________________
શારદા દર્શન
હતે. આ શેઠ ધમષ્ઠ ખૂબ હતાં. દરરોજ સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરવી, સંત સમાગમ કરે. સુપાત્ર દાન દેવું આ બધું શેઠને ખૂબ ગમતું હતું. શેઠ ખૂબ ગુણીયલ ને ગંભીર હતાં, પણ તેમને એક વાતનું મોટું દુઃખ હતું. બેલે શું દુઃખ હશે? તે તમે કહેશે? પૈસા, પત્ની, પરિવાર, પ્રતિષ્ઠા બધું હતું. શેઠને એકને એક પુત્ર હતું. તેને ખૂબ લાડકેડથી ઉછેર્યો હતો, પણ કમભાગ્યે એ છોકરો મોટે થતાં સાતે વ્યસનમાં આસક્ત બની ગયે. બાપના સ્વભાવથી તેને સ્વભાવ તદ્દન વિરુદ્ધ હતું. બાપને સંત બહુ ગમતાં જ્યારે છોકરાને સાધુ સંતે દીઠા ગમતાં નહિ. ધર્મનું તે નામ સાંભળવું ન ગમે. આ છોકરાનું વર્તન જોઈને બાપનું લોહી ઉકળી જતું. હું આ ખાનદાન, હું આટલે ધર્મ કરું ને મારો છેક આ નીકળે? મારી આબરૂ શી ? છોકરાને ઘણીવાર પાસે બેસાડીને સમજાવતાં ને તેને સુધારવા માટે પ્રયત્નો કરતાં હતાં, પણ કઈ રીતે કરો સુધરતું નથી. આને કેવી રીતે સુધારે તેના વિચારમાં સદા તે ચિંતાતુર રહેતાં હતાં.
એક વખત તે ગામમાં એક પવિત્ર પરોપકારી સંત પધાર્યા. પૂર શેષકાળ તે ગામમાં રોકાયા. પેલા શેઠ રોજ ઉપાશ્રયે જતા. સામાયિક–પ્રતિક્રમણ દરરોજ કરતાં. આઠમ-પાખીના દિવસે પૌષધ કરતાં પણ શેઠનું મુખ ઉદાસ રહેતું. એમના મુખ ઉપર સદા ચિંતાની રેખાઓ તરવર્યા કરતી હતી. સંત વિચારે છે કે આને કંઈક દુઃખ છે. એક દિવસ શેઠ પૌષધ કરીને બેઠા હતાં. તે દિવસે બીજું કઈ ન હતું. એકલા શેઠને જોઈને સંતે પૂછયું-શેઠ! તમે સંપત્તિથી મહાન છે. ગામમાં તમારી પ્રતિષ્ઠા ખૂબ છે. આપનું કુટુંબ વિશાળ છે, પુત્ર પણ છે. ગામમાં તમારું વર્ચસ્વ ઘણું છે. છતાં આપ રાત-દિવસ ઉદાસ કેમ રહે છે?
સંતની વાત સાંભળીને શેઠનું હૈયું ભરાઈ ગયું. આંખમાં આંસુ આવી ગયા. માનવીની આંખમાં બે પ્રકારે આંસુ આવે છે. કેઈ વખત હર્ષના આંસુ આવે છે ને કઈ વખત દુઃખના આંસુ આવે છે. હર્ષના આંસુ માણસને ખીલાવે છે ને દુઃખના આંસુ માણસનું લેહી બાળી નાંખે છે. શેઠની આખમાં આંસુ જોઈ સંતે હિંમત આપીને કહ્યું કે તમને જે દુઃખ હેય તે મને કહે, તમારું હૈયું હળવું થશે. સંસારમાંથી અકળાયેલા મૂંઝાયેલે માનવી તેની પાસે હૈયાની વરાળ ઘણીવાર ઠાલવે છે. એની ગુપ્ત વાતે કહે છે પણ સંતે કદી કોઈને કહે નહિ. સંત કહે છે શેઠ! જે હોય તે દિલ ખોલીને કહે. સંતે ખૂબ પૂછ્યું એટલે શેઠે કહ્યું- ગુરૂદેવ ! સંસારમાં કહે તેટલું સુખ મારે ઘેર છે. માત્ર એક વાતનું દુઃખ છે કે મારે એકને એક દીકરે છે. તે સાતે સાત વ્યસનમાં પૂરો થઈ ગયેલ છે. એક પણ વ્યસન એણે બાકી રાખ્યું નથી. એ મારા કુળને કલંકિત કરવા ઉઠે છે. મારું નામ ઉજજવળ કરવાને બદલે