________________
ઉપર
શારદા દર્શન
ભાંગીને ભુક્કો થાય છે. આ લેકના ચાર પદમાં ચાર વિષય છે. તેમાં સૌથી પહેલાં દાન, બીજું શીયળ, ત્રીજે તપ અને ચે ભાવ છે. આ ચારે મોક્ષમાં પ્રવેશ કરવાના ભવ્ય દરવાજા છે, પણ આજ આપણે વેરતાં શીખો એ વિષયને અનુસરીને “રાન
શ્રમી: ” એ પદ ઉપર આપણે વિવેચન કરીશું. લક્ષ્મીની મમતા ઘટે તે દાન થાય, મન ઉપર કાબૂ આવવાથી શીયળ પળાય, શરીરની મમતા ઘટે તે તપ થાય ને અશુભ વિચારોની પ્રબળતા ઘટે તે ભાવ શુદ્ધ થાય.
પર્યુષણ પર્વના દિવસોમાં દાન-શીયળ–તપ અને ભાવ એ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે, અને આ ચાર બેલ જે મનુષ્ય જીવનમાં અપનાવે છે તે મુક્તિના દરવાજા ખોલે છે. અનંતકાળથી જીવ ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ છવ ધર્મને ભૂલી સંસારના મોહમાં અને પરિગ્રહની મમતામાં પડે છે. ખરેખર, સમજે તે પરિગ્રહ સર્વ અનર્થોનું મૂળ છે ને તે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. એક તત્ત્વચિંતકે કહ્યું છે કે ધન સોપારી જેવું છે. ધનને સોપારી જેવું શા માટે કહ્યું તે જાણે છે? સેપારી કાપતાં ઘણાં માણસોની આંગળી કપાણી પણ સોપારી ખાતાં કેઈનું પેટ ભરાયું નહિ. બોલે, આ વાત બરાબર છે ને ? તમે સોપારી ખાઓ છે એટલે અનુભવ હશે કે પાંચ-દશ સોપારી ખાઈ જાઓ તે શું તમારું પેટ ભરાય છે? ના. એ જ રીતે તમે સમજો કે પૈસાની પાછળ હજારે મનુષ્ય પાયમાલ થઈ ગયા, કંઈકે પ્રાણ ગુમાવ્યા પણ પૈસો કેઈની પાછળ ગયે છે? “ના”. કહ્યું છે કે
એમ માને આ બધામાં આપણું કઈ નથી, છે બધું નશ્વર જગતમાં, શાશ્વતું કેઈ નથી, જેટલે ઝાઝો તમેને મોહ છે સંગમાં,
એટલું ઘેરું દુ:ખ થાશે વિયેગમાં ... મેહ યાદ રાખે. સ્ત્રી, પુત્ર, પરિવાર, બંગલા, બગીચા વિગેરેની પાછળ પાગલ બન્યા છે પણ કોઈ તમારું નથી. બધું ક્ષણિક અને નાશવંત છે. ભૌતિક પદાર્થોના સંગમાં જેટલું સુખ અને આનંદ દેખાય છે તેનાથી અધિક દુઃખ તેના વિયોગમાં છે. જેના સંગમાં સુખ અને વિયેગમાં દુઃખ એવું સુખ તે સાચું સુખ નથી. લક્ષ્મી મળેલી ચાલી જાય, ચોરાઈ જાય છે તે દુઃખ થાય છે પણ જો લક્ષમી દાનમાં વાપરશો તે આનંદ થશે. દાનનો મહિમા અલૌકિક છે. દુનિયામાં દાનની મહત્તા અનુપમ છે. દરેક ધર્મમાં તેનું સ્થાન છે, અને શાસ્ત્રમાં એનું વર્ણન છે. દાનને અનેક ઉપમાઓથી સંબંધી શકાય છે. દાન એ ધર્મનું પ્રથમ સોપાન (પગથિયું) છે. દાન દારિદ્રયનું વિનાશક શસ્ત્ર છે, દુર્ગતિના દ્વાર બંધ કરનાર અર્ગલા છે, સર્વત્ર યશ કીતિને ફેલાવનાર ટેલીફેન છે. દાનનું મહત્વ બતાવતાં મહાપુરૂષે કહે છે કે