________________
શારદા દર્શન
૪૧૩
ભાગે પુત્રને વહેંચી આપ્યું. માત્ર એક કિંમતી હીરે બાકી હતું. તે હીરે એક જ હતે એટલે શેઠે પુત્રને બતાવીને કહ્યું કે આ હીરો હાલ મારી પાસે રાખું છું પણ મારા મરણ પછી તમારે પૈસા જોઈતા હોય તે વેચીને સરખે ભાગે વહેંચી લેજે. તમારે કોઈને રાખ હોય તે એક જણે રાખીને બીજાને કિંમત પ્રમાણે પૈસા આપી દેવા. આ પ્રમાણે સૂચના કર્યા બાદ થોડા દિવસમાં શેઠ મરણ પામ્યા. હીરો લઈને છોકરાએએ પિતાજીની બધી ક્રિયા પતી જશે પછી શું કરવું તે અંગે વિચારીશું એમ વિચાર કરીને હીરા તિજોરીમાં મૂકી દીધા. પિતાના મરણ પછી બાર દિવસ બાદ પુત્રો હીરાનું શું કરવું તે અંગે વિચારણા કરવા બેઠા ત્યારે તિજોરી ખેલીને હીરે લેવા ગયા તે હીરે ગુમ. એકબીજાએ ચારેય ભાઈઓને પૂછયું કે હીરો ક્યાં ગયો? ચારે ભાઈઓ કહે છે કે અમે હીરે જે નથી. ઘરમાં ચારે તરફ ખૂબ તપાસ કરી પણ હીરે જડે નહિ ત્યારે માટે પુત્ર કહે કે આપણે રાજા પાસે જઈ એ. જરૂર હીરો મળી જશે.
* ખોવાયેલા હીરાને શોધવા રાજદરબારમાં કરેલી અપીલ” - ચારેય ભાઈઓ રાજદરબારમાં આવ્યા ને રાજાને પ્રણામ કરીને ઉભા રહ્યા. રાજાએ તેમને આદર આપીને બેસાડ્યા ને પૂછ્યું, તમે કયાંથી આવ્યા છો ને શા કામે આવ્યા છે? પહેલાના રાજાઓમાં નીતિ હતી. ગમે તે માણસ આવે તો તેને આદર સત્કાર કરતા ને તેમની દાદ સાંભળતા હતા. આજે તે સરકાર પ્રજાની દાદ સાંભળતી નથી. મોટા દીકરાએ કહ્યું, મહારાજા! અમે આપના ગામમાં વસતાં શિશુપાલ શેઠના પુત્રો છીએ, અને આપની પાસે એક ખાસ કામ માટે આવ્યા છીએ. રાજાએ કહ્યું, શિશુપાલ તે ખૂબ ધનવાન શેઠ હતા. એમના સુપુત્રોને મારું શું કામ પડયું ? ત્યારે કહે છે કે અમારા પિતાજીએ અમને બધું ધન સરખે ભાગે વહેચીને આપી દીધું છે પણ એક મૂલ્યવાન હીરો વહેંચવાનું બાકી હતો. એ હીરે એટલે બધો તેજસ્વી હતું કે અંધારી રાતે બહાર કાઢીને મૂક્યો હોય તે પ્રકાશ પ્રકાશ ફેલાઈ જાય. એ હીરો અમે તિજોરીમાં મૂક્યો હતો. થોડા દિવસ પછી લેવા ગયા તે હીરો મળે નહીં. ત્યારે રાજાએ પૂછ્યું કે તમારા ઘરમાં હીરાની વાત બીજા કઈ જાણે છે ? ના, મહારાજા. ચાર ભાઈઓ સિવાય બીજું કંઈ આ વાત જાણતું નથી. રાજા કહે છે તે તમારા ચાર ભાઈઓમાંથી કઈકે હીરે ગુમ કર્યો લાગે છે ! શેઠના પુત્રોએ કહ્યું. મહારાજા ! એ હી કોણે લીધો તે અમારે જાણવું નથી પણ આપ ગમે તેમ કરીને હીરે મેળવી આપે.
રાજા કહે છે ભલે, હું થોડા દિવસમાં હીરાને પત્તે મેળવી આપીશ. રાજાએ હા તે કહી પણ હીરે મેળવી આપ મુશ્કેલ હતું. ઘણું ઉપાય કર્યા પણ હીરો મળે નહીં, ત્યારે રાજા અત્યંત ઉદાસ થઈ ગયા. રાજાને પુત્ર ખૂબ હોંશિયાર હતા