________________
શા
હશે
જેટલી ગાળે દેવી હોય તેટલી દે, કારણ કે તમારી પાસે છે પણ મારી પાસે એક પણ ગાળ નથી તે તમને શું આપું? બેલે, છેવટે ગાળ દેનારે થાકે ને? તમારે પણ જીવનમાં ક્ષમાનું સર્જન કરવું હોય તે દિલથી દિલાવર બનવું પડશે.
એક વખતને પ્રસંગ છે. એક સુખી બ્રાહ્માણનું કુટુંબ હતું પણ કર્મોદયે દિવસે જતાં તે ખૂબ દુઃખી થાય છે. છેવટમાં ખાવાપીવાને પણ સાંસા પડ્યા. નોકરી કરવા
જ્યાં જાય ત્યાં તેને પગલે વહેપારીને નુકશાન થતું આથી તેને કેઈ નેકરીમાં રાખતું નહિ. ચારે બાજુ દુઃખથી ઘેરાયેલે બ્રાહ્મણ મૃત્યુના શરણે જવા તૈયાર થશે. જ્યારે માનવી દુઃખથી ઘેરાય છે ત્યારે તેને જીવન અકારું લાગે છે. આત્મા સમજાતું નથી કે આ બધું દુઃખ મને શાથી આવ્યું છે? જે પિતાના કર્મો તરફ દષ્ટિ કરે તે આત્મા જરૂર પાપથી પાછો વળે છે. હવે આ ભાઈ મરવા માટે તૈયાર થયા પણ ઝેર લાવવાના પૈસા નથી. એટલે જંગલમાં ગયા, અને ઝાડ સાથે એક દેરડું બાંધ્યું ગળે ફાંસો ખાઈને જીવનને અંત લાવે તે તેણે નિર્ણય કર્યો. આ સમયે તેનું ભાવિ ઉજળું હશે તેથી જૈન મહાત્મા ત્યાંથી નીકળ્યા, અને આ દ્રશ્ય જોતાં તેને નીચે ઉતાર્યો. એને બેધ આપ્યો. અરે! ભલા, આમ મૃત્યુ કરવાથી શું તું સુખી થઈ જવાને છું. તું કર્મના સ્વરૂપને સમજ, આ બધું છોડી દઈને આત્મ સાધનામાં લાગી જા. તેમ કહીને તેને મહાત્માએ ખૂબ સમજાવ્યું અને નવકારમંત્ર આપ્યું. આથી બ્રાહ્મણ પૂબ ખુશ થ. બસ, હવે મારા ભાગ્યને સિતારે જાગશે ને મારા દુઃખને અંત આવશે..
એમ વિચારી શ્રદ્ધાપૂર્વક મહાત્મા પાસેથી નવકારમંત્રનું સ્મરણ કરીને વિદાય થયો. ઘેર ગયા પછી નવકારમંત્રને ખૂબ શ્રદ્ધાપૂર્વક ત્રણ દિવસ તેણે અખંડ જાપ કર્યો. ત્યાર બાદ તેના મનમાં સૂઝી આવ્યું કે હું કંઈક પ્રવૃત્તિ કરું પણ પૈસા વગર શું કરું? એટલે અમુક જાતની ગોળીઓ લઈ કાચની બાટલીમાં મૂકીને ચાર શેરીના ચેક વચ્ચે બેઠે ને હૃદયમાં નવકારમંત્રનું સ્મરણ કરતો. જે પૂછે તેને કહે કે આ જાદુ ભરેલી ગેળી બધા દુઃખને મટાડનાર છે. તેથી લકે તેની મશ્કરી કરવા લાગ્યા ને કહેવા લાગ્યા કે તે તારી ગરીબાઈ ટળી જશે ને? તે શ્રદ્ધાપૂર્વક બેલતે કે હા, આ વહેપારથી મારી ગરીબાઈ ટળી જશે. આમ કરતાં ત્યાં એક કુંભાર આવ્યું ને કહે છે વૈદ્યરાજ ! મારું ગધેડું ખવાઈ ગયું છે તે જડશે? હા હા, લઈ જાવ આ બે ગળી, બ્રાહ્મણે તે નવકારમંત્ર ગણીને બે ગોળી આપીને કહ્યું કે સાંજે ગરમ પાણી સાથે લેજે. હવે કુંભારે વૈવના કહ્યા પ્રમાણે કર્યું. રાતના આઠ વાગ્યા ને પેટમાં તે ખદાખદી થઈ. બિચારો સંડાસ જઈને થાકી ગયે. (હસાહસ) શું તમે બધા સમજી. ગયા કે હસવા લાગ્યા? ગળી શાની હતી ખબર છે? નેપાળની. જેમ નેપાળાએ એનું પેટ સાફ કરવા માંડયું તેમ આજે આપણે પણ ક્ષમા રૂપ નેપાળની ગોળી લઈ