________________
ખી હોય ને મારી પાસે કંઈ હોય તે તેને બનતી સહાય કરવી જોઈએ. બહેને પિતાને માટે કંઈ નહિ રાખતાં મિલ્કતને ભરેલે આ ઘડો ભાઈને અર્પણ કર્યો.
ભાઈ પૂછે છે બહેન! આ શું? ત્યારે બેન કહે છે તમારા બનેવીએ જમીનમાં દાટીને સાચવી રાખ્યો હશે, પણ જ્યાં સુધી પાપને ઉદય હોય ત્યાં સુધી રત્ન પણ કાંકરા બની જાય. હવે મારા પુણ્યને ઉદય થયે હશે એટલે આ તારા ભાણેજે કહે મામાએ આપણને કંઈ ન આપ્યું? મેં એમને સમજાવવા માટે કહ્યું કે તેમણે આપણને ગુપ્ત રીતે ઘણું આપ્યું છે તે મેં જમીનમાં દાટયું છે. એમ કહીને ત્યાં જમીન બેદી તે આ મિલ્કતને ભરેલો ઘડો ન કર્યો. ત્યાં ભાઈ ! તારી આ સ્થિતિ સાંભળી એટલે મિલ્કત લઈને અહીં આવી છું. તું આ લઈ લે અને તારી જતી ઈજજતને સાચવ. ભાઈને લેતાં મનમાં ખૂબ દુઃખ થાય છે કે અહો ! મારી બહેનને મીઠો પ્રેમ કે આવકાર મેં આ નથી છતાં બેન તેના શુદધ ભાવથી પિતાની તમામ મિત મને દઈને દુઃખમાં સહાય કરવા આવી છે. ધન્ય છે આ બેનડીને! ભાઈએ મિલ્કત લઈને પિતાની ઈજજત સાચવી. આ ભાઈ પિતાની પત્નીને કહે છે કે જે, આ બહેનીએ મને શું આપ્યું? માત્ર ધન જ નથી આપ્યું પણ મને મૃત્યુના મુખમાંથી બચાવે છે. આનું નામ સાચી રક્ષાબંધન. પોતાના સુખને લાત મારી બીજાનું દુઃખ મટાડયું છે. - ભાભીનું હૃદય પણ પાઈ ગયું ને પોતે કરેલી ભૂલને પશ્ચાતાપ થયે.
રક્ષાબંધનની કહાનીઓ તે ઘણું મેટી છે, પણ આજે ત્રણ તપસ્વીનાં પારણાં છે. અને તેના કળશરૂપે બ્રહ્મચર્ય મહોત્સવ છે. ૧૨ આત્માઓ આજે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરવાના છે. બ્રહ્મચર્યના આરાધનાથી અનેક પ્રકારની લબ્ધિઓ અને શક્તિ પ્રાપ્ત થાય છે. આત્મામાંથી શક્તિઓને જોત વહેવા માંડે છે. આવા મંગલમય બ્રહ્મચર્યવ્રતની આરાધનામાં આળસ કે પ્રમાદ ન કરતાં જીવનની વિશુધ્ધિ માટે અંતરના ભાવથી બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે. જેથી જીવન મંગલમય, કલ્યાણમય અને કર્મમુક્ત બને. હવે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અપાય છે. તે માટે આલોચના કરાવાય છે.
આજે બોરીવલીથી જે આવવાનું બન્યું હોય તે અમારા મધુર વ્યાખ્યાની બા.બ્ર. પૂ. વસુબઈ મહાસતીજીના સદુપદેશથી આપ શ્રી સંઘ જે જાગ્રત બન્યો છે ને આજે ૧૨ આત્માઓને બ્રહ્મચર્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને પ્રતાપ છે. શ્રી કાંદીવાલી સંઘે દાન, શીયળ, તપ અને ભાવનાથી આજે સંઘને ઉજજવળ બનાવ્યો છે તેમ જ ધર્મધ્યાનથી શ્રી સંધ જે ગાજી ઉઠયા છે તે ધન્યવાદને પાત્ર છે.
(પૂ. મહાસતીજીના વ્યાખ્યાન બાદ શ્રી છગનભાઈએ સુંદર શૈલીથી ભાષણ કરેલ અને તેમાં બેરીવલીથી પધારેલા પ્રખર વકતા, બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીનો તેમ જ અત્રે ચાર્તુમાસ બિરાજેલા બા. બ્ર. વસુબઈ મહાસતીજી ઠાણા.