________________
શારદા દર્શન
જાણી શકે, જ્ઞાની કહે છે માયા છે ત્યાં દુઃખ છે. શું છે પૈસામાં, પાછળ દેહે મા, પૈસા જેવું દુખ દેનાર કેઈ નથી દુનિયામાં.. પૈસે લલચાવે કે પાછળ દેડાવે, ધરમને વિસરાવે, શરીરને કરમાવે પાણું થાયે લોહતણું જે પૈસે મેળવતા એ પૈસાના પાછળ કે પાગલ થાશોમાશું સમજે. પૈસે માણસને કેટલું કરાવે છે ? હવે આ પૈસાના મેહમાં ક્યાં સુધી બેસી રહેશે? મનુએ પૈસા ભરેલો થેલે મેળવવા કેટલી મહેનત કરી ? અંતે અહીં તેને થેલે મળી ગયો. તે રડતી આંખે કહે છે ભાઈ! મેં તે આશા છેડી દીધી હતી. આપે મને મારી મિલ્કત આપી દીધી. હું કયા શબ્દોમાં તમારો આભાર માનું? ખરેખર, આપ માનવ નહિ પણ દેવ છે. ત્યારે રમેશના પિતાએ કહ્યું ભાઈ! હું દેવ નથી પણ મારે દીકરો રમેશ દેવ જેવો છે. એને જ આ થેલે મને હતે. તે બુદ્ધિ પવિત્ર રાખી શકો તો તમને તમારે થેલે પાછો મળે. ત્યારે રમેશે કહ્યું –ભાઈ! મેં કાંઈ કર્યું નથી. જે ઉપકાર માન હોય તે પ્રભુને માને, મારે નહિ. મેં તે માનવ તરીકેની ફરજ અદા કરી છે. હવે આપ આપને થેલે સંભાળી લે એટલે મારા માથેથી ભાર હળ બની જાય. મનુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે બધું થેલામાંથી નીકળ્યું. જોત જોતામાં વાત ચારે બાજુ ફેલાતાં લોકો ભેગા થઈ ગયા અને મેશની નિસ્પૃહ ભાવના જોઈને ખુશી થયા ને તેના ઉપર પ્રશંસાને પુપે વેરવા લાગ્યા. રમેશના મુખ ઉપર માનવતાનું દિવ્ય તેજ ઝગારા મારી રહ્યું હતું. આ છે માનવતાની મહેક
બંધુઓ ! રમેશે ગરીબ હોવા છતાં હાથમાં આવેલી લક્ષ્મીને સ્વીકાર ન કર્યો ગરીબાઈમાં આવી નિર્લેપ ભાવના રહેવી તે સહેલ નથી. પિતાને થેલે ગયો તેને અફસોસ ન કર્યો પણ પારકાને થેલે કેટલે સાચવીને રાખે ને સાચે માલિક મળતા થેલે સેંપી દીધું છતાં મનમાં નામ અભિમાન નહિ તમને આ થેલે મળી જાય તે શું કરે? પરધન પથ્થર સમાન માને કે હાથમાં આવે તે ઘર સમાન ? (હસાહસ) તમે બહુ પાકા છે હસીને પતાવી દે છે. ટૂંકમાં તમારું જીવન રમેશ જેવું પવિત્ર બનાવી માનવતાની મહેક પ્રસરાવશે. રમેશે પરધન પથ્થર સમાન માન્યું તે. તેનું મન નિર્મળ રાખી શકે આ હતે આર્ય દેશને માનવી. એક વખતને આપણે આર્યદેશ કે પવિત્ર હતો! ને માણસો પણ કેવા પવિત્ર હતા ! કયા તે સમયના માનવીનું પવિત્ર જીવન અને કયાં આજનું જીવન! આજે પરધનમાં પથ્થર જેવી દષ્ટિ અને પરસ્ત્રી પ્રત્યે માતા જેવી દષ્ટિ આ બંને ત નષ્ટ થઈ ગયા છે અને ધર્મને ધતીંગ કહેનારાઓ વધી ગયા છે. જે સંતાનને બાળપણથી ઉત્તમ સંસ્કૃતિને મહાન આદર્શ સમજાવવામાં આવશે તે જીવનનું ઘડતર સારૂં થશે ભૌતિક સુખની લાલસા માટે સંસ્કૃતિને ખતમ કરવી તે માનવને શેભતું નથી ભૌતિક સુખને માટે બહેને
શા-ફર