________________
કટઢ
penceret ved
એમ કહ્યું કે આ તમારી પુત્રી બધી રીતે હોંશિયાર છે, ગુણવાન છે, સાસરે ખૂબ સુખી થશે પણ તે મૃતવંધ્યા થશે. મૃતવંધ્યા એટલે તમે સમજી ગયાં ને ? એટલે કે તે જે પુત્રને જન્મ આપશે તે બધા મરેલા જન્મશે. આ વાત સુલશાએ સાંભળી અને તેના મનમાં થયું કે અહો! હું મરેલા પુત્રોને જન્મ આપનારી બનીશ? પ્રસૂતિના દુઃખ કેટલા ભયંકર છે એ તે જન્મદેનારી માતાઓ જ જાણે છે. આજે સંતાને મોટા થતાં માતાને ભૂલી જાય છે પણ તેને ખબર નથી હોતી કે નવ નવ માસ માતાએ મને ગર્ભમાં રાખે, મારો ભાર વહન કર્યો અને જન્મ આપતાં કેટલું કષ્ટ વેઠયું અને જન્મ આપ્યા પછી પણ બાળકને ઉછેરતાં માતા કેટલું કષ્ટ વેઠે છે!
અહીં સુલશાએ વિચાર કર્યો કે પ્રસૂતિની ઘોર વેદના સહન કરવી ને સંતાનનું મુખ જેવા ન મળે. હવે તેને માટે સુલશાએ શું વિચાર્યું હતું તે વાત નેમનાથ ભગવાન દેવકને કહેશે તે અવસરે.
ચરિત્ર - પાંડુરાજાએ યુધિષ્ઠરને રાજ્યાભિષેક કરવા માટે આખું હસ્તિનાપુર ખૂબ સુંદર સજાવટથી શણગાર્યું છે. તેમાં બનાવેલા સ્નાનમંડપની વચમાં રાખેલા સેનાના રત્નજડિત બાજોઠ ઉપર શુભ મુહુર્ત ધર્મરાજાને બેસાડવામાં આવ્યા.
યુધિષ્ઠિરને રાજ્યાભિષેક” :ધર્મરાજાને સ્નાન કરાવવા માટે પાંડુરાજાએ ગંગાજળનાં પવિત્ર પાણી મંગાવ્યા અને તેમાં સુગંધી પદાર્થો નાંખીને સોનાના રત્નજડિત કુંભમાં ભરાવ્યું. ગંગા નદીનું પાણી એટલા માટે મંગાવ્યું કે ગંગાનદી પવિત્ર ને નિર્મળ છે. તેના પાણીથી સ્નાન કરીને હે રાજન! તમે પવિત્ર અને નિર્મળ બનજો. એવી અંતરની અભિલાષા સહિત યુધિષ્ઠિરને પાંડુરાજા પોતે નાન કરાવે છે. તે સમયે મંગલ વાજ, શરણાઈ, ઢેલનગારા વિગેરે વાગવા લાગ્યા ને યુવતિઓ મંગલ ગીત ગાવા લાગી. ; ધર્મરાજાને સ્નાન કરાવીને પાંડુરાજાએ તેમના ગળામાં ઉંચા પ્રકારના સુગંધિત પુપિની માળા પહેરાવી. સુંદર કિંમતી રત્નના આભૂષણે પહેરાવ્યા. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક માટે શીલ્પીઓએ હીરા, માણેક અને પનાથી જડિત સુંદર વિમાન બનાવી તેમાં સિંહાસન ગઠવ્યું. રાજશાહી પિષાક અને અલંકારથી સજાવીને યુધિષ્ઠિરને તેના ઉપર બેસાડયા. ત્યારબાદ પાંડુરાજાએ કૃષ્ણ વાસુદેવ પ્રમુખ બધા રાજાઓની સમક્ષમાં પૂછ્યું કે યુધિષ્ઠિરને રાજ્ય સંપુ છું તે તમને બધાને માન્ય છે ને? બધા રાજાઓએ એકી અવાજે તે વાતને સ્વીકાર કર્યો. પછી બ્રાહ્મણએ આરતી ઉતારી, પુરે હિતેઓ મંગલમય મંત્રનું ઉચ્ચારણ કર્યું અને શુભ શુકને પાંડુરાજાએ યુધિષ્ઠિરના કપાળમાં રાજતિલક કર્યું એટલે બધા રાજાઓએ યુધિષ્ઠિર મહારાજાને જયજયકાર બોલાવ્યો. ભીષ્મ પિતામહ, વિદુરજી વિગેરે વૃદ્ધજનેએ આશીર્વાદના અમી વરસાવ્યા. કવિ, ભાટ અને ચારણે તેમની બિરદાવલી ગાવા લાગ્યા.