________________
, શારદા દર્શન
૩૫૩
દાન દુર્ગતિ ગુણ ગણુ પ્રસ્તાર વિસ્તારણું, તેજઃ સંતતિ ધારણું, કૃતવિપછણું સમુત્સારણમ્ અહં સતતિ દરણું, ભવ મહાકૂપાર નિસ્બારણું, ધર્માલ્યુન્નતિ કારણે વિજ્યતે શ્રેયઃ સુખાકારણમ્ ા ધર્મકલ્પદ્રુમ
દાન દુર્ગતિને વારનારું, ગુણના સમૂહને વિસ્તારનારું, તેજના સમૂહને ધારણ કરનારું, આપત્તિના સમૂહને નાશ કરનારું, પાપના સમૂહને ફાડનારું, સંસાર સમુદ્રથી તારનારું, ધર્મની ઉન્નતિનું કારણ છે. આવું દાન જગતમાં વિજયવંત વર્તે છે, પણ દાન કરતાં પહેલા પરિગ્રહની મમતાને ત્યાગ કરવો પડે છે. ત્યાગ વિના દાન કરી શકાતું નથી. એક ન્યાય આપીને સમજાવું.
ખેડૂત ખૂબ મહેનત કરી જમીન ખેડે છે. પછી વરસાદ પડતાં અનાજ વાવે છે. વાવ્યા પછી ખેતરમાં વાવેલું ઉગે છે તેથી ખેતર લીલુંછમ દેખાય છે. પાકથી હર્યુંભર્યું ખેતર જોઈને ખેડૂતને અપાર આનંદ થાય છે. પણ એ આનંદ કયારે થયે? એ તમને સમજાયું? એ વાવણી કરતી વખતે ખેડૂતને પોતાની કેઠીમાં ભરેલું મેંઘામાં મેંદું અનાજ ખેતરમાં વેરવું પડે છે. એક કણ વેરે છે ને બદલામાં સો કણ મળી રહે છે, પણ ખેડૂતે કંજુસાઈ કરીને પિતાની પાસેનું અનાજ વેર્યું ન હતા અને જેઠીમાં ભરી રાખ્યું હોત તે એક દિવસ સડી જાત પણ એક કણમાંથી સે કણ મળતા નહિ. પહેલાં પિતે વેર્યું તે તેમાંથી અનેક ઘણું મળ્યું, તેમ જે આત્માઓ ધનને લેભ છેડીને દાન કરશે તેનું જીવન સંતોષ રૂપી સુખથી હરિયાળું બની જશે અને જેણે છેડ્યું છે તેને મળવાનું છે પણ જે અન્યાય, અનીતિ અને અનાચારથી ધન ઉપાર્જન કરી ધનને સંગ્રહ કરે છે તેનું ધન પાપના સડાથી ખદબદી ઊઠે છે. અનાજના કીડા તે અનાજને ખાઈ જાય છે પણ પાપ કરનારને તે પાપ ખાઈ જાય છે. એટલું જ નહિ પણ ધનવાના શરીરને, તેના મગજને, બુદ્ધિને અને ધર્મને પણ ખાઈ જાય છે. માટે ધનને સંગ્રહ ન કરે, પણ વેરતા શીખે.
જે દુનિયામાં વેરતાં વેરતાં ગયા છે, તેને સૌ યાદ કરે છે. તેના સુકૃતોને યાદ કરે છે પણ તેની સંપત્તિને યાદ કરતાં નથી. વસ્તુપાળ અને તેજપાળ કેટલા વર્ષો થઈ ગયાં છતાં તેમને દુનિયા યાદ કરે છે. તેમના નામ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાઈ ગયાં છે તેનું કારણ શું ? તેમના જીવનના મૂળમાં ધર્મ વણાયેલું હતું અને તેમની લક્ષમી પાણીની જેમ ઉદાર દિલે વપરાતી હતી. આથી તેમને સૌ યાદ કરે છે, પણ તેમની સંપત્તિને કઈ યાદ કરતું નથી. સમજે, વૃક્ષને આધાર તેના મૂળીયા ઉપર છે. મૂળ સારું તે વૃક્ષ સજીવન અને મૂળ સૂકાય તે વૃક્ષ સૂકાઈ જવાનું, ને અંતે પડી જવાનું. તેમ આપણા જીવનને આધાર ધર્મ . શા-૫