________________
શારદા દશ
આત્માને જોવા માટે તમારું દૂરબીન કામ નહિ લાગે, તે માટે કેવળજ્ઞાનરૂપી દૂરબીન જોઈશે. તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અઘાર સાધના કરવી જોઈએ. સૌથી પ્રથમ આત્મા ઉપર આવતા કર્મપ્રવાહને રોકવા માટે વ્રત પ્રત્યાખ્યાન કરો. આજે તે વ્રત પચ્ચખાણની વાત આવે તે કંઈક એમ કહે છે કે અમારું મન મક્કમ છે, અમે મનથી પાળીએ છીએ પછી વ્રત પચ્ચખાણની શી જરૂર છે? સમજે, કાયા અને વાણી ઉપર નિયંત્રણ મૂક્યા વિના મન વશમાં આવી શકે તેમ નથી. વ્રત-નિયમ દ્વારા સૌ પ્રથમ આપણી કાયા અને વાણીને વશ કરવાના છે. ત્યાર પછી મનથી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવાય છે. પાપને રોકવા માટે તે સ્વીકારવા જોઈએ. જેટલા વ્રત-નિયમમાં આવશે તેટલો અવિરતિને દરવાજો બંધ થશે. જયાં સુધી પચ્ચખાણ ન કરો ત્યાં સુધી ક્રિયા આવ્યા કરે છે. આ વાતને તમારે શ્રધ્ધાપૂર્વક અને બુધ્ધિપૂર્વક માને છૂટકે છે. જુઓ, તમને સમજાવું. કોઈના ઘેર નળ છે. તેને તે ઉપયોગ કરતા નથી છતાં એને એને ટેકસ ભરે પડે છે ને? પણ જે તે નગરપાલિકાને નોટીસ આપી દે તે તેને ટેકસ ભર નહિ પડે. તેમ પચ્ચખાણ એ નેટીસ છે. માટે પાપને પરચખાણની નોટીસ આપો. વ્રત અંગીકાર કર્યા પછી એના પાલનમાં દઢ રહેજે. કારણ કે વ્રત લીધા પછી બાહ્ય અને આંતરિક એ બે પ્રકારનાં આકર્ષણ કદાચ આવે તે દઢતાપૂર્વક કષ્ટોને સહન કરીને વ્રતનું પાલન કરવામાં તમારું સત્વ વિકસાવજે, પણ ઢીલા ના પડે છે. તે આત્માની આઝાદી મેળવી શકશે.
કર્મરૂપી બ્રિટીશના બંધનથી છુટવા તપના હથિયાર - આત્માની આઝાદી મેળવવા માટે મહાન પુરૂષએ કર્મરૂપી બ્રિટીશની સત્તાને ઉઠાડી મૂકવા પ્રબળ પુરૂષાર્થ કર્યો. પર્યુષણ પર્વના દિવસોમાં આત્માને કર્મની કેદમાંથી મુક્ત કરાવી સાચી આઝાદી અપાવવા માટે તપ કરે. શાસ્ત્રકારે કહ્યું છે કે, “તન મનજો ની જિં કયા? તi વાળ ઝળચરુ ” તપ કરવાથી જીવને શું લાભ થાય? ત્યારે પ્રભુએ કહ્યું કે હે ગીતમ! તપ કરવાથી કર્મો બેદા થઈ જાય છે. અર્થાત્ કર્મોને ક્ષય થઈ જાય છે. જે જે તપસ્વીઓ તપશ્ચર્યા કરી રહ્યા છે તેમના કર્મો અવશ્ય ક્ષય પામવાના છે. આ તપસ્વીઓને તપ કરી કર્મને ખપાવી સાચી સ્વતંત્રતા મેળવવી છે. તમારે નથી મેળવવી? સ્વતંત્રતા એટલે શું જાણે છે? સ્વ=પોતાના, તંગા=શાસન, હકુમત, સત્તા. પિતાની સત્તા પિતાના પર હોય તે જ રાજ્ય જમાવી શકીએ. આજે આપણાં પર મન અને ઇન્દ્રિઓએ સત્તા જમાવેલી હોવાથી આત્મરાજા સ્વતંત્ર હોવા છતાં પિતાનું સ્વતંત્ર રાજ્ય કરી શકતો નથી ને આઝાદીની મઝા માણી શકતું નથી. સ્વતંત્રતા તે સૌને ગમે છે પણ સહન કરવું કઈને ગમતું નથી. આગળના આત્માઓ કેવા પવિત્ર હતા! એમણે આત્માને કર્મના સકંજામાંથી મુક્ત બનાવવા માટે કેટલું સહન કર્યું છે. તે વાંચીએ તે આપણું કાળજું કંપી જાય. આપણું પરમપિતા મહાવીર પ્રભુએ