________________
5
શાશા હક્ક
મહાન પુણ્યને ઉદય હોય ત્યારે તેને સંતને સમાગમ થાય છે. સંત સમાગમ થયા પછી વીતરાગ પ્રભુની વાણી સાંભળવા મળવી દુર્લભ છે. પુણ્યને ઉદય હોય તે વીતરાગ વાણી સાંભળવા મળી જાય પણ સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થવી મહાન દુર્લભ છે. જે આત્મા સમ્યકત્વ પામે છે તે મોડામાં મોડે અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળે પણ મોક્ષમાં જવાને. આ છે સમ્યકત્વને પ્રભાવ. માટે સમજે. દુનિયામાં બાહ્ય વૈભવ કરતાં આંતર વૈભવનું મૂલ્યાંકન વધુ હોય છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, સત્ય, સંતોષ, સમ્યગદર્શન, જ્ઞાન આદિ ગુણે છે તે ખરે આંતરવૈભવ છે. એમને એક પણ ગુણ જીવનમાં પ્રગટેલે ન હોય અને ધનદોલતના બાહાવૈભવની દષ્ટિએ ભલે કરોડપતિ કેમ ન હોય! છતાં આંતરવૈભવની અપેક્ષાએ જ્ઞાનીએ તેને કંગાલ કહ્યો છે. બાહ્યવૈભવની દષ્ટિએ તે સંપત્તિના શિખરે બેઠેલે છે પણ આંતરવૈભવની દષ્ટિએ તે તદ્દન દરિદ્ર છે. આત્મામાં સમ્યગૂજ્ઞાન, દર્શનાદિ અનંતગુણ છે તે બધા ગુણે પ્રગટે તે આત્મા પરમાત્મા બની જાય. અનંતગુણેમાંથી એક સમ્યક્ત્વ ગુણ પ્રગટે અને તે પણ જે ક્ષાયિક ભાવે પ્રગટે તે આત્મા કૃતકૃત્ય બની જાય. આ કાળે ક્ષાયિક ભાવ નથી પણ ક્ષાયોપથમિક ભાવે સમ્યક્ત્વ પ્રગટે તે પણ આત્મા ધન્ય બની જાય.
સમ્યકત્વ એ આત્માને સાચો સાથી છે. સમ્યકત્વ એટલે સમ્યગશ્રદ્ધા. સમ્યફત્વ આવે એટલે જ્ઞાન પણ સમ્યફ થઈ જાય, સમ્યકજ્ઞાન, અને સમ્યફશ્રદ્ધા પરંપરાએ સમ્યક ચારિત્રને ખેંચી લાવે છે. આ ગુણે જેનામાં અંશે પણ પ્રગટેલા હોય છે તે બાહ્ય દષ્ટિએ ગમે તેટલે ગરીબ દેખાતે હોય પણ આંતરિક દૃષ્ટિએ તે મહાન વૈભાવશાળી છે. સમ, સંવેગાદિ સમ્યકત્વના લક્ષણવાળો રંક હોય તે પણ તે રાજા સમાન છે અને સમ્યકત્વ વગરનો રાજા હોય તે પણ તે રંક સમાન છે. સમ્યકત્વ એ આત્માને ભવભવને સાચે સાથી છે, અને મિથ્યા શ્રદ્ધારૂપ જે મિથ્યાત્વ છે તે આત્માને કટ્ટર દુશ્મન છે.
નયસારને સંત સમાગમ થયું. એણે સૌથી પ્રથમ તે સંતને શુદ્ધ ભાવથી દાન દીધું તેને મહાન લાભ મળે, પછી સંતને માર્ગ બતાવવા ગયે તે પણ લાભનું કારણ અને સંતને તેમના સમુદાયમાં પહોંચાડીને પાછો ફર્યો ત્યારે સંતે તેને ધર્મને ઉપદેશ આપે. તે તેમના હૃદયમાં આરપાર ઉતરી ગયે. અહે, શું ઉપદેશ છે! આ ત્યાગ અને વરાગ્યના અમૃતથી નીતરતે ઉપદેશ કદી સાંભ નથી. જૈન મુનિને ઉપદેશ સાંભળતાં તેમના અંતરાત્મામાં કોઈ અલૌકિક આનંદ આવ્યું. ને સમ્યક્ત્વ પામી ગયા. ત્યારે આત્મામાં સમ્યક્ત્વને સ્પર્શ થાય છે ત્યારે અલૌકિક આનંદ હોય છે. એ તે જે અનુભવે તે જાણે છે.
આટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે હે આત્માઓ! અમૂલ્ય માનવજીવન પામ્યા છે તે સમ્યકત્વ તે જરૂર પ્રાપ્ત કરી લેજે. આ સમ્યક્ત્વ રત્ન તમારી સાથે આવશે, અને જેને માટે ખૂબ મહેનત કરી છે તે ધન વૈભવાદિ મૃત્યુ સમયે અહીને અહીં રહી