________________
૩૫૦
શારદા દર્શન એકવીસમા ભવે નરકે ગયા. ત્યાંથી તિર્યંચાદિના ઘણાં નાના ભાવે કરી બાવીસમા ભવે મનુષ્ય થયા. ત્રેવીસમા ભવે ચક્રવર્તિ થયા. ત્યાં છ ખંડનું આશ્વર્ય મળવા છતાં એ મહાન આત્મા ઘાસના તણખલાની માફક એ બાહ્ય અશ્વર્યને ત્યાગ કરી ચારિત્રની આરાધનામાં મસ્ત બન્યા. ત્યાં એક કોડ પૂર્વ વર્ષનું ચારિરી પાળી દેવલોકમાં ગયા. પચ્ચીસમા ભવે એક સમૃદ્ધશાળી રાજાને ત્યાં રાજકુમાર તરીકે જન્મ લેવા છતાં બાહ્ય રાજ્ય કરતાં અંતરંગ આત્મિક રાજ્ય પ્રાપ્તિ માટે તૈયાર થયેલા એ નંદન રાજકુમારે પરમકૃપાળુ ગુરૂદેવ પાસે ચારિત્ર ગ્રહણ કરી એક લાખ વર્ષ પર્યત નિરતિચાર ચારિત્ર પાળ્યું. ચારિકાના પ્રારંભથી આયુષ્યની સમાપ્તિ સુધી મા ખમણની તપશ્ચર્યા કરી ૧૧ લાખ ને ૮૧ હજાર મા ખમણ કર્યા. એક બાજુ સમ્યફવથી આત્મસ્વરૂપનું યથાર્થ ભાન, બીજી બાજુએથી આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટેના પુરૂષાર્થ તરીકે અદ્દભૂત સંયમ, ઘેર તપશ્ચર્યા અને ગુરૂ પાસેથી વિનયપૂર્વક મેળવેલું ૧૧ અંગનું જ્ઞાન. આમ જ્ઞાન-દર્શન–ચારિત્રાના ત્રિવેણી સંગમના પુનિત જળ વડે એ નંદન મુનિવરને કર્મોના મળને દૂર કરી અવિનાશી સુખને ભકતા બનવાની તાલાવેલી જાગી, અને સર્વ છે શાસન રસી બને એવી ભાવના ભાવી. આ રીતે ઉગ્ર તપ સાથે અરિહંતાદિ વીસ સ્થાનકેની આરાધના કરવાથી નંદન મુનિના ભવમાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી કાળ કરી છવ્વીસમા ભવે દશમા દેવલેકે ગયા.
ત્યાંથી ચવીને ભગવાન મહાવીર દેવ અષાડ સુદ છટ્ઠના દિવસે મધ્ય રારો નીચ ગોગા કર્મના ઉદયથી દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં અવતર્યા. ત્યાં દેવાનંદાએ ચૌદ સ્વપ્ન જોયા. સાડીમ્બાસી દિવસ પછી નીચ ગોત્ર કર્મ સંપૂર્ણ ક્ષીણ થઈ જતાં હરિણગમેષી દેવ દ્વારા દેવાનંદા માતાની કુક્ષિમાંથી ત્રિશલા માતાની કુક્ષિમાં સંક્રમણ થયું. તે રાત્રે શિલામાતાએ હાથી વૃષભાદિ ચૌદ સ્વપ્નો જોયા. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસે ચૈત્ર સુદ તેરસના મંગલમય દિવસે એ જગત ઉદ્ધારક પ્રભુને જન્મ આપ્યું. છપ્પન દિશાકુમારી તેમજ ચોસઠ ઈન્દ્રએ જન્મ મહોત્સવ ઉજવ્યા પછી સિદ્ધાર્થ રાજાએ દશ દિવસ સુધી પ્રભુનો જન્મ મહોત્સવ ઉજ, અને વર્ધમાનકુમાર એવું ગુણ નિષ્પન્ન નામ પાડયું. ભગવાને ત્રીસ વર્ષ સંસારમાં રહી દીક્ષા લીધી, દીક્ષા લઈને ખૂબ અઘેર તપશ્ચર્યા કરી. સાડા બાર વર્ષને પંદર દિવસની તપશ્ચર્યામાં તેમના પારણું ફક્ત ત્રણ ઓગણપચાસ. આવી ઘેર તપશ્ચર્યા કરી તેમજ દેવ, મનુષ્ય અને તિર્યચેના ભયંકર ઉપસર્ગો વેશ્યા. પ્રભુએ દીક્ષા લીધા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી જમીન ઉપર પલાંઠી વાળીને નિરાંતે બેઠા નથી. મોટે ભાગે ઉભા ઉભા કાઉસ્સગ્ગ ધ્યાનમાં પસાર કરેલ છે. કોઈવાર જમીન પર બેઠા હશે તે ઉભડક આસને (દોહાસને) બેઠા છે. એ ભગવંતે સાડાબાર વર્ષમાં શાંતિથી એક કલાક ઉંઘ પણ લીધી નથી. કેઈવાર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા ઉભા ચાથવા કઈ પરિષહ કે ઉપસર્ગના પ્રસંગે અડધી મિન્ટિ, અડધી સેકન્ડ આદિ છૂટી