________________
૪૦
ચાર ન આ તે ૪૦ વર્ષો પહેલાંની કહાની છે. આજે પણ કંઈક ઘરમાં આ સ્થિતિ જોવા મળે છે. કંઈક બહેને રડતી હોય છે કે છતાં ભાઈએ હું ભાઈ વગરની છું. તમારી બહેન તમારા બંગલા કે દાગીના નહિ લઈ જાય માટે બહેનને પ્રેમથી બોલાવજે, નિરાધાર વિધવા બહેનોના આંસુ લૂછજો. પત્નીને વટહુકમ છૂટ એટલે ભાઈસાહેબ તે ઉભા રહી ગયા. મીસાને વટહુકમ હતું ત્યારે બધાના હેઠ બંધ થઈ ગયા હતા. ભાઈ બિચારો પત્નીના હુકમ આગળ કંઈ બેલી શકે નહિ. ભાઈ બજારમાં જઈને આંસુ સારે છે ને મનમાં મૂંઝાય છે. શું કરું?
આશાભેર આવેલા પાછા વળેલા બહેન ભાણેજે” – આ બાજુ બહેનના છોકરા ખૂબ રડે છે. અમારે મામાને ઘેર જવું છે. બધા જાય છે ને આપણે કેમ નહિ જવાનું? બાળકેએ હઠ ન છોડી એટલે માતાએ કહ્યું-રડશે નહિ, હું તમને લઈ જઈશ, ભાઈનું ગામ પાંચ માઈલ દૂર હતું એટલે બહેને વિચાર કર્યો કે લાવ, હું બાળકને લઈને ભાઈને ઘેર જાઉં. બહેન બાળકને લઈને જાય છે. ભાભીએ દૂરથી જોયું કે મારા નણંદ બે ભાણેજોને લઈને આવે છે. તેથી તેણે બારણું બંધ કરી દીધા. બારણું બંધ થતાં જઈને બહેનની આંખમાં આંસુ પડ્યા. અહો ! કર્મરાજા! શું તારા ખેલ છે? શું તારી વિચિત્રતા છે? સુખના સમયમાં પ્રેમથી સ્વાગત કરનારી ભાભી આજે મને જોઈને બારણું બંધ કરે છે. માતા કહે છે બેટા! તારી મામીની મરજી ઓછી છે. માટે આપણે જવું નથી. આપણે આપણું ઘેર જઈએ. રડતા બાલુડાને લઈને માતા પાછી આવી. ઝૂંપડી બંધ કરી ચોધાર આંસુએ રડે છે.
દિવસો ને મહિનાઓ ગયા બાદ આ બાજુ ભાઈ દુકાને બેઠો છે. તેની કર્મની દશા પલટાય છે. ભાઈ બેઠે છે ત્યાં પત્ર આવ્યો કે વહેપારમાં ભારે ખેટ આવી છે. પરદેશમાં ઢિી ભાંગી છે. ભાઈ આ કાગળ લઈને ઘેર આવ્યું. તેની પત્નીને કહે છે દેખ, તે મારી બહેન ભણેજેને પાછી વાળ્યા તેનું ફળ અત્યારે મળી ગયું. રૂમાં લપેટેલી આગ છૂપી રહે તે પાપ છૂપું રહે. વહેપારમાં મોટું નુકશાન થયું છે. પેઢી ભાંગી છે. પૈસા ભરપાઈ કરવાનું સાધન નથી. કેઈની આંતરડી બાળીએ તે આપણું બળે. બહેનના નિસાસાં આપણને લાગ્યા છે. ભાઈને હાય લાગતાં ઢગલે થઈને પડી ગયો. તે “માતા પાસે દીકરાની ફરિયાદી – બહેન ભાઈના ઘરેથી પાછી આવી. બાળક કહે, અહો માતા ! મામાએ આપણને કાઢી મૂક્યા ઘરમાં પેસવા પણ ન દીધા, ને કંઈ આપ્યું પણ નહિ જોજે, બહેન બાળકો પાસે ભાઈનું જરા પણ નીચું પડવા દેતી નથી. તે કહે છે બેટા, એમ નથી. તું ના સમજે. હવે આ દેરાણી જેઠાણી જુદા થયા ત્યારે આ બહેનના ભાગ્યમાં જે જમીન આવી હતી તેના ઉપર તેઓ ઝુંપડી બાંધીને રહેતાં હતાં ભાઈએ બહેનને કંઈ આપ્યું નથી છતાં બાળકને કહે છે કે જે તારા મામાએ તમારે માટે ઘણું આપ્યું છે. તે મેં જમીનમાં દાટી રાખ્યું છે. એમ કહી ઝુંપડીમાં ખાડે