________________
શારદા દર્શન હતા ત્યાં દીકરે આવીને પિતાજીના પગમાં પડશે ને આજ સુધી પોતે કરેલા કુકર્તવ્યની માફી માંગી. પિતાજી! ચાલે, ગુરૂદેવ પાસે. આજથી હું બધું છોડી દઈશ. પિતાના આનંદને પાર ન રહ્યો. દીકરાને બાથમાં લઈ લીધે ને કહ્યું-બેટા! તું આજથી મારે સાચો દીકરો બન્યા. ત્યારે છોકરાએ કહ્યું–પિતાજી! સંતે મને પ્રતિજ્ઞા આપી તેને પ્રતાપ છે. આ પ્રતિજ્ઞા ન લીધી હતી તે મારા જીવનમાં સુધારો ન થાત.
બંધુઓ! દીકરો સુધરી ગયો એટલે એના બાપનું દુઃખ ટળી ગયું. તે સંતને મહાન ઉપકાર માનવા લાગ્યા. એ છોકરાએ સંતને રાજી કરવા પ્રતિજ્ઞા લીધી હતી પણ જે પ્રતિજ્ઞા લીધી તેને બરાબર પાળી. પ્રતિજ્ઞાને ભંગ ન કર્યો તે જીવન સુધરી ગયું ટૂંકમાં મારે કહેવા આશય એ છે કે જે મનુષ્ય જીવનમાં સત્યને અપનાવે છે તે દુગુમાંથી બચી જાય છે. માટે જીવનમાં સત્યને અપનાવે, અને સંતને સમાગમ કરે. સંતમાં પાપીને પુનીત કરવાની જબ્બર તાકાત હોય છે. જેમ નદી જે જે પ્રદેશમાં વહે છે તે તે પ્રદેશની ભૂમિને હરિયાળીને ફળદ્રુપ બનાવે છે, તેમ સંતે જે જે ક્ષેત્રોમાં પધારે છે તે તે ક્ષેત્રને તપ, ત્યાગ, દાન, શીયળ વિગેરે ધર્માનુષ્ઠાનથી હરિયાળુ બનાવે છે. તેમાં કંઈક મનુષ્યના હદયનું પરિવર્તન થઈ જાય છે. કંઈક હળુકમી છે વૈરાગ્ય પામી જાય છે. આ મહાન લાભ સત્સંગથી મળે છે.
દેવકી માતા ને મનાથ પ્રભુના મુખેથી સુલશાની વાત સાંભળી રહ્યા છે કે સુલશા બાળપણથી જ હરિણગમેષ દેવની ભક્તિવાળી હતી. વધુ ભાવ અવસરે.
“ચરિત્ર”: ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ ચારે ભાઈએ ચારે દિશામાં દિગ્વિજય કરીને આવ્યા બાદ આનંદથી સાથે રહેતા હતા. તેમાં અર્જુનની પત્ની અને કૃષ્ણ-વાસુદેવની બહેન સુભદ્રાએ એક પુત્રને જન્મ આપે. એટલે દાસી દેડતી રાજાને વધામણી આપવા આવી. આ સાંભળી આનંદમાં વિશેષ વૃધ્ધિ થઈ. પુત્ર રૂપરૂપને અંબાર હતે. પુત્ર જન્મની વધામણું આપવા આવનાર દાસીને યુધિષ્ઠિરે ખૂબ ધન આપ્યું. ગરીબેને પણ ખૂબ દાન દીધું અને યુધિષ્ઠિર મહારાજાએ અર્જુનના પુત્રને જન્મોત્સવ ઉજવવા માટે દેશદેશના રાજાઓને તેડાવ્યા. કૃષ્ણજી મામાના દીકરા તે હતા જ અને હવે અર્જુનના સાળા થયા એટલે તેમને તેડવા નકુળને મોકલ્યા. દુર્યોધન ભાઈ થાય એટલે તેને તેડવા સહદેવને મેકલ્યા. અને જેને પહાડ ઉપરથી પડીને મરતાં બચાવ્યા હતા તે મણીચૂડ વિદ્યાધરને પણ તેડાવ્યા હતા. બધા રાજાએ ધર્મરાજાના આમંત્રણને માન આપીને પોતપોતાના પરિવાર સહિત આવી પહેચ્યા.
અભિમન્યુના જન્મ મહોત્સવ પ્રસંગે આવેલા રાજાઓ”: યુધિષ્ઠિર મહારાજાની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે બધા રાજાએ પોતાના દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ રાજાને આપવા માટે લેતા આવ્યા હતાં. પૂર્વ દેશના રાજાએ હાથી, દક્ષિણ દેશના શા.-૫૦
; ; .