________________
શારદા દર્શન
કહે જશે પણ તેને મેળવતાં મનુષ્ય જે પાપ કરે છે તે પરભવમાં તેની સાથે જવાના, અને તે પાપકર્મો જીવને દુઃખ આપનારા છે. તમે ધનને જમીનમાં સાચવીને દાટી રાખે કે પછી સેફડીઝીટમાં મૂકી રાખે. ગમે ત્યાં રાખ્યું હશે પણ ત્યાંનું ત્યાં પડી રહેવાનું છે. લાખે કે કરોડ રૂપિયા ભેગા કરે પણ આખરે તે “દુનિયા દે દિનકા મેલા, સબ ચલાચલીકા ખેલા, સંગ ચલે ના એક અધેલા.” આ લીટીમાં કેવું અદૂભૂત રહસ્ય સમાયેલું છે. જે તેનું ચિંતન કરવામાં આવે તે ભલભલાને ભ્રમ દૂર થઈ જાય. માનવી મેળવે જાય છે પણ તેને ભાન નથી કે એક દિવસ તે મેળવેલું બધું મૂકીને જવાનું છે, અને તે કોઈ જીવને પાર નહિ ઉતારે. માત્ર ધર્મકરણી કરી હશે તે પાર ઉતારશે. કહેવત છે ને કે જેવી કરણી તેવી પાર ઉતરણી.” સંત કબીરે કહ્યું છે કે મનુષ્ય જે ઉચ્ચ કરણી કરે તે “નર કે નારાયણ હેય” નર મટીને નારાયણ બને છે.
દેવાનુપ્રિયે! તમારે નરમાંથી નારાયણ બનવું છે ને ? જે નરમાંથી નારાયણ, જીવમાંથી શીવ, જનમાંથી જિનેશ્વર બનવું હોય તે પાપકર્મથી અટકે. પાપ આત્માને ભારે બનાવે છે. ભારે વસ્તુ પાણીમાં નાંખવામાં આવે છે તે નીચે જતી રહે છે ને? તેમ પાપકર્મથી ભારે બનેલે આત્મા ભવસમુદ્રના તળિયે બેસી જાય છે. સ્વઆત્માની જેનામાં દયા હોય તે પિતાના આત્માનું રક્ષણ કરી શકે. પરદયા જરૂર કરવાની પણ સ્વદયાને વિષય તેનાથી ઘણે મહત્ત્વનું છે. જેનામાં સ્વદયા ન હોય તેનામાં પરદયા હોઈ શકે નહિ. ગાયોના ધણને જંગલમાં ચરવા લઈ ગયેલા વાળ જેમ હિંસક પશુઓથી તેનું રક્ષણ કરે છે તેમ ક્રોધ, રાગ-દ્વેષાદિ અંદરના ભાવશત્રુઓથી આત્માનું રક્ષણ કરવાનું છે. અંદરના ભાવશત્રુઓ આત્માના જ્ઞાનદશનાદિ ભાવ પ્રાણેને ઘાત કરનારા છે. સ્વદયાના વિષયને સમજનારા આ રીતે સ્વઆત્માનું રક્ષણ કરી શકે છે. - આજે તે જીવની એવી દશા થઈ છે કે કુંભારને કયારેક તેના ગધેડાની દયા આવે પણ માનવીને સ્વઆત્માની દયા આવતી નથી. કયારેક ગધેડા પર વધુ ભાર નંખાઈ ગયે હેય ત્યારે અતિભારને લીધે ગધેડે વારંવાર પડી આખડી જતું હોય છે ત્યારે કુંભાર જેવા કુંભારને તેના ગધેડાની દયા આવી જાય છે અને તેને તેને અફસેસ થાય છે કે અરે! મેં આ અબેલ પ્રાણુ ઉપર આટલે બધે ભાર લાદયો તે બરાબર કર્યું નથી. જ્યારે આજે ભાવદયાના સ્વરૂપથી અજ્ઞાત માનવીને એટલી પણ સ્વઆત્માની દયા નથી, એને એ અફસોસ પણ નથી થતું કે અરેરે હું મારા આત્માને ક્ષણે ક્ષણે કર્મના અસહ્ય ભારથી લાદી રહ્યો છું. એ કર્મના વિપાક ભેગવવાની આવશે ત્યારે મારું શું થશે? પાપ આચરવામાં આવે ભૂલ માત્ર બે ઘડીની કરી હોય પણ તેના વિપાક ફળ હજારે, લાખો ને કરોડ વર્ષો સુધી અને કેટલીવાર ભવના ભ સુધી જીવને ભેગવવા પડે છે. જેને સ્વહિત સાધવું હોય તેને પાપને પડછાયે પણ લેવા જેવું નથી. જ્ઞાની પુરૂષે કહે છે કે જે તમારે આત્માને જલ્દી ભવસાગરથી તાર હોય તે પાપ ના