________________
૩૪૦
શારદા દેશના “નમે મહાવીરાય એટલે મહાવીર સ્વામીને મારા નમસ્કાર છે. આવું ચિંતન કરતી ભગવાનને ભજી રહી હતી.
“શેઠની મૂંઝવણુ” : શેઠે તેને ભેંયરાની બહાર કાઢીને ખાવા માટે કંઈક આપવા વિચાર્યું, પણ શેઠાણી બધે તાળા મારીને ગઈ હતી એટલે ખાવાનું શું આપવું? છેવટે નોકરે ઘેડા માટે અડદના બાકળા બાફીને મૂક્યા હતાં તે એક સૂપડામાં કાઢીને આપ્યા, પણ હાથમાં બેડી હતી. એટલે ખાય કેવી રીતે ? બેડી તેડવા માટે શેઠ દેડતા લુહારને બેલાવવા ગયા. '
સતી ચંદનબાળાની ઉત્કૃષ્ટ ભાવના” : આ તરફ ચંદનબાળા ઉંબરામાં બેઠી બેઠી ચિંતવણું કરવા લાગી કે અહો ! ત્રણ દિવસની ઉપવાસી છું. મને પિતાજીએ ખાવા માટે બાકળા આપ્યા છે. તે આ સમયે જે કંઈ સંત પધારે તે હું વહરાવીને પછી પારણું કરું. આટલા દુઃખમાં પણ કેવી ઉત્કૃષ્ટ ભાવના છે ! ભગવાન મહાવીરસ્વામી અભિગ્રહ ધારણ કરીને પાંચ માસને પચ્ચીસ દિવસથી ફરતાં હતાં, છતાં અભિગ્રહ પૂરો થતા નથી. ગામના રાજા, રાણું અને નગરજને બધા ચિંતામાં પડયા છે કે પ્રભુનું પારણું કયારે થશે? ભાવિકજનેની આંખમાં આંસુ આવી ગયા. આ તરફ ચંદનાને ભગવાનને ઉત્કૃષ્ટ ભાવે વહેરાવીને પછી પારણું કરવાની ભાવના જાગી છે. એની ભાવનાના બળે ભગવાન ઘરઘરમાં ફરતા ફરતા શેઠને ઘેર પધાર્યા, શેઠ બેડી તોડવા લુહારને બોલાવવા ગયા છે. ચંદનબાળા પ્રભુને જાપ કરતી હતી. ત્યાં
ભક્તિને વશ ભગવાન”એ ન્યાયે પ્રભુ પધાર્યા, ખુદ ભગવાનને પિતાને ત્યાં આવતા જોઈ તેના આનંદનો પાર ન રહ્યો. તે હર્ષઘેલી બની ગઈ, પધારે પધારે ...મારા ભગવાન ! મારા હૃદકના ઉમળકાથી હું આપનું સ્વાગત કરું છું.
અ આ દેવ મારા સૂના સૂના દ્વાર–મારા આંગણું સૂના, રોતી રોતી ચંદનબાળા વિનવે છે આજ-મારા આંગણુ સૂના,
હે પ્રભુ! મારા આંગણે આજે આપ પધાર્યા. આજે મારે ઘેર સેનાને સૂર્ય ઉો. કલ્પતરૂ ફો. આમ આનંદ વિભોર બનીને પ્રભુનું સ્વાગત કરવા માટે અંતરના ઉગારે કાઢી રહી છે. આ તરફ ભગવંતે જોયું તે અભિગ્રહ પૂરે થવામાં એક બલની ખામી છે. એટલે તે તરત પાછા ફર્યા. ત્યાં ચંદનબાળાને ભયંકર આઘાત લાગ્યું ને આંખમાં આંસુની ધાર વહેવા લાગી, રડતી રડતી શું કહે છે? “ચંદનબાળાનો પોકાર”—હે પ્રભુ! શું ઓછું આવ્યું, દડદડ આંસુ પડયા...
- હે પ્રભુ! તને શું ઓછું આવ્યું કે મારા આંગણે આવેલા પાછા ફરી ગયા ! ચંદનબાળાને રાજ્ય સુખ ચાલ્યા ગયા, માતા-પિતા વગરની બની, ચૌટે વેચાણી, મૂળા માતાએ માથે મુંડન કરાવ્યું, હાથ-પગમાં બેડી પહેરાવી, ત્રણ દિવસ ભૂખી તરસી