________________
ધાજ ઇન
ઉદયથી મારી આ દશા થઈ છે. મારી આ કરૂણ કહાની વાંચીને વિરા જરૂર અમને બેલાવજે. બહેને ટપાલ લખી. છેકરાઓ કહે લાવ બા, અમે ટપાલ નાંખી આવીએ. છોકરાઓ ટપાલ નાંખવા જાય છે પણ પહોંચી શકતા નથી. તેથી બે ઈટે મૂકીને ટપાલ નાંખે છે. બાળકોને શ્રધ્ધા છે કે આ ટપાલ વાંચીને મામા અમને જરૂર લાવશે.
અહીં મામા તે ઘણું બેઠાં છે. ધમષ્ઠ આત્માને પિતાની પત્ની સિવાય જગતની તમામ બહેને માતા અને બહેન સમાન છે. તે તેમનાં સંતાનોના તમે મામા ખરા કે નહી. સંત સતીઓને પણ જગતના જે ભાઈએ છે તે મોટા પિતા સમાન ને નાના ભાઈ સમાન છે. તમે ધર્મના ભાઈ છે. તમારી બહેને બાધેલી રાખડી તૂટી જશે પણ અમે બ્રહાર્ચય રૂપી જે રાખડી બાંધીએ છીએ તે તેડી તૂટવાની નથી. સંતો સંસારની વરમાળા છેડાવી મેક્ષની વરમાળા પહેરાવે છે. અમારી બહને ભૂલેશ્વરમાં જાય તે નવી સાડી જોઈને તેને લેવાનું મન થઈ જાય. ભાઈએ કેઈ ન ધધ. જુએ તે તેને તે ધંધે વિકસાવવાનું મન થાય. ભગવાન મહાવીરનું આ એક બજાર છે. ૧૨ આત્માએ તો બ્રહ્મચંય વતને કિંમતી માલ ખરીદવા તૈયાર થયા છે. તમે પણ તમારી શક્તિ અનુસાર માલ ખરીદશે.
બહેનને પત્ર જોતાં આંસુથી છલકાયેલી ભાઈની આંખે – બહેનને પત્ર પહેંચે. તે સમયે ભાઈ ઘરની બહાર નીકળે છે ત્યાં પિટમેન આવ્યો. તેને પૂછે છે ભાઈ! કાગળ છે? ટપાલીએ કવર આપ્યું. ભાઈએ બહેનના અક્ષર ઓળખ્યા, પત્ર વાંચતાં તેની આંખમાંથી આંસુ પડયા. અહે! મારી બહેન પહેલાં કેવી શ્રીમંત અને સુખી હતી ! તેના ધનથી તેણે કંઈક ગરીબના આંસુ લૂછયા છે. એક સ્વભાવના કારણે દેરાણી જેઠાણીને ઝઘડે થે, તેથી જુદા થયા. વહેપારમાં ભારે ખેટ આવી અને છેવટે કાળ ગોઝારાએ મારા બનેવીને પણ ઝડપી લીધા, અહો ! મારી બહેનની આ દશા ! હું કે હતભાગી કે મેં મારી બહેનની ખબર પણ ન લીધી! ભાઈ ઘરમાં ગયે. જઈને બહેનના ઘેર જવાની તૈયારી કરે છે. ત્યારે ભાભી પૂછે છે શેની તૈયારી કરે છે? કયાં જઈ રહ્યા છે? ભાઈ કહે બહેનને પત્ર આવ્યું છે. તે ખૂબ દુઃખી છે. ભાણેજે, મામાને ઘેર આવવા રડી રહ્યા છે, માટે હું તેમને તેડવા જાઉં છું આ સાંભળતાં જેમ ગુફામાંથી સિંહ અને બેડમાંથી વાઘ તાકે તેમ ભાભીસાહેબ તાડૂક્યા. કેની પરવાનગીથી જાવ છે? ભાઈ કહે મારે રજા કેની? ભાભી કહે-ઘરની માલિકી મારી છે. ખરેખર આ વાત પણ સાચી છે. આજે લગભગ ઘર બહેનેના નામના લખાયેલા છે. ભાભીની વાત સાંભળી ભાઈ કહે તું ન બોલ, કર્મની દશા એર છે. તું જુના દિવસો યાદ કર. બહેન બનેવીએ આપણને ઘણે ભેગ આપે છે. તેમને તે મહાન ઉપકાર છે. ફૂલ જેવા બાળકે શું લઈ જવાના છે?