________________
૪
શારદા દર્શન રાજાઓ મૈતૂર્યરત્ન, પશ્ચિમ દેશના રાજાએ કોશેય વ, સેનાના આભૂષણે અને ઉત્તર દેશના રાજાઓ ઉત્તમ પ્રકારના ઘેડા લાવ્યા હતાં. તે રાજાને ભેટમાં આપી દીધા. સુભદ્રાને પુત્ર જન્મ્યા બારમે દિવસ થયે ત્યારે તે પુત્રને મંગાવીને યુધિષ્ઠિરે તેને ખેળામાં લઈને રમાડે. બાળક ખૂબ તેજસ્વી હતું. તેનું રૂપ, આકૃતિ વિગેરે જોઈને ધર્મરાજાએ તેનું નામ અભિમન્યુ પાડયું. આ તરફ બધા રાજાઓ અભિમન્યુને જન્મ મહોત્સવ ઉજવવા આવ્યા હતા તેમાં વિદ્યાધર મણીચૂડ રાજા પણ અર્જુનના આમંત્રણથી આવ્યું છે. અને તેણે પોતાના બાપ તુલ્ય માન્ય છે, અને અર્જુનના પુત્રને જન્મોત્સવ હતું એટલે તેના દિલમાં ખૂબ હોંશ હતી. એટલે તેણે અર્જુનની આજ્ઞા લઈને દેવકમાં સુધર્મા સભા ભરાય છે તેના જેવું સુંદર સભાગૃહ બનાવ્યું હતું. તે શેનું બનાવ્યું હતું તે સાંભળે.
એ દિવ્ય સભાગૃહમાં મણી અને માણેકના તે સ્થંભ બનાવ્યા. ચોકમાં નીલમ મણી અને સ્ફટિક રત્ન જડયા. તેના ઉપર સૂર્યના કિરણે પડતાં તે ઝગમગ થતા હતા. જ્યારે સૂર્ય ઉદય થયે ને કયારે અસ્ત થયે તે ખબર પડતી ન હતી. તેમાં વિવિધ પ્રકારની પુતળીઓ બનાવી હતી તે જાણે જીવતી ને જાગતી ન ઉભી હોય! તેમ લાગતું હતું. આવું દિવ્ય સભાગૃહ જે ઈને લોકો ખૂબ આશ્ચર્યમુગ્ધ બની ગયા કે શું આ દેવભવન કે મનુષ્યનું ભવન! આ દિવ્ય સભાગૃહમાં સ્ફટિક રત્નનું સિંહાસન બનાવ્યું. બધા રાજાઓ આવી ગયા પછી તે સભાગૃહમાં સભા ભરવામાં આવી. કૃષ્ણ વાસુદેવ,
ધન વિગેરે આવી ગયા હતાં. બધા ધીમે ધીમે સભામાં આવ્યા. યુધિષ્ઠિર મહારાજા સિંહાસન ઉપર બિરાજમાન થયા. દરેક રાજા પોતપોતાના મોભા પ્રમાણે સિંહાસન ઉપર ગોઠવાઈ ગયા. કૃણુજી સાથે દશ દશાર્હ આદિ યાદ આવ્યા હતા. વિદ્યારે અને બીજા ઘણાં રાજાએ સભામાં બેઠાં હતાં. તેમનાથી સભા ખૂબ શોભતી હતી.
ઇતને દુર્યોધન ચલ આયા, ઈસી સભા કે માંય,
જાદવ પાંડવકી ઝગમગ જાતિ, દેખ રહા મુર્રાય હે તા આ સભામાં દુર્યોધન આવ્યું. સભામાં રાજા યુધિષ્ઠિરના ગુણગાન ખૂબ ગવાતા હતા. આ જોઈને દુર્યોધનના દિલમાં ઈષ્યનો દાવાનળ ફાટી નીકળે, પણ અહીં તેનું શું ચાલે ? બધાની સાથે ઉપરથી હસતે મેઢ ઉત્સવમાં ભાગ લેવા લાગે. આ મહે
સવમાં નાટક, સંગીત આદિ વિવિધ પ્રકારના પિઝા બેઠવ્યા હતા. આ રીતે ખૂબ દ્રવ્ય ખર્ચીને આઠ દિવસ સુધી અભિમન્યુને જન્મ મહેત્સવ ઉજવવામાં આવ્યું. એકબીજા પરસ્પર આનંદ વિનોદ કરવાથી પ્રેમ વ. જન્મોત્સવ પૂરો થતાં બધા પાંડુરાજા અને યુધિષ્ઠિરની પાસે જવા માટે વિદાય માંગે છે. તે વખતે પાંડુરાજાએ સૌ લાવ્યા હતાં તેનાથી સવાયા ભેટશું આપીને તેમનું ખૂબ સન્માન કરીને વિદાય આપી.