________________
શા દર્શન
કંપ ક્રોધ, કષાય રૂપી કચરાને બહાર કાઢવાના છે. હવે કુદરતને કરવું કે કુંભારને ગધેડું જડી ગયું. કુંભાર ખૂબ ખુશ થયે. તેણે વૈદ્યરાજને પાંચ રૂપિયા ઇનામ આપ્યું અને વિઘના વખાણ કર્યા. આથી વૈદ્યરાજની વાતો ચારે બાજુ ફેલાઈ. લેકે કુંભારની વાત પર હસવા લાગ્યા,
આ વાતને સંદેશે ગામના મહારાણી જે કર્મોદયે રાજાથી ત્યજાયેલા હતા. છ છે મહિનાથી દુઃખમાં રિબાતા હતા તેણે આ સંદેશો સાંભળ્યું કે આપણા ગામમાં એક
દરાજ ચમત્કારી છે. એ એવી ઔષધિ આપે છે કે જેના કારણે તૂટેલા હૃદય સંધાય છે, એવાયેલું જડી જાય છે, શારીરિક, માનસિક દુઃખ દૂર થાય છે. આથી રાણીએ દાસી મારફત વૈદ્યરાજને બેલાવ્યા. પિતાના દિલની બધી વાત કરી. વૈદ્યરાજે કઈ પણ જાતને વિચાર કર્યા વગર નવકાર ગણીને મહારાણીને બે ગોળી આપી દીધી. એણે એટલે પણ વિચાર ન કર્યો કે આ કેમળ શરીર છે. દુઃખને કારણે શરીર જીણું થયું છે તે આ ગેળીના કારણે શું પરિણામ આવશે? એને તે એ જ શ્રદ્ધા છે કે મુનિના આપેલા મહામંત્રથી હું બધા કાર્યમાં સફળ થઈશ. ગેળી તે નિમિત્ત છે પણ મારે મહાન મંત્ર જરૂર બધા કાર્યમાં સફળતા અપાવશે. - હવે રાણીસાહેબે ગોળી લીધી. અડધા કલાકમાં એટલા બધા ઝાડા થવા લાગ્યા કે તેનું શરીર તેની સામે ટકી શકયું નહિ. એને અંતરાત્મા પોકારી ઊઠો કે હવે હું જીવીશ નહિ. પિતાને પિતાના મૃત્યુની ઘડી નજીક દેખાવા લાગી અને વિચાર કર્યો કે અહાહા... મારે આત્મા ક્ષમાપના દિવસ આવે ત્યાં સુધી આ દેહમાં ટકી શકે તેમ નથી. તે આજે જ હું મારા પતિ સાથે ક્ષમાપના કરી લઉં. મારો ગુનો હેય યા ન હોય પણ મારા પતિની દષ્ટિમાં જો હું ગુનેગાર છું તે મારે ક્ષમા માંગવી તે મારો સાચે ધર્મ છે. અનંતાનંત પુણ્યરાશીના બળે મને જે માનવજીવન મળ્યું છે તે મારે કષાય કાજળથી મલીન બનાવવું નથી. આમ વિચારી મહારાણીએ દાસીને મહારાજાને
લાવવા મોકલી. આ સમયે જાણે મહારાણીની અંતિમ પરિસ્થિતિ હોય તેવી સ્થિતિ - હતી. પિતે પિતાના જીવનમાં વિચાર કરી રહી છે કે આ માનવજીવનની જે કઈમેંઘેરી તક હોય તે મારે આજે પાપની આલોચના કરવા માટે ક્ષમામય જીવન બનાવવું જોઈએ. ક્ષમા એ મહાન રસાયણ છે, અને તે ક્ષમાના શુભ અધ્યવસાયથી અશુભ કર્મો ક્ષીણ થાય છે. આ વિચાર કરતી રાણે રાજાની રાહ જોઈ રહી છે.
- દાસી રાજાના મહેલે જઈ બારણું ખખડાવે છે. રાજા બહાર આવે છે. દાસી કરગરે છે હે નાથ આપ પટરાણીના મહેલે પધારે. મહારાણી સાહેબ આપની સાથે ક્ષમાપના કરવા તલસી રહ્યા છે. એમને અંતરાત્મા હાલની પરિસ્થિતિ જોતાં ઘડી બે ઘડીના મહેમાન જેવું લાગે છે. એ આપની પાસે માત્ર ક્ષમાયાચના કરવા તલસી રહ્યા