________________
સાદા દર્શન .
૩૫૭
સંગ્રહ કરી રાખું છું હું એક જ ઠેકાણે રહું છું ને તું તે ખળખળ કરતી વહી જાય છે. ત્યારે નદીએ કહ્યુ કે ભાઈ ! તારી વાત સાચી છે, પણ ઉનાળામાં તે તું પણ સૂકાઈ જાય છે. ફકત તારામાં એક ખાખેાચિયા જેટલુ પાણી રહે છે. જેમાં અનેક જતુએ ઉત્પન્ન થાય છે, ને કીચડ જામે છે. તેમાંથી એકલી દુર્ગંધ નીકળે છે ને તારી પાસે આવનારા પગ મૂકતાની સાથે તારા કીચડમાં ખૂંચી જાય છે. જ્યારે હું તે ઉનાળામાં પણ મારી પાસે આવનારને નિરાશ કરતી નથી. હું... ઉનાળામાં ભલે સૂકી ભ દેખાતી હાઉં, એકલી રેતી ઉડતી હોય પણ કોઈ મારામાં આવીને વીરડા કરે તા તેમાંથી મીઠું પાણી આપીને તેની તૃષા છીપાવુ છું. આ ઉપરથી સમજવાનુ` છે કે નદી જેવા અનેા પણ તળાવ જેવા ન ખનશે.
બંધુઓ! ધન તે ઘણાને મળ્યું છે પણ દાનમાં ન વપરાય તે શા કામનું! પૈસાના અનેક રીતે સદ્ય થઈ શકે છે, પણ આજે માણસ લક્ષ્મીના પૂજારી બન્યા છે પણ ગુણના પૂજારી નથી. આજની દુનિયામાં લક્ષ્મીદેવીના માન ખૂબ વધી ગયા છે. જો લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્યની હોય તા તે સદ્ગતિ અપાવે છે ને જો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી હાય તે। અધોગતિમાં લઈ જાય છે. સાચી સંપત્તિ એનુ નામ કે જે સદ્ગતિ અપાવે અને છેવટે મુક્તિનું સુખ અપાવે. શાલીભદ્રને ઋદ્ધિ મળી હતી અને મમ્મણ શેઠને પણ મળી હતી. તેમાં શાલીભદ્ર સ`પત્તિનો ત્યાગ કરીને દીક્ષા લઇને એકાવતારી બની ગયા ને મમ્મણ શેઠ એનો રાગ કરીને મમતામાં ને મમતામાં મરીને નરકે ગયા. માટે ધનમાં આસક્ત ન ખનો. આ બધા પુણ્ય ખેલ છે. અહી. એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક શ્રાવક કહૃદયથી ખૂબ ગરીખ હતા. સાત સાંધે ને તેર તૂટે તેવી તેની સ્થિતિ હતી. ન્યાતમાં, ધર્મસ્થાનકમાં, મેળાવડામાં, સગાસ`ખ`ધીમાં કયાંય તેને માટે સ્થાન ન હતું. એના કપડા ફાટલા તૂટલા હતા ને શરીર તદ્ન જીણુ હતું. એનુ સુખ જોઈ ને માણસને દયા આવી જાય તેવી સ્થિતિ હતી. આવી સ્થિતિમાં પણ ધર્મની શ્રદ્ધા અડાલ હતી. માનવીની સ્થિતિ કાયમ માટે સરખી રહેતી નથી: ધની આરાધનાથી પાપનું પડળ દૂર ખસી ગયું ને પુણ્યના ઉદય થયા, તેથી એક સજ્જન માણસને તેને સમાગમ થા. સજ્જન માણસને તેની પરિસ્થિતિ જોતાં દયા આવી અઈ. તેથી તેને નોકરી અપાવી અને ઘેાડા સમયમાં નાનકડી હાટડી નાંખી આપી. ધીમે ધીમે ભાઇની દુકાન જામતી ગઈ. એટલે તેણે માટી દુકાન બનાવી. જેમ જેમ પુણ્યાય વધતા ગયા તેમ તેમ પાપકમ દૂર ખસતુ ગયુ. ને ભાઈને ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી. દશ વર્ષીમાં ભાઈ ક્રોડપતિ ખની ગયા, વહેપાર ધમધેાકાર ચાલતા નોકર-ચાકર, આડતીયાએ બધાથી શેઠ ઘેરાયેલા રહેતાં હતાં. છતાં પેાતાની ધર્મારાધના ચૂક્યા ન હતા. આજે તેા લક્ષ્મી વધે એટલે ચાલીમાંથી વાલકેશ્વર, મરીન લાઇન્સ, પેડર રેડ, વિગેરે એરિયામાં લેટમાં રહેવા જાય છે, મેટરા દોડે છે પણ ધર્મને ભૂલવા