________________
૩૮
શારદા દર
સંભાળવા લાગ્યા. રાજયાભિષેક વખતે ધૃતરાષ્ટ્ર, કૌરે બધા આવેલા છે. ખૂબ આનંદ મંગલપૂર્વક રાજ્યાભિષેકને મહત્સવ થશે. હવે જુઓ, પાંડવોની કેટલી ઉદારતા છે! સમસ્ત રાજયની માલિકી યુધિષ્ઠિરની છે છતાં એમણે શું કર્યું? પિતાનું રાજ્ય હોવા છતાં ધર્મરાજાએ દુર્યોધનને ઇન્દ્રપ્રસ્થની રાજધાની ઑપી. એમણે એક જ વિચાર કર્યો કે કૌર પણ મારા ભાઈઓ છે ને ! હું રાજય કરું ને એ બેસી રહે ? એટલે દુર્યોધનને ઈન્દ્રપ્રસ્થને રાજા બનાવ્યું અને બીજા ભાઈઓને પણ અલગ અલગ દેશના અધિકારી બનાવ્યા, ખૂબ સુંદર રીતે વહેંચણીની વ્યવસ્થા કરી. પાંડુરાજ પુત્રોની ઉદારતા જોઈ આવેલા દરેક રાજાઓ તેમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા, અને હવે મહોત્સવ પૂરો થતાં દરેક રાજાઓ પાંડુરાજાના તથા યુધિષ્ઠિરના ચરણમાં નમીને જવાની રજા માંગવા લાગ્યા, તે વખતે પાંડુરાજાએ આવેલા મહેમાન રાજાઓને ખૂબ આદર સત્કાર કર્યો. રાજાઓ જે જે મૂલ્યવાન ભેટણાં લાવ્યા હતા તેને સહર્ષ સ્વીકાર કર્યો, અને પછી લાવ્યા હતા તે કરતાં ડબલ આપીને સન્માનપૂર્વક વિદાય કર્યા. કૃષ્ણ વાસુદેવ પણ ધર્મરાજાને આશીવાદ આપીને દ્વારકા ગયા.
દુર્યોધનને યુધિષ્ઠિરે રાજય આપ્યું પણ તેના મનમાં તે એમ થવા લાગ્યું કે મારે તે યુધિષ્ઠિરની આજ્ઞામાં જ રહેવાનું ને? એને હસ્તિનાપુરમાં રહેવું ન ગમ્યું એટલે એના માતા-પિતા વિગેરેને લઈને ઈન્દ્રપ્રસ્થ શહેરમાં જઈને રહેવા લાગ્યો અને દ્રોણાચાર્ય, વિદરજી, ગાંગેય એટલે ભીષ્મપિતા વિગેરે પવિત્ર પુરૂષે ધર્મરાજાના ગુણેથી આકર્ષાઈને તેમની પાસે રહ્યા. ઈન્દ્ર સમાન તેજસ્વી યુધિષ્ઠિર રાજા પ્રતિપક્ષી રાજાઓથી પૂજાતા પિતાના સુયશને ચારે દિશાઓમાં ફેલાવતા પિતાના ભાઈ એની સાથે આનંદપૂર્વક હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા. આ જોઈને પાંડુરાજાને ખૂબ સંતોષ થશે. હવે પાંડુરાજાએ કહ્યું હે મારા વહાલા પુત્ર ! તમે રાજનીતિમાં ખૂબ કુશળ થઈ ગયા છે. મને ખૂબ સંતોષ થયો છે. હવે મને સંયમ માર્ગે જવાની રજા આપે.
રાજ યુધિષ્ઠિરને નિજ પિતૃસે, ખૂબ કરી નરમાઈ,
દીક્ષિત હેને સે વંચિત રખે, ઠહરાએ ઘરમાં હે.શ્રોતા
પણ યુધિષ્ઠિર આદિ પાંચે ભાઈઓ પાંડુરાજાને એવા વળગી પડયા કે અમે તમને નહિ જવા દઈએ. આપ ભલે બીજું કાંઈ ન કરશે, ખુશીથી ધર્મારાધના કરો પણ આપ હો તે અમને મીઠી હુંફ મળે. ખૂબ આગ્રહ કરીને પાંડુરાજાને દીક્ષા લેવા દીધી નહિ. પાંડુરાજા અનાસક્ત યોગીની માફક રાજ્યમાં રહેવા લાગ્યા.
વસંતઋતુમાં વનરાજી ખીલી ઉઠે છે તેમ યુધિષ્ઠિરના ન્યાય, નીતિ, સત્ય, સદાચાર, સહિષ્ણુતા વિગેરે ગુણોથી રાય લક્ષમી વિશેષ ખીલી ઉઠી હતી. સમુદ્રની ભરતીની માફક યુધિષ્ઠિરમાં ધર્મભાવનાની પણ વૃદ્ધિ થવા લાગી. યુધિષ્ઠિરની તેજસ્વિતા,