________________
શારા દર્શન લક્ષમી, રાજપાટ અને કુટુંબ પરિવારને મેહ છેડી સંયમ લીધા. આટલા મારાથી અટક્યા નહિ પણ આર્ય-અનાર્ય દેશોમાં વિચરી ઘણાં કષ્ટ સહન કર્યા. સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી ઘાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને જગતના જીવને જન્મ-જરા, રોગ, મરણ વિગેરે દુઃખોથી મુક્ત થવાનો માર્ગ બતાવતાં ગયા તેથી આપણે તેમને યાદ કરીએ છીએ.
ભગવાન મહાવીર સ્વામી છદ્મસ્થાવસ્થામાં હતા ત્યારે એક વખત જંગલમાંથી વિહાર કરીને પસાર થતાં હતાં તે વખતે લેકેએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ! આ જંગલમાં ચંડકૌશિક નામને ભયંકર ઝેરીલે નાગ રહે છે. તેણે માઈલેના માઈલો સુધી વિષ ફેલાવી વનને ઉજજડ કર્યું છે તેના કારણે માનવી જ નહિ પણ પશુ-પક્ષી પણ આ વનમાં ફરકી શકતા નથી માટે હે પ્રભુ! આપ ત્યાં ન જાશે.
તમે માની લે ના જાઓ પ્રભુજી, ચંડકૌશિક ભયંકર નાગ છે. હાં....રહી ના શકે ત્યાં કે જીવાત્મા, મહાભયંકર એવો નાગ છે.
પણ ભગવાનને પિતાના દેહની પરવા ન હતી. એ તે સ્વ-પર કલ્યાણ માટે વિચરતા હતા. એટલે જંગલમાં આગળ વધ્યા ને ચંડકૌશિકના રાફડા પાસે જઈને ઉભા રહ્યા તેથી ચંડકૌશિકે પ્રભુને અંગુઠે ડંખ માર્યો. પ્રભુના અંગુઠામાંથી જે લેહી નીકળ્યું તે દૂધ જેવું મીઠું લાગ્યું. આથી ચંડકૌશિક આશ્ચર્યચક્તિ બની ગયા. ત્યારે ભગવાને વહાલભર્યા શબ્દથી કહ્યું, “બુઝબુઝ એ ચંડકેશિયા” આટલા નેહ ભરેલા શબ્દોથી ચંડકૌશિક નાગ બૂઝી ગયા ને તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પિતાને પૂર્વભવ જે, અને તેના મનમાં થયું કે મારા પૂર્વના ક્રોધી સ્વભાવને કારણે હું આ ભયંકર ક્રોધી ઝેરીલે નાગ થયે છું ને હજુ પણ લેકેને ડંખ દઈને તેમના પ્રાણ લૂંટી રહ્યો છું. મારું શું થશે ? એમ પિતાના પાપને પશ્ચાતાપ થય ને લેકેને ડંખ દેવાનું બંધ કર્યું. જે માર્ગ વર્ષોથી બંધ હતું તે સદાને માટે ખુલ્લે થઈ ગયો. લોકો નિર્ભયપણે ત્યાંથી આવવા જવા લાગ્યા. કેઈ ચંડકૌશિક ઉપર પથ્થર ફેંકતા, કેઈ લાકડીને પ્રહાર કરતાં પણ ચંડકૌશિકે સહેજ પણ ક્રોધ કર્યા વિના બધુ કષ્ટ સમતા ભાવે સહન કર્યું. ક્રોધી નાગ ભગવાનના ઉપદેશથી ક્ષમાવાન બની ગયું. આ વાત કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરસ્વામી અને બીજા મહાપુરૂ જગતમાં થઈ ગયા છે તેઓ પિતાનું નામ અમર કરી ગયા છે તેનું કારણ એક જ છે કે તેમણે પિતાના જીવનની પરવા કરી નથી. એટલું જ નહિ પણ એમણે પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ બીજાને ઉગારવાના પ્રયત્ન કર્યા છે.
“આપણે ભગવાનને કયારે ઓળખ્યા?” : ભગવાનને આત્મા એક વખત તે આપણા જેવું હતું. તેમને આત્મા નયસારના ભવ પહેલાં અનંતકાળથી સંસાર