________________
શારદા દર્શન
રક્ષાબંધનને આ તહેવાર ફક્ત શારીરિક રક્ષા માટે જ નથી પણ ધર્મ, પવિત્રતા અને સદાચારની રક્ષા માટે છે. બહેન ભાઈને રક્ષા બાંધતા શુભ ભાવના ભાવે છે કે મારો ભાઈ કામક્રોધાદિ મહારેગમાંથી બચી નિગી બની તન-મનને તંદુરસ્ત બનાવવા સાથે કુળનું નામ પણ ઉજ્જવળ કરે. આ પવિત્ર પર્વ કહે છે તમે પવિત્ર બને. કામક્રોધાદિ વિકારો પર વિજય મેળવે. આ પર્વને પવિત્ર એટલા માટે કહેવામાં આવ્યું છે કે પવિત્રતાના સ્મારક રૂપ રક્ષાબંધન બાંધી તેનું પાલન કરવાથી વિષય વિકાર અને મનની મલીનતા દૂર થાય ને આત્મા પવિત્ર બને.
આજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનને ન બોલાવતું હોય તે વૈરઝેર છોડી દઈ દિલને પવિત્ર બનાવજો. કારણ કે જે ભાઈ બહેનને બેલાવતું નથી તેના ભાણેજે બીજા બાળકને મામાને ઘેર જતાં જોઈ મામાને ઘેર જવા ઉત્સુક બને છે. ત્યારે માતાનું હૈિયું રડી પડે છે. તે બિચારી બેલી શકતી નથી. અહીં એક પ્રસંગ યાદ આવે છે. એક શ્રીમંત શ્રેષ્ઠીને એકની એક દીકરી ખૂબ લાડકેડમાં ઉછરેલી સાસરે જાય છે. ભાઈની એકની એક વહાલી બહેન છે. કરીના મનમાં આનંદ ને કેડને પાર નથી. આ છોકરી પરણીને સાસરે આવી. દેરાણી જેઠાણી બે છે. થડા દિવસો તો આનંદથી પસાર થઈ ગયા પણ પછી કંઈક કારણસર દેરાણી જેઠાણીને મનભેદ થ. ૩૬ના આંક જેવી તેમની સ્થિતિ થઈ. લક્ષમી હોય કે ન હોય પણ જે ઘરમાં સંપ છે, એકતા છે તેના જેવું કંઈ સુખી નથી. સુખ મેળવવા નમ્રતાનો ગુણ લાવવો પડશે. આ દેરાણી જેઠાણી જુદા થયા. કહેવત છે કે “અન્ન જુદા તેના મન જુદા” છેવટે ધંધા પણ જુદા થયા. લાડકડમાં ને સંપત્તિની ઓળે.માં ઉછરેલી લાડીલી દીકરીના માતાપિતા પણ ચાલ્યા ગયા. જ્ઞાની કહે છે કર્મની દશા વિચિત્ર છે. કર્મરાજાને રંક અને રંકને રાજા બનાવે છે. પુણ્ય–પાપની બાજી કયારે પલ્ટાય છે તે ખબર નથી. ધંધામાં જુદા થયા પછી આ છોકરીના પતિને ધંધામાં પણ ભારે ખેટ આવી. ભયંકર નુકશાન થયું. છોકરીના પતિને તેથી હાય લાગી ગઈ. છેવટે કાળ ગોઝારાએ તેના પતિને પણ ઝડપી લીધે, બંધુઓ! કર્મ જીવને કેવા ખેલ ખેલાવે છે ને કઈ સ્થિતિમાં મૂકી દે છે! અહીં કાળ ગોઝારાએ છોકરીના મા-બાપને ઝડપી લીધા ને તેના પતિને પણ ઝડપી લીધે, સાથે ધન પણ ચાલ્યું ગયું. વિચાર કરે, આ છેકરીની શું સ્થિતિ થઈ હશે! તેના માથે ભયંકર દુઃખ આવી પડ્યું. તે ધારા આંસુએ રડે છે, ઝૂરે છે. સાવ નિરાધાર બની ગઈ, રેટીના પણ સાંસા પડ્યા.
નણંદીને પત્ર ભાભીને મન પસ્તી’: - છેવટે આંસુ સારતી બહેન ભાઈને પત્ર લખે છે એ મારા લાડીલા વીરા! મારા કર્મોએ આ દશા કરી છે. તારા ભાણેજે ઝરે છે. રોટીન પણ સાંસા પડ્યા છે. તું તે ખૂબ દિલાવર દિલનો છે. ગરીબને બેલી છે ને દુઃખીના આંસુ લુછનાર છે. આજે હું સાવ નિરાધાર બની ગઈ છું. તે