________________
શાહ દર્શન
- યુર્ધિષ્ઠિર રાજા બન્યા. તેમણે યાચકને પુષ્કળ દ્રવ્ય આપીને ધનવાન બનાવ્યા. કેદીઓને જેલમાંથી મુક્ત કરાવ્યા. ત્યારબાદ રાજ્યાભિષેક પ્રસંગે પધારેલા રાજાએ તરફથી જુદી જુદી કિંમતી વસ્તુઓ ભેટ આપીને યુધિષ્ઠિરને સત્કાર કરવામાં આવ્યું. રાજ્યાભિષેક થયા બાદ યુધિષ્ઠિરને બીજા નવા વસ્ત્રાલંકારો પહેરાવ્યા. તેનાથી તેઓ ઈન્દ્ર મહારાજાની માફક શેભવા લાગ્યા. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પ્રસંગે વિદ્યાધર, મણીચૂડ, હેમાંગદ વિગેરે રાજાઓ પણ આવ્યા હતા. અજુનની આજ્ઞાથી મણીચૂડ, વિદ્યારે તેની વિદ્યાના પ્રભાવથી દિવ્ય સભાનું નિર્માણ કર્યું. તે રત્નમય દિવ્ય સભામાં યુધિષ્ઠિર પધાર્યા. ત્યાં કેઈને અંધકારને ખ્યાલ ન આવે તેવી સ્ફટિકની દિવાલ બનાવવામાં આવી હતી. દેવસભાની જેમ તે સભા શોભતી હતી.
મસ્તક મુકુટ કાન યુગ કુંડલ, ગલે અલક હાર,
શિર ૫ છત્ર ચંવર દે વીંઝે, શોભે ઈન્દ્ર ઉનિહાર -શ્રોતા માથે મુગટ, કાનમાં કુંડળ, હાથે બાજુબંધ, ગળામાં સાતસેરા, નવસેરા કિંમતી હાર, કેડમાં કંદોરે વિગેરે આભૂષણની સજાવટ, માથે છત્ર ધર્યું છે અને બે બાજુ બે પ્રતિહારે ચામર વીંઝી રહ્યા છે. આથી યુધિષ્ઠિર દિવ્ય સભામાં સૌધર્મેન્દ્રની માફક
ભવા લાગ્યા. રાજાઓની ભેટ આપવાની વિધિ પૂર્ણ થઈ ત્યારબાદ નગરજને, મંત્રીઓ અને સામંતોએ પણ તેમને કિંમતી ચીજોનું લેણું કર્યું, અને હસ્તિનાપુરના રાજા તરીકે યુધિષ્ઠિરની જાહેરાત થઈ. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો અને આખા હસ્તિનાપુરમાં દશ દિવસ સુધી ઉત્સવ ઉજવાયો. દેશદેશમાં યુધિષ્ઠિર રાજા થયાના સમાચાર પહોંચી ગયા. આ સાંભળીને સજજન અને શૂરવીર રાજાઓને આનંદ થયે પણ શત્રુ રાજાઓના હાથ ગગડી ગયા. યુધિષ્ઠિર તે મહાબળવાન છે. તેની સામે ઉભા રહેવાનું આપણું ગજું નથી. ચારે તરફ ધર્મરાજાના યશગાન ગવાવા લાગ્યા.
પાંડુરાજા પણ પિતાના માથેથી રાજપને ભાર હળવો કરીને આનંદ માનવા લાગ્યા. બંધુઓ! આ પાંડુરાજાએ કેટલે મેહ છોડ કહેવાય? કંઇક રાજાએ વૃદ્ધ થાય, છતાં રાજગાદીને મેહ છોડતા નથી ત્યારે તેના પુત્ર એમ વિચાર કરતા હોય છે કે કયારે આ પિતાજી ગાદીને મેહ છેડે ને આપણને રાજગાદી મળે, કંઈક જગ્યાએ રાજગાદીના મેહ પાછળ પુત્ર પિતાના ખૂન કરવા તૈયાર થયા છે. જ્યારે અહીં પાંડુરાજાએ વેચ્છાથી રાજયની મમતા છોડી. પાંડવોને રાજગાદીને બિલકુલ મોહ ન હતો, પણ પિતાના આગ્રહથી રાજય તેવું પડયું, પાંડુરાજાએ મમત ને પિટલે માથેથી ઉતાર્યો. યુધિષ્ઠિર રાજા થવાથી સારા હસ્તિનાપુરમાં આનંદ છવાઈ ગયે છે, હવે યુધિષ્ઠિર રાજા શું કરશે તેના ભાવ અવસરે.