમાત ભેગી કરીને છોડા-છેડે સિવાય બીજી કઈ વાત કરતાં નથી.
શેઠે કહ્યું-બેટા તું એની ચિંતા ના કરીશ. મેં મહારાજને પહેલેથી કહી દીધું છે કે મારો દીકરો આપના દર્શન કરવા આવશે પણ આપ તેને કઈ બાધા આપશે નહિ; એટલે એ તને કઈ બાધા આપશે નહિ. માટે તું એક વાર મારી સાથે દર્શન કરવા ચાલ. છોકરાંએ વિચાર કર્યો કે જે મને સંત કંઈ ત્યાગ કરવાનું કહેવાના નથી તે જવામાં મારું શું જાય છે? મારા પિતાને એમ થશે કે મારું કહ્યું માન્યું. એમ વિચારીને પિતાની સાથે ઉપાશ્રયે ગયે. સંતે તેને બેસવા માટે કહ્યું ત્યારે છોકરાએ કહ્યું–મહારાજ હું અહીં બેસું તે ખરો પણ તમે મને કંઈ ત્યાગ કરવાનું ન કહે તે બેસું. નહિતર હું આ ચાલ્ય. સંતે પ્રેમભર્યા વચનથી કહ્યું કે ભાઈ! હું તને કઈ ચીજને ત્યાગ કરવાનું નહિ કહું પણ કંઈ ગ્રહણ કરવાનું કહું તે કરીશ કે નહિ ? ત્યારે છોકરાએ કહ્યું-હું તમારી વાત સાંભળ્યા વિના કેવી રીતે હા કહું. તમે મને કહે પછી ગ્રહણ કરવા જેવું હશે તે ગ્રહણ કરીશ, ત્યારે સંતે તેને કહ્યું કે હું તને એટલું જ કહું છું કે તારે સત્ય બોલવું. આટલે નિયમ લેવાનું કહું છું પણ ત્યાગ કરવાનું કહેતું નથી. - શેઠને છોકરે વિચાર કરવા લાગે કે બાધા લઉં કે ન લઉં ? હવે હું તમને પૂછું છે કે તમે સત્ય બોલવું તેવી બાધા લેશે? મહાન પુરૂષોએ સત્યને ભગવાનની ઉપમા આપી છે. આચારંગ સૂત્રમાં ભગવતે કહ્યું છે કે “ fસા સર્વમેવ સમfમનાદિ, રચના માપ ૩વવિધ મે માર ત ” હે આત્માઓ! તમે