________________
શારકા દર્શન
દે છે ત્યાં ઝવેરાત તથા ધનને ભરેલે ઘડો નીકળે. બહેન પિતાના બાળકને કહે છે કે જુએ મામાએ આપણને છાની રીતે કેટલું બધું કહ્યું છે !
હવે કુદરતને કરવું કે પુદયે બહેન ખૂબ સુખી થઈ ગઈ ને બીજી બાજુ ભાઈ તે સાવ રસાતાળ થઈ ગયે. તે ધારે આંસુએ રડે છે. પત્નીને કહે છે જરૂર આપણને બહેનના નિસાસા લાગ્યા છે. હવે તે ઝેર ખાવા સિવાય કઈ રસ્તો નથી. હમણાં લેણીયાએ રેડ પાડશે. પૈસા લાવે, ત્યારે હું મારું મોટું શું બતાવીશ? જે ચોવીસ કલાકમાં કંઈ સારા સમાચાર આવે તો ઠીક છે નહિતર ઝેર પીને મારા જીવનને અંત લાવીશ. આ સમાચાર વાયુવેગે ફેલાતાં બહેનને પહોંચી ગયા કે ભાઈની પેઢીઓ ભાંગી છે, વહેપારમાં મોટી ખોટ આવી છે, અને ભાઈ કરજદાર બને છે તેથી ઝેર પીને જીવનને અંત લાવવા તૈયાર થયેલ છે. આ વાત સાંભળતાં ભાઈ માટે અપૂર્વ લાગણી રાખનારી બહેન તરત જ મિલ્કતનો ભરેલે ઘડો નીકળે હતું તે કપડે વીંટાળીને લઈને પિતાના ભાઈને ત્યાં ગઈ. નણંદને જોઈને ભાભીએ બારણાં બંધ કર્યા. બહેન કહે ભાભી ! બારણાં ખોલે. આ બહેન જીવતી છે ત્યાં સુધી મારા ભાઈના માથાને વાળ વાંકે નહિ થવા દઉં, એને ઝેરના પ્યાલા નહિ પીવા દઉં, બહેન આવું બેલે છે છતાં ભાભી બારણું ખેલતી નથી. - “બહેને ઝેરના પ્યાલા પીતા બચાવેલો ભાઈ –ભાઈ તેની પત્નીને કહે છે તું એકવાર મારી બહેનના મીઠા શબ્દો તે સાંભળ. તે શું કહે છે? છેવટે ભાભીએ બારણું ખેલ્યું. ભાઈને આશા તો હોય જ નહિ ને કે બેન કંઈક લઈને આવી હશે ! કારણ કે બેનની સ્થિતિ સાવ નિરાધાર છે. બહેન અંદર જાય છે ત્યારે ભાઈ કહે છે તે મારી વહાલી બહેન! તારો ભાઈ દુર્ભાગી પુણ્યહીન છે. મારી લાખની મિલ્કત લુંટાઈ ગઈ છે. હવે જીવનને અંત આણ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માટે જતાં જતાં તને છેલ્લાં આશીર્વાદ આપું છું કે તારો ભાઈ તે હવે આ દુનિયામાંથી વિદાય લે છે પણ મારા ભાણેજોને સાચવજે ને સુખી થજે. આટલું કહીને ભાઈ ઝેરનો કટરે પીવા જાય છે. ત્યાં બહેન તેના હાથમાંથી ઝૂંટવી લે છે. ભાઈના તો હોશકોશ ઉડી ગયા છે. હવે આબરૂ સાચવવી ભારે છે.
બહેન કપડે વીંટાળી મિલ્કતને ઘડો લઈને આવી છે તે ભાઈને આપે છે ને કહે છે ભાઈ વીરા ! તું આ લઈ લે ને તારી આબરૂ સાચવી લે. આ બહેન જીવતાં ભાઈને આવી રીતે મરવા નહિ દે. બહેનની કેટલી ઉદારતા અને તેની કેટલી ભવ્ય ભાવના ! જે બહેન અને ભાણેજોને આવતાં જોઈને ભાભીએ બારણાં બંધ કર્યા હતા છતાં બહેન આજે તે પ્રસંગ યાદ પણ નથી કરતી. બસ, તેની એક જ ભાવના છે કે જે મારો ભાઈ