________________
૩૨૮
શાશા વર્ણન તેને શોધી રહ્યો છું. ભાઈ! તમારું નામ શું? “મનુ” તમે કયાંના રહીશ છે? તે કહે વાલિયરને છું, ફરીને પૂછ્યું. થેલામાં શું ભર્યું હતું? તે કહે ભાઈ! ઉપરથી એમ લાગે કે જુના કપડા ભરેલાં છે પણ સાચું કહું તે એમાં મારી 'જિંદગીભરની કમાણી ભરી છે. વધુ શું કહું! હું તે બેહાલ બની ગયેલ છું. બંગલા, બાગ-બગીચા બધું વાલિયરમાં રહી ગયું અને જે દાગીના અને રોકડ રકમ થેલામાં ભરી હતી તે ખવાઈ ગઈ. આજે મારા કુલ જેવા બાળકે, પત્ની બધા ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા છીએ. મારા નસીબ ફટયાં કાલે અમારે ઘેર ઘણાં જમતાં હતાં ને આજે બટકું રોટી માટે ઘેર ઘેર ભટકું છું. આટલું બોલતાં તે રડી પડ. ત્યારે રમેશે હિંમત આપીને કહ્યું. ભાઈ! તમારે થેલે કે હતો? તે કહે આમ તે જુએ છે. લીલા રંગની શાહીથી તેના ઉપર “મનુ વાલિયર” એમ લખ્યું છે. એટલે રમેશે તેની પાસે કાગળ ઉપર નામ લખાવ્યું તે અક્ષર મળતાં આવ્યા તેથી બાપ દીકરાને ખાત્રી થઈ કે આ થેલાને સાચે માલિક છે. છતાં વધુ ખાત્રી કરવા માટે પૂછ્યું ભાઈ ! થેલામાં શું શું હતું? મનુ કહે ભાઈ! કહેવાથી શું ફાયદો? ભાઈ હિંમત રાખ. સૌ સારા વાના થશે. એટલે મનુને હિંમત આવી તેણે કહા થેલામાં પાંત્રીસ હજાર રૂનું ઝવેરાત, પચીસ હજારની ચલણી નેટ, એક હજાર રોકડા રૂપિયા પાંચ સોનાની લગડીઓ ને પંદર શેર ચાંદી આટલી મિલ્કત છે. - રમેશ કહે તમારી પાસે પેટી ન હતી? મનુ કહે–ભાઈ! મને થયું કે પેટીમાં બધી મિલ્કત ભરીશ તે કઈ લૂંટી લેશે. એમ સમજીને બધું થેલામાં ભર્યું ને ઉપર જુના કપડા ભરી દીધા તેથી લેનાર એમ સમજે કે આમાં જુના કપડાં ભરેલા છે. ઠીક. ભાઈ! તમે સમજીને કામ કર્યું છે. રમેશ કહે–ભાઈ! તમે ચિંતા નહિ નહિ કરે. ભગવાનની કૃપાથી તમારો થેલે મળી જશે પણ એક શરત. આટલું સાંભળતાં મનનું હૈયું હર્ષથી નાચી ઉઠયું ને બોલ્યા-ભાઈ! મારો થેલો મળી જશે તે હે તેમાંથી અડધો ભાગ આપને આપીશ. તમારી શું શરત છે તે જલ્દી કહે. રમેશે કહ્યું-એમાંથી રાતી પાઈ પણ અમારે જોઈતી નથી. માત્ર શરત એટલી કે તમે જે કહ્યું તે પ્રમાણે થેલામાંથી નીકળવું જોઈએ ને તમે અમારા ઉપર આરોપ મૂકો. તેવું ન થવું જોઈએ. મનુએ કહ્યું-ભાઈ! જે મને નવી જિંદગી આપે તેના પગ
ધોઈને પીઉં. ભાઈ! તમે આ શું બોલે છે ? રમેશે મનુને અંદર લઈ જઈને " તેનો લેપ બતાવ્યું. થેલે જતા મનુના આનંદનો પાર ન રહ્યો. તે પિતાના વહાલસોયા દીકરાને બાથમાં લઈ લે તેમ થેલાને વળગી પડયે.
બંધુઓ ! માનવીને પૈસા કેટલા વહાલા છે. પૈસાની પાછળ દોઢ મહિનાથી મનુ પાગલ બનીને ઘૂમતે હતા તે મળતાં કેટલે આનંદ થયે? એ તે અનુભવનારો