________________
છે. શત્રુઓની છાતીને બાણ વડે ફાડી નાંખનાર અજુન સામે પણ કેણું લડવા તૈયાર થાય? દેખાવમાં યમુના સમાન અને પરાક્રમમાં યમરાજ સમાન તલવારને ધારણ કરનાર સહદેવ અને નકુલને પણ કેણ જીતવા સમર્થ છે? અને કૃષ્ણ વાસુદેવ જેવા તેમના સહાયકે છે. એટલે શસ્ત્રાશસ્ત્રના યુદ્ધમાં પણ તેમને કેઈ જીતી શકે તેમ નથી. એક તે તેમના જમ્બર પુણ્યને ઉદય છે, અને બીજું તેમને મોટા મોટા સહાયકો છે. વળી તેઓએ દિગ્વિજય કરીને આખી પૃથ્વીનું રાજ્ય મેળવી લીધું છે. જેથી તમે સે ભાઈઓ, કર્ણ અને હું બધા ભેગા થઈને તેમની સામે યુધ્ધ કરીએ તે પણ છતી શકીએ તેમ નથી. તેમને જીતવાને એક બીજો ઉપાય છે તે હું તમને બતાવીશ. આ પ્રમાણે શકુનિ મામાનું વચન સાંભળીને દુર્યોધને કહ્યું-મામા! ક ઉપાય છે તે મને જલ્દી કહે. હવે દુર્યોધનના હૈયે ઠંડક વળી છે. હવે તેના મામા તેને પાંડને જીતવાને ઉપાય બતાવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
(કાંદીવલીમાં બિરાજતા બા.બ્ર. પૂ. વસુબઈ મહાસતીજીના સદુપદેશથી છ દંપતીએ આજીવન બ્રહ્મચર્ય વ્રતની આરાધનામાં જોડાતા પૂ. મહાસતીજીને વિનંતી થતાં તેઓશ્રીની પાસે પચ્ચખાણ લેવાના હેવાથી શ્રાવણ સુદ ચૌદશ પુનમના ૫. મહાસતીજી કાંદીવલી પધાર્યા હતા.)
|
હતી
વ્યાખ્યાન નં. ૫૧ ક્રિ શ્રાવણ સુદ ૧૫ ને રવિવાર “રક્ષા બંધન બ્રહાચર્ય મહત્સવ'
તા. ૨૮-૮-૭૭. પ્રખર વ્યાખ્યાતા બા, બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીનું કાંદીવલી
સંઘના આગ્રહથી આગમન' સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! આજે શ્રી કાંદીવલી સંઘના આંગણે ભવ્ય બ્રહ્મચર્ય મહોત્સવ છે અને તપ મહોત્સવની પૂર્ણાહૂતિનો મંગલ દિવસ છે. જ્ઞાની ભગવંતે કહે છે કે બ્રહ્મચર્ય એટલે આત્માની શક્તિનો સારો સદુપયોગ. બ્રહ્મચર્ય એ આત્માનું સાચું સૌદર્ય છે. સ્થૂલિભદ્રની વાત તે આપે ઘણીવાર સાંભળી છે. એ જ્યારે સંસારમાં હતા ત્યારે કેશાની કાયાના સૌંદર્યમાં મુગ્ધ બન્યા હતા, અને સંયમ લીધા પછી ગુરૂની આજ્ઞાથી તે કેશાને ત્યાં ચાતુમાર્સ ગયા. હવે તે આત્માનું સૌંદર્ય જેનું ખીલી ઉઠયું છે તેવા મુનિ શું કેશાના રૂપના સૌંદર્યમાં આક્ષય ખરા ? “ના”. તે વિલાસી અને વિકારી વાતાવરણ વચ્ચે પણ મેરૂપર્વતની જેમ અડેલ રહ્યા, એટલે કેશાની વિચારધારા પલટાઈ. ત્યારે મુનિએ કહ્યું, હે કેશા !