________________
૩૫૫
શા દર્શન શેઠ નોકરને ધમકાવતા હતાં કે દિવાસળી એ જ બગડવી જોઈએ ને તે પાંચ કેમ બગાડી? ખૂબ ગુસ્સે કરતાં હતાં. આ જોઈને મહાજન વિચારમાં પડી ગયું કે શું કરવું ? છેવટે જાય છે તે શેઠ તેમને ખૂબ આદર આપે છે. કેશરીયા દૂધ પીવડાવે છે. આથી મહાજન વિચારમાં પડી જાય છે. કવિએ કહ્યું છે કે,
રજુ કરે : શાહપુ જ વહિવટી
. वक्ता दश सहस्त्रेषु, दाता भवति वा न वा ॥ શુરવીર સેમાં એક હોય છે, પંડિત હજારમાં એક હેય છે, વકતા દશહજારમાં એક હોય છે પણ દાતાર તે કઈક જ હોય છે ને નથી પણ હતે. દુનિયામાં સાચે દાતાર બહુ દુર્લભ હોય છે. કોઈ પ્રતિષ્ઠા કે પદવી માટે, કેઈ સ્વાર્થ માટે તે કઈ વાહ વાહ માટે, તે કઈ કીર્તિ માટે, દાન આપે છે પણ નિઃસ્વાર્થ ભાવે દાન આપનાર દાતા કેઈક જ હોય છે. - પિલા શેઠે મહાજનને કેશરીયા દૂધ પીવડાવ્યા પછી પૂછ્યું કે બેલે ભાઈ, આપનું પધારવું કેમ થયું ? ત્યારે મહાજને કહ્યું શેઠજી! પરમાર્થના કામે ટીપ કરવા નીકળ્યા છીએ, અને આપને ત્યાં સૌથી પહેલાં આવ્યા છીએ. ત્યારે શેઠે કહ્યું ભાઈ! મારા રૂ.૨૫૧) લખે. ત્યારે મહાજન કહે છે શેઠજી ? તમારા આટલા ન હોય. વધુ લખા. શેઠ કહ્યું-૫૦૧) લખે. આમ રકઝક ચાલતી હતી તે વખતે શેઠાણી કપડા ધોઈને સૂકવવા માટે આવ્યા. તેમણે આ રકઝક થતી સાંભળીને કહ્યું-સ્વામીનાથ ! આ બિચારાને તમે આટલા બધા શા માટે કરગર છે? એમના ઘર માટે તે નથી માંગતા ને આ તે પરમાર્થનું કામ છે. એમને નિરાશ ન કર. શેઠે કહ્યું ભલે, ૭૦૧) લખે.
- શેઠાણીએ પૂછયું-ભાઈઓ! તમારે કેટલા પૈસાની જરૂર છે? મહાજને કહ્યું, બહેન ! અમારે રૂ. દશ હજારની જરૂર છે. તેમાં તમારે ઘેરથી રૂ. ૧૦૦૧) લેવા છે. દશ હજારથી વધુ મળે તે પણ લેવા નથી. શેઠાણી કહે કોઈ વાંધો નહિ. આવા પરમાર્થના કામમાં અમારું ધન કયાંથી વપરાય ! પુણ્યદયથી મળેલું ધન જે દાન પુણ્યના કામમાં ન વપરાય તે શા કામનું? ઘરના અને સ્વાર્થના કામમાં તે ઘણું ધન વાપર્યું, પણ ધર્મના કે પરમાર્થના કામમાં વપરાય તે જ સાચું ધન છે. શેઠાણી શેઠને કહે છે કે તમે પાંચ હજાર રૂ. રેકડા આપી દે. શ્રીમતીજીનો ઓર્ડર થયે ત્યાં શેઠે પલંગ નીચે રાખેલા ડખામાંથી રૂ. પાંચ હજાર રોકડા ગણીને મહાજનને આપી દીધા. બે બહેન ! તમે આવી પ્રેરણા આપતા હશે ને? (હસાહસ)
બંધુઓ ! કંઈક ઘરની સ્ત્રીઓ એવી સજ્જન હોય છે કે પિતાના પતિને સમાજમાં ઓળખાવે છે. એક વખત શેઠ બહારગામ જવા નીકળ્યા ત્યારે શેઠાણીને કહે છે કે મને ખાખરાના બે ડબ્બા ભરી આપ, શેઠાણી કહે છે કે આપને જ્યાં જવાનું