________________
શા દશમ
કઈ રીતે તેના મનને શાંતિ થઈ નહિ. થોડા દિવસ રોકાઈને દુર્યોધને પાંડુરાજા પાસે વિદાય માંગી એટલે તેને નેહપૂર્વક આદર સત્કાર કરીને પાંડુરાજા તથા ધર્મરાજાએ વિદાય આપી. દુર્યોધન તેના મામા શકુનિ આદિ પરિવાર સાથે ઇન્દ્રપ્રસ્થ જવા નીક રસ્તામાં કેઈની સાથે પ્રેમથી વાતચીત કરતા નથી. અત્યંત ઉદાસ બની ગ છે, દુર્યોધનની આવી પરિસ્થિતિ જોઈને તેના મામાએ પૂછયું. વત્સ! તું આટલે બધે ગમગીન શા માટે રહે છે? ત્યારે ઉડે નિસાસો નાંખતા દુર્યોધને કહ્યું કે
થે પાંડવ નહિ બ્રાત હમારે, હૈ દુશમન અતિ ક્રૂર
અદૂભૂત સભા બના ધૂતારે, હસી કરી ભરપૂર હોતા. : હે મામા ! આમ તે પાંડવેની સમૃદ્ધિ જોઈને મારા દિલમાં આગ સળગેલી હતી. મેટા મોટા રાજાઓ તેમના ચરણમાં નમે છે ને તેને કેટલે આદર સત્કાર કરે છે. તેમની સત્તા, સમૃધ્ધિ ને સન્માન જોઈને મારું હૃદય અગ્નિમાં લાકડા બળે તેમ બળી રહ્યું હતું. તેમાં ઈન્દ્રની સભાને પણ ઝાંખી પાડે તેવી અદ્ભૂત સભા બનાવીને તે ધૂતારાઓએ મારું હડહડતું અપમાન કર્યું છે. એ મારા ભાઈઓ નથી પણ મારા દુશ્મન છે. આટલા બધા મોટા મોટા માણસ વચ્ચે પાંડ અને દ્રૌપદીએ મારું અપમાન કર્યું ! આવા અપમાનિત જીવને જગતમાં જીવવા જેવું શું છે ? અને બીજું હું તેમને વૈભવ ને સંપત્તિ જોઈ શકતું નથી. માટે હે મામા! તે આ જંગલમાં જ ગળે ફાંસો ખાઈને મરી જઈશ. મારે ઈન્દ્રપ્રસ્થમાં આવવું નથી. તમે ત્યાં જઈને મારા પિતાજીને સમાચાર આપજે કે દુર્યોધન મરી ગયા છે.
શનિ અને દુર્યોધન વચ્ચે વાર્તાલાપ શકુનિએ કહ્યું. દુર્યોધન ! આ તારી વાત બરાબર નથી. પાંડવે કેટલાં સરળ છે! એ તે એમ માને છે કે અમે પાંચ ભાઈ નથી પણ ૧૦૫ ભાઈએ છીએ, અને હું એમને દુશમને માને છે ? સજ્જન તે સ્વજનોના અભ્યદયમાં આનંદ માને છે, અને પાંડવોના રાજય કરતાં તમારું રાજય કયાં નાનું છે! કદાચ તેમના પુણ્યોદયથી સંપત્તિ વધી ગઈ તે તમારે આનંદ માનવે જોઈએ, પણ તમને દુઃખ તે ન જ થવું જોઈએ. યુધિષ્ઠિરે બીજા રાજાઓને જીતીને તેમના તાબે કર્યા તે શું તમારે માટે આનંદની વાત નથી ? બેટી ઈર્ષ્યા શા માટે કરે છે ત્યારે દુર્યોધન કહે છે મામા ! તમે પણ પાંડને પક્ષ લે છે. અમારો પક્ષ લેતા નથી, પણ મને તે એમ જ થાય છે કે જાણે પાંડને જીતી લઉં એટલે આખી પૃથ્વીને મેં જીતી તેમ લાગે.
દુર્યોધનની વાત સાંભળીને શકુનિએ કહ્યું-દુર્યોધન! ઈન્દ્ર પણ પાંડવોને યુદ્ધમાં જીતી શકે તેમ નથી. કારણ કે યુધિષ્ઠિરની શૂરવીરતાથી ધીર પુરૂષે પણ કાયર બની જાય છે, અને ભડવીર ભીમનું નામ સાંભળીને ગજાસુર જેવા રાક્ષસે પણ ભાગી જાય
શા-૫૧