________________
૯૪૧
MIRCI real
છવયશાના કુળને ઉચ્છેદ કરશે. છવયશાના અભિમાન ભરેલા શબ્દથી મુનિ બેલી ગયા એટલે પાણી વિના માછલી તરફડે તેમ છવયશા તરફડવા લાગી. એ વાત એના પતિ કંસને કરી. જોષીએાને પૂછ્યું-અંતે દુઃખથી મુકત થવા એણે ઉપાય શો અને વસુદેવને પિતાને ત્યાં બેલાવી જુગાર રમાડયા. રમતા પહેલાં શરત કરી કે તમે હારે તે મારી બહેન દેવકીની જેટલી સુવાવડ થાય તે બધી મારે ત્યાં કરવી. વસુદેવને કંસના કપટની ખબર ન હતી એટલે તેમણે હા પાડી દીધી. શરત મંજુર થઈ અને વસુદેવ જુગાર રમ્યા. તે હારી ગયા એટલે શરત પ્રમાણે તેને ત્યાં લઈ જવામાં આવતી હતી અને પ્રસૂતિ પહેલાં બધી તૈયારી કરી રાખવામાં આવતી હતી.
આ સમયે સુલશાની અનુકંપાના કારણે દેવ બરાબર ધ્યાન રાખતા હતા. તમે સાથે ગર્ભ ધારણ કરતાં હતાં ને બાળકને જન્મ પણ સાથે આપતા હતા, પણ સુલશા ગાથાપત્નીને મરેલા બાળકે જન્મતા હતા, તે મરેલા બાળકને હરિણમેષ દેવ સુલશાની અનુકંપાને કારણે પિતાના હાથેથી ઉપાડીને તમારી પાસે લાવીને મૂકતો હતો, અને તે સમયે તું પણ નવ માસ અને સાડા સાત રાત્રી વીત્યા પછી સુકુમાર પુત્રને જન્મ આપતી હતી. સેવા[fqs! तव पुत्ता ते विय तव अंतियाओ करयल संपुडेण गिण्हइ, गिण्हिता सुलशाए गाहावइणीए અંતર સારા ” જે જે તારા પુત્રો હતાં તેમને હરિણગમેષ દેવ પિતાના હાથેથી ઉપાડી સુલશા ગાથાપત્નીની પાસે મૂકી દેતો હતે. એટલે સુલશાને ખૂબ હર્ષ થત હતે. તારા પુત્ર ત્યાં મહાન સુખી થતાં અને સુલશાના મરેલા બાળકો તારી પાસે લાવીને મૂકી દેતો. બીજી તરફ તારો ભાઈ કંસ રાહ જોઈને બેસતો અને જેવી પ્રસૂતિ થાય તેવા તે બાળકને લઈ જતા અને ક્રોધથી શીલા ઉપર પટકતો એનો વિનાશ સાતમો ગર્ભ કરવાનો હતો છતાં એ ક્રોધથી મરેલા બાળકોને શીલા ઉપર પટકીને ખુશ થતે. હજુ આગળ નેમનાથ ભગવાન દેવકીદેવીને શું કહેશે તેના ભાવ અવસરે. 1 ચરિત્ર – પાંડેને જીતવા માટે શકુનિએ દુર્યોધનને કહ્યું કે મારી પાસે એક ઉપાય છે. મને દેવોની જેમ જુગાર વિદ્યા સિધ્ધ થયેલી છે. માટે ત્યાં ગયા પછી કઈ પણ ઉપાયે પાંડવોને ઇન્દ્રપ્રસ્થ બોલાવે. તેમને તે જુગાર રમતાં આવડતું નથી. તે એવો કોઈ પ્રસંગ યોજીને તેમને આપણે ત્યાં તેડાવે. તે હું તેમની સાથે જુગાર રમીશ અને તેમની તમામ લક્ષ્મી જીતીને તમને સોંપી દઈશ. મામાએ ઉપાય બતાવ્યું એટલે દુર્યોધનના પગમાં જેર આવ્યું. રસ્તામાં વિચાર કરીને મામા ભાણેજ ઈન્દ્રપ્રસ્થ નજીક આવ્યા.
આડંબરયુત પુરમેં આયે, નમે પિતા કે પાય, ઉદાસ દેખ પુત્રોકે બોલા, ધૃતરાષ્ટ્ર ઉન તાંય હે....શ્રોતા
ખૂબ માનપાનથી વાજતે ગાજતે દુર્યોધન વિગેરેએ નગરમાં પ્રવેશ કર્યો. દુર્યોધને આવીને પિતાના ચરણમાં વંદન કર્યા. આગળના સમયમાં આવા મેટા રાજપુત્રો ગમે