________________
શારદા દર્શન જાય છે, તેમ મુનિને જોતાં ઈલાચીના વિષયેના વિષ ઉતરી ગયા. ત્યાં પરિણામની ધારા વધતાં શપક શ્રેણએ ચઢતાં ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી ગયા. બ્રહ્મચર્યમાં એ શક્તિ છે કે ભલભલાના હૃદયને પીગળાવી દે છે. અમારા વસુબઈ મહાસતીજીએ વીતરાગ વાણીને લેરી નાદ વગાડ. રાજા લડાઈમાં જાય ત્યારે સૈનિકે રણશીંગા ફૂકે એટલે ક્ષત્રિયના બચ્ચા થનથની ઉઠે, તેનું શૂરાતન ખળભળે તેમ વસુબઈ મહાસતીજીએ ભગવાન મહાવીરના ચારિત્રના રણશીંગા ફૂકયા કે જે સાચા સૈનિકે ને વીર હોય તે જાગી જાવ, તેમના ભેરી નાદે ૧૨ આત્માઓ જાગૃત બન્યા. એ રણશીંગાના નાદે ઉભા થઈ ગયા. તેઓ હમણાં બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરશે.
આજનો દિવસ રક્ષાબંધનને છે. ભાઈ-બહેનની રક્ષાને શુભ સંકલ્પ એટલે રક્ષાબંધન. સંસારના સર્વ સંબંધમાં ભાઈ બહેનના સંબંધનું સ્થાન સર્વોચ્ચ અને સુખદાયી છે. બહેન માટે ભાઈ અને ભાઈ માટે બહેન એ સનેહનું સરોવર છે. આજે બહેન ભાઈના ઘરે જશે ને ભાઈને રાખડી બાંધશે. જે બહેન ભાઈના ઘેર પહોંચી શકે તેમ નહિ હોય તે ટપાલમાં રાખડી મેકલશે. બહેન ભાઈને રાખડી બાંધે તેની પાછળ ભાઈની જવાબદારી છે. માત્ર નાનું રેશમનું ફુમતું અને તેની સાથે રહેલે દર એનું નામ જ રહ્યા નથી પણ એની પાછળ બહેનની ભાઈ પ્રત્યેની ભવ્ય ભાવના અને બહેનના રક્ષણની મહાન જવાબદારી રહેલી છે. બહેન રાખડી બાંધીને ભાઈના માથે ભાર મૂકે છે કે હે વીરા ! આપત્તિમાં તું મારી રક્ષા કરજે, સંકટમાં સહાય કરજે. બહેનને ભાઈ ખૂબ વહાલે હોય છે. બહેનને ઠેસ વાગે તે બેલે છે ખમ્મા મારા ભાઈને! પતિને નથી કહેતી, યુગો પલટાયા છતાં આ પલટાયું નથી. (અહીંયા જેલમાં ગુનેગારને રાખડી બાંધવા ગયેલી બહેન એક સજજનને રાખડી બાંધવા જાય છે ત્યારે કહે છે બહેન! રાખડી બંધાવવાની મારી લાયકાત નથી તેથી બહેન પૂછતાં તે ભાઈ પિતાની વીતક કથા કહે છે તે દષ્ટાંત ખૂબ સુંદર રીતે કરૂણ રસથી ભરપૂર વિસ્તારપૂર્વક કહ્યું હતું.) - આજે કંઇક બહેને હસતી ને આનંદ કરતી હોય છે ને કંઈક રડતી હોય. છે. તે બહેનને પૂછીએ કે તારી આંખમાં આંસુ કેમ છે? તે બિચારી બેલી શકતી નથી. આંસુ બે પ્રકારે આવે છે. જે બહેનને ભાઈ નથી તે આંસુ સારે છે. તેના બાળકે બીજા છેકરાઓને મામાને ઘેર જતાં જોઈને કહે, બા! બધા મામાને ઘેર જાય છે. આપણે નહીં જવાનું? ત્યારે માતા આંસુ સારતાં કહે છે બેટા ! તારે મામા જ નથી. આટલું બોલતાં તેનું હૈયું તૂટી જાય છે. ભાઈ વગરની બહેન વનવગડામાં ઝાડની જેમ ઝૂરતી હોય છે. બીજી બહેન કે જેને ભાઈ હેવા છતાં પાપના ઉદયે ભાઈ બહેનને બોલાવતે નથી. તેની આંખમાં પણ આંસુ છે. આજે સમાજમાં કંઈક ભાઈ એવા હશે કે જે બહેનને ભૂલી ગયા છે. હજારના ખર્ચા કરે છે પણ બહેનને તથા ભાણેજોને બોલાવી પ્રેમના મીઠા બે શબ્દો પણ આપતું નથી, તેથી બહેને અને ભાણેજે પણ રડતા હોય છે,