________________
શારા અને
૩૨૩ નથી, પણ જ્ઞાની ભગવતેએ મોક્ષમાર્ગની સાધના કરવા માટે માનવજીવનની મહત્તા ગાઈ છે.
- આજનો વિષય છે “માનવતાની મહેંક માનવતાની મહેંક જ્યારે પ્રસરે? માનવજીવન પામીને દયા, પરોપકાર, સત્ય, નીતિ, સદાચાર આદિ ધર્મનાં કાર્યો કરીએ ત્યારે. બાકી તે દીનપણે જીવવું, અને અશરણપણે મૃત્યુની ગહન ખીણમાં પટકાવું. આવી ઘોર યાતનાઓને જીવ અનાદિકાળથી ભેગવતે કાંઈ પણ ઉત્કર્ષ સાધ્યા વિના, ગતિ પ્રગતિ કે ક્રાંતિની કેડીને હાથ કર્યા વિના મરતે રહ્યો છે. મહાન પુણોદયે માનવદેહ મળે. આ દેહની સાચી સફલતા ધર્મની આરાધના કરીને જન્મ-મરણની પરંપરાને અટકાવી મેક્ષ પ્રાપ્ત કરવામાં રહેલી છે. સમજે, જિનેશ્વર પ્રભુના શાસન સિવાય સંસારમાં મોક્ષ પ્રાપ્તિને સફળ ઉપાય બીજે કયાંય નથી. જૈન શાસનમાં બતાવેલા અનુષ્ઠાનેની શ્રદ્ધાપૂર્વક આરાધના કરનારા ભવ્ય જીવ સુકૃત રૂપી પરભવનું પાથેય, ભાતું પ્રાપ્ત કરી જલ્દી મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. આટલા માટે મનુષ્ય સદા ધર્મની આરાધનાને લક્ષ્યમાં રાખી પિતાને મળેલી શક્તિ અને સામગ્રીને સફળ બનાવવા માટે મંગલકારી પર્વની આરાધના કરવા કટિબધ્ધ બનવું જોઈએ. જીવનની સાચી સંપત્તિ ધર્મની આરાધના છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી આરાધક ભાવને જાગૃત રાખવે તે સાધનાના શિખર ઉપર કળશ ચઢાવવા સમાન છે.
જ્ઞાની કહે છે કે ક્ષમા, નમ્રતા, હજુતા, નિભતા, વિવેક વિગેરે સદગુણે એટલા બધા મહાન છે કે જેની સુવાસ આગળ કસ્તુરીની સુવાસ ઝાંખી છે પણ આજે માનવીને બહારમાં પ્રતિષ્ઠા મેળવવી ગમે છે પણ જીવનમાં સદુષણની પ્રતિષ્ઠા કરવી નથી. જીવનમાં સિદ્ધિ નથી તે પ્રસિધ્ધિ કયાંથી મળવાની છે? દુર્ગધથી માનવી દૂર ભાગે છે પણ દુર્ગુણથી દૂર ભાગતું નથી. એક વ્યવહાર દ્રષ્ટિથી જોશો તે ઘરમાં સૌ દ્રવ્યને સંચય કરે પણ કચરાને સંચય કરે ખરા? “ના.”તેવી રીતે જે તમારે માનવજીવનની મહેંક પ્રસરાવવી હોય તે સદ્ગુણરૂપી પુષ્પને સંચય કરો તે માનવતાની મહેંક પ્રસરશે.
કુલ તમને કેવું ગમે? સુગંધવાળું. માની લો કે તમે એક કુલ લીધું. દેખાવ બહુ સારો છે પણ સુગંધ નથી તે શું કરશે? (શ્રોતામાંથી અવાજ :- ફેંકી દઈએ.) કારણ કે તે પ્લાસ્ટિકનું કુલ હતું. આવા કુલ દેખાવમાં આકર્ષક હોય છે પણ તેમાં સુગંધ નથી તેમ દુનિયામાં માને તે ઘણું છે પણ જે તેનામાં માનવતા આદિ સદ્ગુણે રૂપી સુગંધ ના હોય તે તેની કાંઈ કિંમત નથી. આપણે બાવા. સુગંધની વાત કરવી નથી પણ સદ્દગુણની સુગંધ ફેલાવવી છે. જૈનદર્શન સદુથણને અપનાવે છે. એ બાહા ભપકાને માનતું નથી પણ ગુણની પૂજા કરે છે. તમને માનવજીવન મળ્યું છે તે પરદુઃખભંજન, પરોપકાર, નિરાભિમાનતા, સગુણ, સેવા