________________
શારદા દર્શન
૪૧૭
ત્યાં જઈને આવે ત્યારે તેમના પિતાના ચરણમાં નમન કરતા હતાં. આ તેમનામાં વિનય હતો. આજે તે વિનય વનવગડામાં ચાલ્યા ગયા છે. આ દુર્યોધન ધૃતરાષ્ટ્રના ચરણમાં પણ તેના મુખ ઉપર બિકુલ આનંદ ન હતા. મુખ તદ્દન નિસ્તેજ બની ગયું હતું. પિતાજીની પાસે બેસીને લાંબા વાસોશ્વાસ લેતે હતે. ધૃતરાષ્ટ્ર આંખે અંધ હતાં. એટલે મુખ જોઈ શકતા ન હતા પણ તેના શ્વાસોશ્વાસ ઉપરથી સમજી ગયા. દુર્યોધનના શ્વાસોશ્વાસ સાંભળીને ધૃતરાષ્ટ્ર પૂછ્યું હે મારા વહાલસોયા પુત્ર! આજે તને શું થયું છે? તું હસ્તિનાપુર જઈને આવ્યો છે તે ત્યાંના સમાચાર તે મને આપતે નથી ને દુઃખથી ભરેલા શ્વાસોશ્વાસ લઈ રહ્યો છે તે શું ત્યાં તારું કેઈએ અપમાન કર્યું છે? તારું અપમાન કરીને અગ્નિમાં બળી મરવાની ઈચ્છા કરનાર કોણ છે? ફણીધર નાગને માણી લઈને મરવાની ઈચ્છા કેણ કરી રહ્યો છે? ત્યારે શકુનિએ કહ્યું – મહારાજા! આપના પુત્રને ખુદ ઈન્દ્ર પણ તિરસ્કાર કરી શકે તેમ નથી, પણ તેના અંતરમાં બીજા પ્રકારનું દુઃખ છે, ત્યારે ધૃતરાષ્ટ્ર કહ્યું મારા પુત્રને વળી શું દુઃખ છે? હે દુર્યોધન ! આપણું રાજ્ય ઘણું વિશાળ છે, દુઃશાસન જેવે પરાક્રમી ભાઈ છે. કર્ણ જે પ્રતાપી પુરૂષ તારી તરફેણમાં છે અને તમે સો સો ભાઈ છે. આ તારું ઈન્દ્રપ્રસ્થ નગર અલકાપુરી જેવું વૈભવશાળી છે. તારા અંતેઉરમાં એકેકથી ચઢીયાતી અપસરા સમાન રાણીઓ છે. હીરા-માણેક, મોતી આદિ ઝવેરાતથી ભંડાર ભરેલાં છે. દેશદેશના પાણદાર હાથી, ઘેડા, રથ વિગેરે છે. દેવવિમાન જેવી બધી સામગ્રીઓથી ભરપૂર સુંદર મહેલ છે, આ બધી સંપત્તિ તારી છે, તું શાંતિથી એ બધું ભેગવ ને આનંદ કર, વળી તારે તે ૯ ભાઈઓ છે. તે બધા તને ભગવાન તુલ્ય માને છે પછી તારે શું દુઃખ છે? તને શી ચિંતા છે તે તું મને કહે. | દુર્યોધન કહે પિતાજી! પાંડવોની ઝધિ આગળ આપણી ઋધિ કાંઈ હિસાબમાં નથી. પાંડની ઝગમગતી રિદધી-સિદધી અને સંપત્તિ જોઈને મારું હૃદય બળી જાય છે. મેરૂ આગળ રાઈને શું હિસાબ ! જ્યાં સુધી સાગર નથી જે ત્યાં સુધી નદી સુંદર લાગે છે, જયાં સુધી સૂર્યને ઉદય નથી થયે ત્યાં સુધી દિપક પ્રકાશ આપે છે પણ સૂર્યોદય પછી દિપકને પ્રકાશ ફિક્કો લાગે છે, તેમ હે પિતાજી પાંડેની સમૃદ્ધિ આગળ આપણી સમૃદ્ધિ કાંઈ વિસાતમાં નથી. યુધિષ્ઠિરના ચરણમાં મોટા મોટા રાજાઓ કિંમતી ભેટણ લઈને આવે છે. તેની સમૃદ્ધિ, યશ, અશ્વર્ય, સત્તા, માન-સન્માન, કીતિ આ બધું જોઈને મારું હૃદય બળી જાય છે. આ સાંભળીને ધૃતરાષ્ટ્રને ખૂબ ક્રોધ આવ્યું. હવે તે દુર્યોધનને કેવા શબ્દો કહેશે તેના ભાવ અવસરે.
આજે આપણે ત્યાં બા. બ્ર. શોભનાબાઇને સિધ્ધિતપની છેલ્લી બારી ચાલે છે, શા.–૫૩