________________
લા
%
નથી. બસ, હવે આ અપમાનને બદલે ગમે તેમ કરીને લઈશ. આ ઝેરનાં બીજ વવાઈ ગયા. હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં- ૫૦ દ્વિ. શ્રાવણ સુદ ૧૩ને શુક્રવાર
તા. ૨૬-૮-૭૭ અનંત કરૂણાનીધિ, શાસન સમ્રાટ મહાવીરસ્વામીએ ભવ્ય જીના ઉદ્ધાર માટે સમજાવ્યું છે કે હે ચેતન ! તું અનાદિકાળથી પરભાવમાં રખડી રહ્યો છે. ઈન્દ્રિઓને વશ થઈને પદ્ગલિક સુખમાં તે અનંત કાળ પસાર કર્યો પણ હજુ તૃપ્તિ થઈ નથી. શા માટે તૃપિત થતી નથી તેનું કારણ તમને સમજાય છે ! શાંત ચિત્તે વિચાર કરશે તે સમજાશે કે અનંતકાળથી મારો આત્મા ભૌતિક સુખ મેળવવા માટે ભવમાં ભમ્ય છે; પણ સુખ મળ્યું નથી. દુનિયાના દરેક જીવે સુખના અભિલાષી છે, પણ સાચું સુખ કર્યું છે તેની ખબર નથી, અને પરભાવમાં પડી સુખ માટે ઉકળાટ મૂંઝવણ કર્યા કરે છે. આ ઉકળાટ અને બધી મૂંઝવણ કયાં સુધી છે? જ્યાં સુધી સમજણની સરવાણી ફૂટી નથી ત્યાં સુધી છે. છીછરા વીરડામાં પાણી આવે છે પણ થોડું ઉલેચે એટલે ખાલી થઈ જાય છે પણ પાતાળ કૂવે છેદે હેય તેમાં સદા પાણીની સેર આવ્યા કરે છે. જેમ ઉલેચશે તેમ નવું પાછું આવતું રહે છે. એટલે પાતાળ કૂવે કદી ખાલી થત નથી, તેમ જેના જીવનમાં સમજણની સરવાણી વહે છે તેને ગમે તેવા દુઃખ પડે તે પણ દુઃખ થતું નથી. સમજણ એને દુઃખ સહન કરવાનું બળ આપે છે ને દુઃખમાં સુખનો અનુભવ કરાવે છે. આવી સમજણ વીતરાગ પ્રભુની વાણીનું શ્રવણ કરવાથી મળે છે.
દેવકીરાણી નેમનાથ પ્રભુની વાણી સાંભળે છે. એને નેમનાથ પ્રભુના વચનમાં અટલ શ્રધ્ધા હતી, જાણે ભગવાન બેલ્યા જ કરે ને હું તેમના વચન રૂપી પુને મારા અંતરમાં ઝીલ્યા જ કરું એવી તેમની ભાવના હતી. સાંભળીને બેસી રહેવું એમ નહીં પણ ભાવના કેવી હતી? “વા લાગેલુ છા સદા જુત્તા ” ભગવંતની વાણીનું શ્રવણ કર્યા પછી તેનું તેઓ આચરણ કરતા હતાં. તેમને વીતરાગ વાણીનું શ્રવણ અને તેમની આજ્ઞા મુજબ આચરણ કરવાના કેડ જાગે છે? જો કેડ જાગતા હોય તે તમારામાં “રૂચી” ગુણ છે તેમ કહી શકાય. રૂચિના બે સ્વરૂપ છે. “શ્રવણ અને આચરણ” આ બન્નેની માત્ર ઈરછા નહીં પણ તીવ્ર અભિલાષા હોવી જોઈએ. કેવળ ઈચ્છાથી કામ નહી ચાલે પણ આચરણ કરવાની શક્તિ જોઈશે. આવી રૂચી વિના સમ્યક્ત્વ રત્નની શુદિધ ન થઈ શકે. સંગીતના રસીયાઓને કેઈ શ્રેષ્ઠ સંગીતકારનું સંગીત સાંભળવાને કેટલે રસ હોય છે! એનાથી પણ અધિક રસ જીવને વીતરાગ વાણી સાંભળવામાં હવે જોઈએ.