________________
શારદા દર્શન ભકિત કરવી જોઈએ. આવી અંતરની ભાવના જાગશે તે કઈ ને કઈ નિમિત્ત મળી જશે. નિમિત્ત વિના કાર્યની સિદ્ધિ થતી નથી. જેનું ઉપાદાન શુદ્ધ હોય છે તેને સહેજે કેઈ ને કેઈ નિમિત્ત મળી જાય છે.
કુંભાર ઘડો બનાવવા માટે માટીને પલાળી, ખૂદીને પિંડ તૈયાર કરે છે. પછી ઘડે બનાવવા માટે ચાક, દંડ વિગેરે સાધનની જરૂર પડે છે. ઘડા બનાવવાના સમયે કુંભાર, ચાક, દંડે વિગેરે બધું હોય તેજ ઘડો બને છે. એવી રીતે જ્યારે જીવને આત્મકલ્યાણને સમય આવે છે ત્યારે તેને કઈને કઈ નિમિત્ત મળી જાય છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક જંગલમાં એક પાપી–હત્યારો માણસ ઝુંપડી બાંધીને રહેતું હતું. જે કોઈ આ જંગલમાંથી નીકળે તેને એ દુષ્ટ માણસ ખૂબ સતાવતો હતો. એક સંત ખૂબ તપસ્વી અને ક્ષમાવાન હતાં. એમણે તપશ્ચર્યાના બળથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એના બળથી તે ઇચ્છે છે કેઈને બાળીને ભસ્મ કરી દે તેવી શક્તિ હતી, પણ સંતેનું હદય કરૂણાથી છલકાતું હોય છે. તેઓ કેઈને દુઃખી કરવામાં પિતાની શક્તિને ઉપયોગ કરતાં ન હતાં. આ સંત જૈન સાધુ ન હતા પણ ખૂબ ક્ષમાવાન હતા. એક વખત તે સંત ફરતાં ફરતાં બીજે ગામ જઈ રહ્યા હતાં. માર્ગમાં ગાઢ જંગલ આવ્યું, ઘણું ચાલવાથી સંત ખૂબ થાકી ગયા એટલે પેલા માણસની ઝુંપડીની બાજુમાં એક મેટું ઘટાદાર આંબાનું વૃક્ષ હતું તેની નીચે વિસામો ખાવા બેઠા.
મહાત્માએ રાખેલી અપૂવ ક્ષમા :” = પેલે માણસ ઝૂંપડીની બહાર નીકળે બાજુમાં નજર કરી તો ઝાડ નીચે સંતને જોયા. ભારે કમી છવ હતું. એને સાધુ સંતે ગમતાં ન હતાં, એટલે સંતને જોતાંની સાથે કોધથી લાલચેળ થઈ ગયે ને મોટી બૂમ પાડીને કહે છે કે હે દુખ ! તું અહીં શા માટે આવ્યા છે ? હું અહીં રહું છું તે તને ખબર નથી કે તે અહીં આવવાની હિંમત કરી ? ત્યારે સંતે નીડરતાપૂર્વક એને જવાબ આપ્યો કે ભાઈ ! અમે તે સાધુ કહેવાઈએ. આત્માની મસ્તીમાં રહેવાવાળા રમતા રાજ જેવા કહેવાઈએ. આજે અહીં તે કાલે કરાંના કયાં ચાલ્યા જઈએ. અમારે રહેવા માટે કઈ સ્થાન નિશ્ચિત નથી. જયાં મરજી પડે ત્યાં રહીએ ને ભગવાનનું ભજન કરીએ, પણ ભાઈ! મારા આવવાથી તેને જે દુઃખ થતું હોય તે હું હમણાં જ અહીંથી ચાલ્યા જાઉં છું. સંતે નમ્રતાપૂર્વક જવાબ આપે.
જુઓ, સંતે કેટલી નમ્રતાથી જવાબ આપે પણ દુષ્ટ માણસને એની નમ્રતા કે વિવેકનો ખ્યાલ નથી રહેતું. સંતે એને કંઈ ખરાબ કહ્યું છે કે તેના ઉપર ક્રોધ પણ કર્યો છે? “ના, છતાં ગુસ્સે થઈને હાથમાં મોટે પથ્થર લઈને કહે છે કે હે, પાખંડી! અહીં તારા બાપનું રાજય છે કે મારી રજા વગર ચાલે આજે? અને પાછા