________________
શારદા દળ
ન હતું. કોઈ પણ ગરીબ કે દુઃખી આંગણે આવે તેને પ્રેમથી બેલાવતે. જમાડ ને જરૂર પ્રમાણે મદદ કરતો હતો. તે સમજતો હતું કે મારી લક્ષ્મીને સત્કાર્યમાં વ્યય થઈ રહ્યો છે તેથી મારું પુણ્ય વધે છે. જેનું પુણ્ય વધતું જાય છે તેને ઘેરથી લક્ષમીને જવું હોય તે પણ તેને રોકાઈ જવું પડે છે.
એક શેઠ રાત્રે શાંતિથી ઊંઘી ગયા હતા. તે વખતે તેના ઘરની લક્ષ્મીદેવીએ તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે શેઠ ! તમે જાગૃત થાઓ. હું આજથી સાતમા દિવસે તમારા ઘરમાંથી વિદાય લેવાની છું. આ સાંભળીને શેઠ જાગૃત થયા. મનમાં જરા પણ ગભરાટ કે દુઃખ ન થયું. તમને કદાચ આવું સ્વપ્ન આવે તે તમે રડવા બેસી જાએ, કારણ કે તમને લક્ષ્મીને મેહ છે. શેઠને મળ્યું હતું પણ તેને તેમને બિલકુલ મમત્વ કે મોહન હતું. કારણ કે તે ધર્મતત્ત્વને સમજેલા હતા. પુણ્યથી મળેલા પૈસામાં આસક્ત ન હતા, એટલે લક્ષમીદેવીએ કહ્યું કે હું આજથી સાતમે દિવસે વિદાય થઈશ છતાં દુઃખ ન થયું. શેઠે સવારમાં ઉઠીને ધર્મધ્યાન કર્યું. સંતના દર્શન કર્યા અને વ્યાખ્યાન વાણી સાંભળીને ઘેર આવ્યા. જમી પરવારીને બપોરના પિતાની પત્ની, પુત્ર અને પુત્રવધુઓને ભેગા કર્યા, અને પોતાને રાત્રે આવેલા સ્વપ્નની વાત કરીને પૂછયુંબેલે, લક્ષ્મી તે જવાની છે. હવે તમારે શું વિચાર છે? ત્યારે વિયવંત પુત્ર અને પુત્રવધુઓ કહે છે પિતાજી! આપની જે ઈચ્છા તે અમારી ઈચ્છા છે, ત્યારે શેઠે કહ્યું કે મારી ઈચ્છા તે એવી છે કે આપણી પાસે લક્ષમી છે તે દાન પુણ્યમાં વાપરીને દીક્ષા લઈ લઈએ.
બંધુઓ ! શેઠના જીવનમાં સમ્યક્ત્વની કેવી ઝલક હશે ! તેમણે જે વિચાર દર્શાવ્યા તે આખા પરિવારે સ્વીકાર્યો, અને ઉત્કૃષ્ટ ભાવે દાન આપતાં શેઠે નવું પુણ્ય ઉપાર્જન કર્યું. સવારે દીક્ષા લેવાનો નિર્ણય છે અને રાત્રે લક્ષ્મીજી રૂમઝુમ કરતાં આવીને શેઠને કહે છે શેઠજી ! તમે તે ગજબ કર્યો. તમે જે ઉત્કૃષ્ટ ભાવે દાન કર્યું તેમાં ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. હવે હું તમારા ઘરમાંથી જવાની નથી. શેઠે કહી દીધું કે તારે રહેવું હોય તે ય ભલે ને જવું હોય તે ય ભલે, પણ મારે તારી જરૂર નથી. મેં અને મારા કુટુંબે આવતીકાલે પ્રભાતના પ્રહરમાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અમારો નિર્ણય અફર છે. નાશવંત લક્ષમીની અમારે જરૂર નથી. અમારે શાશ્વત લક્ષ્મી જોઈએ છીએ. શેઠે તેમના કુટુંબ સહિત દીક્ષા લીધી અને આત્મકલયાણ કર્યું. સમજાણુંને? “જિકaહ્ય કૃr 17 વૈરાગ્યવાસિત આત્માને સંસારના બધા વૈભવ વિલાસે તણખલા જેવા લાગે છે. તમારે આવું જીવન બનાવવું હોય તો સંતને સમાગમ કરે. તેથી જીવનમાં સદ્દગુણે આવે, અસંતોષ આદિ દુર્ગણે દૂર થાય તેનાથી ઘણાં પાપકર્મો અટકી જાય. કવિએ કહ્યું છે કે
“સંતેષથી જીવન ગુજારે, એટલું પ્રભુ આપજો; ઘર ઘર ગરીબી છે છતાં પણ દિલ અમીરી રાખજે.”