________________
શારદા દર્શન
૩૩૫
લેહી રેડીને શહીદ બની ગયા. આ ઉપરથી સમજી શકાય છે કે ભારતને સ્વતંત્ર બનાવવાનું કેટલું ઝનૂન હશે !
બંધુઓ ! તમને પરતંત્રતા સાલી તે સ્વતંત્રતા મેળવવાને પુરૂષાર્થ કર્યો, પણ આ સ્વતંત્રતા કયારે પરતંત્રતામાં પલ્ટાઈ જશે તેની ખબર નથી. હું તમને પૂછું છું કે આઝાદી મેળવી પણ આઝાદી મેળવીને આબાદી કરી કે બરબાદી? તેને વિચાર કરો. આજે ભારતમાં સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા વધી ગઈ છે. ખેર, એ વાત બાજુમાં મૂકે. આપણે તે આત્માની આઝાદી કેમ મળે તે વિષે સમજવું છે. બ્રિટીશની ગુલામીમાં તે ભારત ૨પ૦ વર્ષ રહ્યું પણ આપણે આત્મા કર્મરૂપી બ્રિટીશ સરકારની ગુલામી નીચે કેટલા કાળથી દબાયેલું છે? તે જાણે છે? આ પરતંત્રતા હજાર બે હજાર વર્ષની નથી પણ અનંતકાળથી છવ કર્મ રાજાની ગુલામીમાં પડે છે તેને સ્વતંત્ર બનાવવાને કદી વિચાર આવ્યો છે ? દેશને સ્વતંત્ર બનાવ્યું પણ હવે આત્માને સ્વતંત્ર બનાવે.
આત્માને સ્વતંત્ર બનાવવા નિર્ણય કરો કે હું આત્મા છું. જે એ નિર્ણય નહિ થાય તે કર્મના બંધન તેડવા માટે પુરૂષાર્થ કેવી રીતે થશે ? આત્માને આઝાદીની કેડીએ જવા માટે ધર્મ પુરૂષાર્થની જરૂર છે. માટે નિર્ણય કરે કે આત્મા છે. આજે તર્કવાદી તે એમ કહે છે કે આત્મા નજરે દેખાતું નથી તે અમે કેવી રીતે માનીએ કે આત્મા છે. અમે તો જે આંખોથી દેખાય તેને માનીએ. જે તમે નજરે દેખાય તેને માને ને બાકી ન માને તે હું તમને પૂછું છું કે તમારા બાપાના બાપા પડામાં લખીને ગયાં છે કે મથુર પટેલ પાસે બે હજારની રકમ લેણી છે. હવે તમારા બાપા અને દાદા પરલેકમાં સધાવી ગયા પછી તમે ચોપડામાં વાંચીને ઉઘરાણી કરવા જાઓ કે નહિ? (તામાંથી અવાજ - એ કંઈ છેડી જવા દેવાય) તે, વિચાર કરે તમારા દાદાએ કયારે ચેપડામાં લખ્યું તે ખબર નથી, લખતાં નજરે જોયું નથી છતાં દાદાએ લખ્યું છે તેમ માનીને લેણીયાત પાસે જઈને પૈસા લઈ આવે છે ત્યાં, આંખે જોયું નથી છતાં કેમ માની લીધું? શા માટે ઉઘરાણું કરી? (જવાબ. તે તે કરવી જ જોઈએ ને?) હા, તે આત્માની વાત કેમ ન માને? આત્માને સમજાવનારા સર્વજ્ઞ ભગવતે છે.
સર્વજ્ઞ ભગવંત થનારાએ પણ આત્મદર્શન કરવા માટે કેટલે પુરૂષાર્થ કર્યો? અને આત્માને કર્મની જંજીરથી મુક્ત બનાવવા માટે તપ-ત્યાગ, સંયમ, વ્રત-નિયમ વિગેરે કેવી ઉગ્ર સાધના કરી ત્યારે કેવળજ્ઞાન પામ્યા. અત્યારના વૈજ્ઞાનિક યુગમાં • ઘણી દૂરની વસ્તુને જોવા માટે દૂરબીન રાખવા પડે છે ત્યારે આપણા ભગવંતને દૂરબીનની જરૂર ન હતી. તેમની પાસે કેવળજ્ઞાનરૂપી દૂરબીન હતું તેનાથી રાણે લોકના પદાર્થોને જોઈ શકતા, આ દુરબીન જેની પાસે હોય તે આત્માને જોઈ શકે છે.