________________
૩૨૪
શારદા દર્શન
વિગેરે ગુણાને અપનાવો, પણ બીજાના સુખ લૂંટવાનું કામ કરશેા નહિ. જે બીજાનુ સુખ લૂંટીને પોતાના સુખમાં મસ્ત રહે છે તે સાચા માનવ નથી. આવા માનવ કરતાં પશુ શ્રેષ્ઠ છે.
એક વખત જંગલમાં એક સિંહનુ ખચ્ચું આમથી તેમ છલાંગ મારતું હતું. તે સમયે એકાએક લેરીનેા નાદ સંભળાયા ને ખૂબ કાલાહલ થવા લાગ્યા. ત્યારે અચ્ચું તેની માતાને કહે છે મા! આટલા બધા અવાજ ને તડાકા-ભડાકા કેમ સંભળાય છે ? ત્યારે કહે છે એટા ! એક રાજા બીજા રાજાનું રાજ્ય જીતવા માટે માઢું સૈન્ય લઈને યુધ્ધ કરવા માટે જાય છે. એની પાસે ઘણું માટું રાજ્ય છે. સુખ સમૃધ્ધિના પાર નથી છતાં અસતાષી રાજા એના જાતિ ભાઈને મારીને તેનું રાજ્ય પડાવી લેવા માટે જઈ રહ્યો છે. બેટા ! માનવની અપેક્ષાએ આપણે ઘણાં ક્રૂર પ્રાણી છીએ છતાં માનવ કરતાં સારા છીએ. કારણ કે આપણે આપણાં જાતિ ભાઇને મારતા નથી. સર્પ, વી'છી વિગેરે ઝેરી જંતુઓ પણ તેના જાતિભાઇને કરડતાં નથી.
વિચાર કરો. હિંસક ક્રૂર પ્રાણીઓને પણ પેાતાની જાતિના કેટલા ગવ છે ! એણે પોતાના કરતાં માનવને હલકા ગણ્યા ને? સિંહ પોતાની જાતે શિકાર કરીને ખાય છે પણ કોઈના શિકાર પડાવી લેતા નથી. ભૂખ્યા મરી જાય તે કબૂલ પણ ઘાસ કદી ખાતા નથી. આજના માનવને કેાઈનું મતીયું ધન મળી જાય તેા રાજી રાષ્ટ્ર થઈ જાય. જિંદગીભર એઠા બેઠા ખાય તેટલુ' મળવા છતાં સંતાષ નથી. ધન મેળવવા માટે ગમે તેટલા પાપ કરવા પડે તે કરતાં તે અચકાતા નથી. આવા અસતેાષી માનવી ધન મેળવવા માટે હાય....હાય કર્યાં કરે છે. આજે જ્યાં જીએ ત્યાં હાય. હાય ને હાય છે. રેશનીંગમાં અનાજ ન મળે તેા હાય હાય, માણસાને B.P. પણ હાય. સમજાય છે? બધે શું છે? હાય, હાય ને હાય. (હુસાહસ) હું તમાને પૂછું છું કે જશે! ત્યારે સાથે શું લઈ જવાના છે. ?
તમે કમાણા લાખો રૂપિયા, ફ્લેટ લીધા રજવાડી, ટ્રીઝ ટીવી ને નીચર છે પરદેશી ગાડી–સાથે શું તમે લઈ જશે ? બેલે (૨) ભેગુ કરેલું બધુ તમે અહીંયા દઈ જાશે....સાથે શુ લઈ જશે ?
ધનવાના મેટા મોટા લેટા ખરીદી અંદર પરદેશનાં ક્નીચર વસાવે છે, તેમાં ટી.વી., ફ્રીઝ, રેડિયા, એરક’ડીશન વિગેરે સુખની સામગ્રીએ વસાવે છે. ક્રવા માટે પરદેશની ગાડી વસાવે છે, એના ફ્લેટ તા રાજમહેલ જેવા શણગારી દે છે, ને હરખાય છે પણ કહા તે ખરા કે એમાંથી સાથે શું લઈ જશે! ? કાંઈ નહિ. જો સાથે કંઈ લઈ જવાતુ નથી તે એના માટે આટલી બધી ધમાલ શી ? સમજો, પૈસાથી માની મહાન ખની શકતા નથી, પણ સદ્ગુણેની સ ́પત્તિ મેળવા તેા જીવનની