________________
શારદા દર્શન
૩૩e
સમય બગડતું હતું. તેથી મારી માતાએ મારા વહાલા પ્રભુના મરણમાં અંતરાય કરનારી ઉપાધિ દૂર કરી. અરેરે બેટા! આ તારા હાથ પગમાં કેવી લેખંડની બેડી નાંખી છે ! ત્યારે કહે છે બાપુજી! જુઓ, મારા હાથ, પગ છૂટા હોય તે હરવા ફરવાનું મન થાય અને કાયાની માયામાં પ્રભુની માયા ઓછી થાય અને પ્રભુની સાથે જે માયા કરવી હોય તે કાયાની માયા–મમતા બધું છોડવું પડે. તેથી મારી કલ્યાણકારી માતાએ કાયાની માયા તેડાવી પ્રભુની માયા કરવાની સગવડ કરી આપી. ત્યારે શેઠ કહે છે અરેરે. મારી કુમળી કુલ જેવી દીકરીને ત્રણ ત્રણ દિવસ ને રાત ભૂખી-તરસી મારી?
ચંદના કહે–બાપુજી! ખાવું-પીવું એ તે પીડા છે. એટલે સમય મને ભગવાન ભૂલાઈ જતાં. એટલે મારી માતાએ મારા વહાલા વીરને એક ઘડી પણ ભૂલી ન જાઉં તે માટેની સગવડ કરી આપી. કેવી સુંદર સગવડ ! બાકી ખાવા પીવામાં પડી જાઉં તે મારે ધર્મ ભૂલી જાઉં. તે ન ભૂલી જાઉં તે માટે અનુકૂળતા કરી આપી છે. માટે આપ ચિંતા નહિ કરો. ત્યારે શેઠ કહે છે અરેરે.બેટા ! તને આ અંધારા ભેંયરામાં પૂરી ? એણે આ કયા ભવના વૈર વાળ્યા ? પિતાજી ! એમ નથી. જે હું બહાર હોઉં તે ઘરકામમાં જોડાવું પડે તેથી મને મારા વીતરાગ પ્રભુને ભજવાને આટલે સમય કયાંથી મળે ? એટલે મારી વહાલી માતાએ તે મારા ઉપર દયા કરી છે કે હે દીકરી ! તને તારા ભગવાનને ભજવામાં અંતરાય પડે છે. માટે નિરાંતે ચોવીસ કલાક પેટ ભરીને ભગવાનનું રટણ કર એમ માની લેંયરામાં પૂરી છે. તેમાં કંઈ ખોટું થયું નથી. મને તે ખૂબ આનંદ થયો છે. હું તે હસું છું ને તમે શા માટે રડે છે ?
જ્યાં દીકરીને આનંદ હોય ત્યાં પિતાજીએ આનંદ માનવે જોઈએ તેના બદલે તમે તે રડી રહ્યા છે. છાના રહી જાઓ. આ શું કરો છો ? આટલું જ્યાં ચંદનબાળાએ કહ્યું ત્યાં શેઠનું હૃદય હળવું ફૂલ બની ગયું, અને તેને હાથ પકડીને ભેંયરામાંથી બહાર કાઢીને ઘરના ઉંબરામાં બેસાડી.
ચંદનબાળાની દષ્ટિ કેટલી નિર્મળ અને ગુણગ્રાહી હતી કે તેણે દુઃખ આપનારી મૂળા માતાને પણ દરેક બાબતમાં પોતાની ઉપકારી ગણી. માથે મુંડન, હાથ પગમાં બેડી, ત્રણ ત્રણ દિવસની ભૂખ-તરસ વિગેરે જુમે છતાં એણે પ્રભુ ભજવાની સગવડ માની. આહાહા.કેવી તેની ક્ષમા ! દુઃખે ને હોંશથી સહન કર્યા પણ દુઃખને આપત્તિ રૂપ માન્યા નહિ, ઈર્ષ્યા કરનાર મૂળા માતા ઉપર સહેજ પણ દેષનું આરોપણ કર્યું નહિ પણ પોતે પૂર્વે કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે તેમ માનીને “નમે મહાવીરાયનું રટણ કરવા લાગી. કારણ કે તેને પ્રભુના રટણની એટલી બધી લગની હતી કે જેણે માથે મુંડન, બેડી, ભૂખ-તરસ, કેદ વિગેરેને પ્રભુના મરણ માટે સંપત્તિ રૂ૫ માન્યા,