________________
૩૯૦૯
શારદા ન
“સંતને જોતાં રાજાની દૃષ્ટિમાં ક્રૂરતા” :-આ રાજા પાસે ચાર કરડુ કૂતરા હતા. એને રાજાએ પાળી પાષીને વિકરાળ વાઘ જેવા મનાવ્યા હતા. તે કૂતરા અજાણ્યા માણસને દેખે કે કરડી ખાતા. આવા કૂતરાએને રાજાએ છૂટા મૂકી દીધા. કૂતરા જ્યાં સંત છે ત્યાં દોડયા પણ સ`તની પાસે ન જઈ શકયા. એક હાથ દૂર સ્થિર થઇ ગયા. હવે કૂતરા ન તે સંત પાસે જઈ શકે કે ન તા પાછા વળી શકે. તેવી સ્થિતિ થઈ. રાજા વિચાર કરવા લાગ્યા કે મારા કૂતરાએને શું થઈ ગયું ? કેમ કરડતા નથી ને સ્થિર થઇ ગયા છે ? કલાક પછી સ ંતે ધ્યાન પાળ્યું ને કૂતરા સામે ષ્ટિ કરી એટલે કૂતરા સંતના ચરણમાં મસ્તક નમાવીને પાછા ફર્યાં. તે વખતે કૂતરાની આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા. અા ! આ મહાત્મા આવા પવિત્ર છે ને અમે આવા ક્રૂર અનીને તેમને કરડવા આવ્યા. ધિક્કાર છે અમારી ક્રૂર જાતિને ! એમ પશ્ચાતાપ કરતાં રાજા પાસે આવ્યા ત્યારે રાજાના મનમાં થયું કે આ કૂતરા કેમ રડે છે? ત્યારે કૂતરા જાણે ઇશારા કરીને રાજાને કહેતા ના હોય કે હે રાજા ! એ સંતને કરડીને તમે અમને નરકમાં જવા માકયા ? અમે તે પશુ છીએ પણ તમે તેા માનવ છે ને ? તમને આટલું જ્ઞાન નથી કે સંતને સંતાપવાથી કેટલુ' પાપ લાગે છે ?
“ રાજાના થયેલા હૃદયપલ્ટા” કૂતરાના મૂંગા ઇશારાથી રાજાના હૃદયનું પરિવન થઈ ગયું. એના મનમાં વિચાર થયા કે આ કૂતરા કરતાં પણ હું ક્રૂર છું, પાપી છું, અધમ છું. મેં આવા પવિત્ર સંતની અવહેલના કરી? મે' સતને કરડવા કૂતરા મેાકલ્યા? અને અત્યાર સુધીમાં આવા કંઇક. સંતાની મેં અશાતના કરી છે. હુ મરીને કયાં જઈશ ? મારા પાપનું પ્રાયશ્ચિત કરવા હું આપઘાત કરીને મરી જાઉં. રાજા મરવા માટે નજીકના પહાડ ઉપર ચઢયા. ચઢીને પડવા જાય છે ત્યાં સતની દૃષ્ટિ તેમના ઉપર પડી. સંતે દુરથી કહ્યું સબૂર....સબૂર. આમ કહેતા તે પહાડ ઉપર ચઢી ગયા ને રાજાને મરવાનુ કારણ પૂછ્યું. ત્યારે રાજાએ આંખમાંથી આંસુ સારીને કહ્યું-મહારાજ ! આ પાપીને જીવતા રાખવામાં સાર નથી. હું કૂતરા, સિંહ, વાઘ અને દીપડાથી પણુ ક્રૂર છું. મહાન પાપી છું. મને મરવા દો. ત્યારે સંતે રાજાને ઉપદેશ આપ્યા કે હે રાજન! આ માનવજન્મ મહાન પુણ્યાર્ચ મળ્યેા છે. તેને આમ ગુમાવાય? અત્યાર સુધી અજ્ઞાન દશામાં તમે પાપ કર્યું. હવે સમજ્યા ત્યાંથી સવાર સમજીને પાપની પ્રવૃત્તિ બંધ કરે. એટલે રાજાએ સંતના ચરણમાં મસ્તક ઝૂકાવીને પાપના પશ્ચાતાપ કર્યાં ને પોતે કરેલા પાપની માફી માંગી, ત્યારે સંતે તેમને ઉપદેશ આપતાં કહ્યું કે હે રાજન્! દુનિયાના દરેક પ્રાણીઓને જીવવું ગમે છે. મરવુ કાઈ ને ગમતુ નથી. માટે હવે તમે આજથી પ્રતિજ્ઞા કરે કે મારે કોઈ જીવને મારવા નહિ. શિકાર કરવા નહિ. સતના ઉપદેશથી રાજાએ પ્રતિજ્ઞા કરીને જીવન સુધાર્યું. એક પ્રતિજ્ઞા પણ માનવીના જીવનમાં જો ખરાખર પળાય તા તે પેાતાના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે,