________________
૨૨
શારદા દર્શન પુય હતું. બધે ગ હતું એટલે તે શત્રુની સાથે શૌર્યથી લડવા લાગે. અને ડીવારમાં તેણે શત્રુને હરાવી રાજકુમારને વિજય વજ ફરકાવ્ય.
લડાઈના મેદાનમાં નરસિંહને જયજયકાર' : સારા સૈન્યમાં
જ્યકાર બોલાય સૌને હર્ષને પાર ન રહ્યો અને નરસિંહની સહાયથી કુમારે વિજય મેળવ્યાના સમાચાર રાજાને આપ્યા. આ સમાચારથી રાજાને હર્ષ થવાને બદલે ખેદ થયે. હાય, હજુએ પાપી ન મર્યો! મરવાને બદલે જીવતે રહ્યો ને એની સહાયથી વિજય થશે એટલે કેને પ્રિય થઈ પડશે. એના મનમાં ખૂબ ગુસે આવ્યું કે બસ, હવે એ દુષ્ટ અહીં આવે એટલે ગમે તેમ કરીને જલદી એને ઘાટ ઘડી નાખું. કેટલી અજ્ઞાનતા ! પણ રાજાને ખબર નથી કે જેનું પુણ્ય જીવતું ને જાગતું છે, આયુષ્ય બળવાન છે તેને હું શું કરી શકવાને છું? હવે રાજા નરસિંહને મારી નાંખવાના દુષ્ટ વિચારો કરે છે. નરસિંહ અને રાજકુમાર આવશે ને રાજા શું કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૧ શ્રાવણ વદ અમાસને રવિવાર
તા. ૧૪-૮-૭૭ વિષય:- “માનવતાની મહેક” સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ ને બહેને! મહાન મંગલકારી પર્યુષણ પર્વને સુવર્ણ અવસર આપણા જીવનના આંગણે આવી ગયા છે. પર્યુષણ પર્વ એટલે શું? સુમુક્ષુ આત્માઓને મુક્તિ માર્ગની મંઝીલ સુધી પહોંચાડનાર પવિત્ર પર્વ. માનવજીવનની સાચી સફળતા આવા પવિત્ર પર્વને બહુમાન ભાવે સત્કારવામાં રહેલી છે. આ પર્વની મહત્તાને સમજીને ધર્મશીલ ભવ્ય છાએ આરાધના કરવામાં ઉજમાળ બનવું જોઈએ. જીવનને સાર ધર્મ છે પણ આજે ચારે તરફ દષ્ટિપાત કરતાં અસતેષ, અશાંતિ, ઉગ, મમતા અને તુણના તાંડવે ઘેર ઘમસાણ મચાવી રહ્યા છે ને પાપનો પ્રવાહ આવી રહ્યો છે જ્યારે પુયાઈ કાચના વાસણ જેવી દેખાવ માત્રની છે. પ્રતિષ્ઠા રાખના રમકડા જેવી, સંપત્તિ પાણીમાં ડૂબેલા પતાસા જેવી, સકલ પરિવાર સ્વપ્ના જે, કાયા પાણીના પરપોટા જેવી આવા ભંગાર જેવા સુખમાં રાચતે માનવી એ વાત તદન ભૂલી ગયા છે કે પૂર્વની મહાન પુણ્યાઈની કમાણીના ફળ રૂપે માનવદેહની પ્રાપ્તિ થઈ છે. તે રંગરાગ અને ગોપલેગ કે આનંદ પ્રમોદ માટે નથી. ખાવા પીવા કે પહેરવામાં દુર્લભ એવા માનવદેહની સફળતા