________________
४४
શારદા દર્શન
રૂપ અટવીમાં પરિભ્રમણ કરતું હતું. જ્યાં સુધી જીવ સમ્યકત્વ પામતું નથી ત્યાં સુધી તેના ભવને અંત કે ભવની ગણત્રી થતી નથી. ભગવાનને આત્મા નયસારના ભવમાં સમ્યક્ત્વ પામ્યા. નયસાર એ જાતિએ જૈન ન હતો પણ સુથાર હતું, છતાં તેનામાં કેવા ગુણે હતાં ને કેવી રીતે સમ્યકત્વ પામે તે વાત ખૂબ જાણવા જેવી છે. નયસાર માટે સુથાર હતો. તેનામાં લાકડા પારખવાની જબ્બર શક્તિ હતી. ઝવેરીની નજર પડે ને ઝવેરાત પારખી લે છે તેમ નયસારની નજર પડે ત્યાં ગમે તેવા લાકડા હોય તે પણ તેને તે પારખી લેતે હતે. એક વખત ઉનાળાના દિવસોમાં ઘણું માણસોનો કાફલે લઈને જંગલમાં લાકડા કાપવા ગયેલું. ત્યાં બધાને જમવા માટે રસોઈ બનાવી હતી ને લાકડા કાપીને થાકી ગયા હોય એટલે તેને થાક ઉતારવા માટે ન્હાવા ગરમ પાણી બનાવ્યું હતું. બપોરને જમવાને સમય થયો ત્યારે નયસારના મનમાં થયું કે મને આ જંગલમાં કઈ અતિથિ મળી જાય તે તેને જમાડીને જમું.
જંગલમાં પણ કેવી ઉત્તમ ભાવનાઃ નયસારને આત્મા હજી સમ્યક્ત્વ પામેલે ન હતે છતાં તેમનામાં કેવા ઉત્તમ ગુણે હતા! કે બીજાને જમાડીને જમવું. કહ્યું છે કે બીજાને જમાડીને જમે તે દેવ છે. પિતાની સાથે બીજાને જમાડે તે માનવ છે અને પિતે જમે પણ બીજાને જમાડે નહિ, ફક્ત પિતાના પેટની ચિંતા કરે તે દાનવ છે. નયસારને આત્મા દેવ જેવી વૃત્તિવાળો હતે. તે જમવા બેસતાં પહેલાં અતિંથિની તપાસ કરવા નીકળ્યા. તપાસ કરતાં એક મુનિને જોયા. મુનિને જોતાં તેના સાડા ત્રણ કોડ રોમરાય ખીલી ઉઠયા. અહો! મારા સદ્ભાગ્ય છે કે આવી ઘોર અટવીમાં પણ મને અતિથિ મળી ગયા. અતિથિ પણ જેવા તેવા નહિ પણ પંચમહાવ્રતધારી સંત. આવા નિષ્પરિગ્રહી પંચમહાવ્રતધારી ચારિત્રસંપન્ન સંતને જોતાંની સાથે તેમની પાસે દેડીને ગયા. આ સંત શરીરના કારણે પાછળ રહી ગયા હતા. બીજા સંતને કહ્યું હું આવી પહોંચું છું. તમે ચાલતા થાઓ. વચ્ચે બે રસ્તા આવવાથી સંત સાચે માર્ગ ભૂલીને આડાઅવળા માર્ગે ચઢી ગયા. આમ તેમ માર્ગ શોધતાં હતાં પણ સારો માર્ગ જડતો નથી. ગરમી સખ્ત, પિતાના પરિવારથી છૂટા પડેલા સંત ગરમીથી આકુળવ્યાકુળ થઈ ગયા. તરસથી કંઠ સૂકાવા લાગે ને આંખે અંધારા આવવા લાગ્યા. કેઈ માર્ગ સૂઝતો નથી એટલે મુનિ વિચાર કરવા લાગ્યા કે હવે હું એક વૃક્ષ નીચે બેસી સાગારી સંથારે કરું. જો કે માર્ગ બતાવનાર મળશે તે મારા સાધુ સમુદાય ભેગો થઈ જઈશ, અને જે કંઈ માર્ગ બતાવનાર નહિ મળે તે સાગારી સંથારે કરી આત્માની સાધના કરીશ. આમ વિચાર કરી વૃક્ષ નીચે બેસી સંથારો કરવા માટે જમીન પુંજી રહ્યા હતાં ત્યાં નયસાર પહોંચી ગયા.
નયસારને સનિ ભગવંતને ભેટે : નયસાર મુનિના ચરણમાં પડીને કહે છે હે કૃપાળુ ! મારા સદ્ભાગ્યે આ જંગલમાં તમે મળી ગયા. મને આહારપાણીને