________________
શારદા દાન એમ કહી શકાય. આ ચાર દિવસની જિંદગી માટે આ પ્રવાસમાં કેણ મૂખ હોય કે તે સાથેના પ્રવાસીઓ સાથે કટુતા સાધે, વિગ્રહ કરે, વેર બાંધે, મનમાં ડંખ રાખે અને શત્રુઓ વધારે? શા માટે સંપ અને શાંતિથી ન રહે? કદાચ મનદુઃખ, વૈરભાવ કટુતા કે કંકાસ થઈ ગયો હોય તે પ્રેમપૂર્વક હૃદયથી શા માટે માફી ન માંગે? ક્ષમાપનાના પવિત્ર નીરમાં જે પ્રવાસી સ્નાન કરે છે તે સ્વ-પર કલ્યાણ સાધી શકે છે. કહ્યું છે કે
બેઉ કર જોડી નમી પડે, અન્યના નાદમાં,
માગે અને અર્પો ક્ષમા હૃદયથી, અંતર તણું એ નાદમાં ક્ષમાપના માત્ર “મિચ્છામિ દુક્કડ” બેલવાથી સાર્થક થતી નથી. એની સાથે હદયનો ભાવ સંપૂર્ણ ભળ જોઈએ. ક્ષમાપના વીરનું આભૂષણ છે. કર્મોને બાળી નાખનાર ચિનગારી સમાન છે. પવિત્ર પાવન ઝરણું છે. ધર્મને સાર છે સે ટચની લગડી સમાન છે. મેક્ષસીડીનું પ્રથમ પગથિયું છે. પરમ પ્રકાશને માર્ગ છે. ક્ષમાપનાએ દુઃખને દૂર કરનાર સર્વ શ્રેષ્ઠ સંજીવની છે. આ પર્વ ક્ષમા માગો, ક્ષમા આપ, ક્ષમા સાધે અને ક્ષમા ઝહે આ ચાર સીગ્નલ આપે છે.
જેમની સાથે સારા મીઠા સંબંધે છે એમને ઘેર જઈ ક્ષમાપના કરવાને કઈ અર્થ નથી. ક્ષમા તે એવી માંગે કે એક વાર જે ગુને થઈ ગયા છે તે ભવિષ્યમાં ફરી વાર ન થાય. આજે ખમતખામણું તે ઘણાં કરે છે પણ ઉપરછલા હોય છે. અંતર શુદ્ધ નથી હતું તેથી ક્ષમાપના માંગ્યા પછી પણ વર્તન તે જે હેાય છે. તે હોય છે. યાદ રાખે કે નમ્રતા વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જે જાતિવાન અને કુળવાન હોય તે વીતરાગ ધર્મને સારી રીતે જાણે છે. તેનામાં નમ્રતા ખૂબ હોય છે. ઘણીવાર તમે જોયું હશે કે ઉંચી જાતનાં વૃક્ષે પણ ફળ આવતાં નમી પડે છે. એક કહેવત છે ને કે,
“નમે તે આંબા આંબલી, નમે તે દાઢમ દ્રાક્ષ
એરંડા બિચારા કયા નામે, હીની ઉનકી જાત.” એરંડાનું વૃક્ષ સૂકાઈ જાય પણ ઝૂકે નહિ. કેમ કે તે આંબા, આંબલી, દાડમ અને દ્રાક્ષ જેવું ઉંચી જાતનું વૃક્ષ નથી જે ઉંચું બનવું હોય તે નમ્રતા વિના નહિ બનાય. જ્યારે જીવનમાં નમ્રતા આવશે ત્યારે જરૂર ક્ષમાને ગુણ આવશે. આજે આપણું જીવનમાંથી કષાયના કચરા કાઢીને ક્ષમાન ગુણ લાવવો છે, અને એ જ માટે આપણે અંતરની આલેચના કરીએ છીએ. શાસ્ત્રકાર કહે છે કે આતો અવિંતો વિષે ના સુનાવમો | કર્મોની આલેચના અને નિંદા કરનાર શ્રાવક જ્ઞાનાવરણી આદિ આઠ કર્મોને તત્કાળ ખપાવી નાંખે છે, આજનો દિવસ આપણને એ સૂચવે છે કે પિતાથી થયેલી ભૂલે અને પાપની તમે નિંદા કરે અને ગહ કરે તે તમારા કર્મોના બંધન એકદમ ઢીલા થઈ જશે. ઉગ્ર પશ્ચાતાપના બળે કર્મો પણ તત્કાળ ખપી જશે. સમજાય છે ને