________________
શારદા દર્શન
૩૫૧
છવાઈ ભેગી થઈને નિદ્રા આવી હોય તે ફક્ત બે ઘડીની. આવી ઉગ્ર સાધના કરતાં પ્રભુ સાડાબાર વર્ષ અને પંદર દિવસે કેવળજ્ઞાન પામ્યા. પછી દ્વાદશાંગીની રચના કરી. કેવળજ્ઞાન પામ્યા પછી ભગવાન ત્રીસ વર્ષે નિર્વાણ પધાર્યા. એવા શાસનના સિતારા પ્રભુના જેટલા ગુણલા ગાઈએ તેટલા ઓછા છે. તે પ્રભુને આપણા કેટી કેટી વંદન. સમય થઈ ગયો છે વધુ ભાવ અવસરે.
કયાખ્યાન નં. ૪૪ હિ. શ્રાવણ સુદ અને ગુરૂવાર
તા. ૧૮-૮-૭૭ વિષય – “વેરતા શીએ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આત્મિક આરાધનાનું આલબેલ પિકારતું, મુકિતના મંગલ દ્વાર ખોલવાના માર્ગની બેજ કરાવતું, હૈયામાં હર્ષને હોજ છલકાવતું પર્યુષણ પર્વ આપણે આંગણે આવીને વિદાય થશે. આજે પર્યુષણ પર્વને સાતમે દિવસ આવી ગયે. આ પર્વ કેઈ આશા, તૃષ્ણ કે ભયથી મનાવવામાં આવ્યું નથી. આ મહાન પર્વને કેવી ઉપમા આપી છે !
પર્યુષણ પર્વને ઉપમા આપતાં કહ્યું છે કે સર્વ ગુણોમાં વિનયગુણ, સર્વ વ્રતમાં બ્રહ્મચર્યવ્રત, નિયમમાં સંતેષ, તેમાં સમ્યગ્ગદર્શન, મંત્રોમાં નવકારમંત્ર, દાનમાં અભયદાન, રત્નમાં ચિંતામણી, રાજાઓમાં ચકવત, ધર્મોમાં જિનધર્મ, ચારિત્રમાં યથાખ્યાત, જ્ઞાનમાં કેવળજ્ઞાન, દયાનમાં શુકલધ્યાન, રસાયણમાં અમૃત, શંખમાં દક્ષિણાવર્ત શંખ, અલંકારમાં મુગુટ, દેવામાં ઈન્દ્ર, પંખીઓમાં ગરૂડ, પર્વતેમાં મેરૂ, નદીમાં ગંગા, સરોવરમાં માનસરોવર શ્રેષ્ઠ ગણાય છે તેમ લૌકિક અને લેકેત્તર સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠતમ છે. આ પર્વ કર્મની ભેખડે તેડવાને અપૂર્વ સંદેશે લઈને આવ્યું છે. સાત દિવસની આરાધનાને સારી આવતી કાલે નીકળશે. ' આજને વિષય છે વેરતા શીખે. કવિએ કહ્યું છે કે,
“હીને તે સ્ત્રી શીર્જુન મુવ સં.
તપ કર્મ વિનાશ, મવિના મા નાશિની !” દાન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે, શીયળ વ્રતનું પાલન કરવાથી સુખ અને સંપત્તિ મળે છે, તપ કરવાથી કર્મોને ક્ષય થાય છે ને શુભ ભાવના ભાવવાથી ભવરાશી