________________
શારદા દર્શન
૨૫
વય, અને ક્રાંતિ આદીથી સરખા એવા નલકુંવર જેવા સુંદર આઠ પુત્રોને જન્મ આપશે. એવા પુત્રોને જન્મ આપનારી માતા આ ભરતક્ષેત્રમાં ખીજી ઇ થશે નહિ. પરંતુ ખીજી માતાએ અતિમુક્ત મુનિએ કહેલા લક્ષણેાવાળા પુત્રને જન્મ આપ્યા છે. તે અતિમુક્ત અણુગારના વચન અસત્ય કેમ થયા? આ શકાને અદ્ભુત અરિષ્ટનેમિ પાસે જઈને દૂર કરીશ. એમ મનમાં વિચાર કરીને ઘેરથી નીકળી રથમાં બેસીને તું મારી પાસે આવી છે. ઇન્ને મૂળ તૈય૬ વિ ટ્ટ સમદું ?” કેમ દેવકીદેવી ! આ વાત બરાબર છે? ત્યારે દેવકીએ ભગવાનને કહ્યું “દંતા અપિ” હા ભગવાન. આપ સર્વાંગ છે. ઘટ ઘટ અને મન મનની વાત જાણા છે, આપના જ્ઞાનમાં શુ ખાકી છે ? આપે જે કહ્યું છે તે અધુ' સત્ય છે.
બંધુએ ! જુએ, દેવકી માતા કેટલા સરળ, પવિત્ર ને ગંભીર છે, ભગવાને કહ્યું કે છ અણુગા૨ે તારે ઘેર ત્રણ સુંઘાડે ગૌચરી પધાર્યા. ત્યારે તારા મનમાં એવી શકા થઈ કે મારી દ્વારકા નગરીનાં પુણ્ય છૂટયા ! મારા દીકરા કૃષ્ણ વાસુદેવના પુણ્ય છૂટયાં કે મારી નગરીમાં પધારેલા સંતાને એકના એક ઘરામાં વારવાર ગૌચરી આવવું પડે છે! અને તે શંકાનું સમાધાન કરવા આ પ્રમાણે સને કહ્યું ત્યારે સ ંતાએ કહ્યું કે હે માતા ! એમ નથી. તારી નગરીનાં પુણ્ય મૂલ્યાં નથી, તારી નગરીમાં દાતારાના તૂટો નથી પણ અમે ભદિલપુર નગરીમાં વસતા નાગ ગાથાપતિની પત્ની સુલશાના છ દીકરા છીએ, અને છ સગાભાઈએ રૂપ વય અને કાંતિમાં સરખા દેખાઈએ છીએ, અને છ સગા ભાઈઓએ નેમનાથ પ્રભુની એક વખત દેશના સાંભળીને દીક્ષા લીધી છે.
બધુએ! એ આત્માએ કેવા હળુકમી હશે કે એક જ વખત ઉપદેશ સાંભળ્યે ને વૈરાગ્ય આવી ગયા, અને અત્યારે સા ટકારા મારે, ગમે તેટલેા ઉપદેશ આપે છતાં બૂઝતાં નથી. અહાહા... કેવા ભારે કી જીવા આ કાળમાં છે! ઠાણાંગ સૂત્રના ચેાથા ઠાણે ભગવાને ચાર પ્રકારના વરસાદ કહ્યો છે જેમાં એક પ્રકારના વરસાદ એવા છે કે એક વખત વસે ને દશ હજાર વર્ષ સુધીનુ અનાજ નીપજે. ખીજા પ્રકારના વરસાદ એક વખત વરસે ને એક હજાર વર્ષો સુધીનું અનાજ નીપજે. ત્રીજા પ્રકારના વરસાદ એક વખત વરસે ને દશ વર્ષ સુધીનુ અનાજ નીપજે. અને ચોથા પ્રકારના વરસાદ એવા છેકે જેઘણી વખત વરસે અને એક વાર ધાન્ય નીપજે તે પાંચમા આરાના મેઘ.
આ ચાર પ્રકારના વરસાદની માફક ચાર પ્રકારના જીવ બતાવ્યા છે. કઈક જીવા એવા હળુકી હાય છે કે એક જ વખત દેશના સાંભળે ને વૈરાગ્ય પામી જાય. મેઘકુમાર, ગજસુકુમાર વિગેરે. બીજા પ્રકારના વરસાદ જેવા જીવો એક વખત પ્રભુની વાણી સાંભળીને ખાર વ્રતધારી શ્રાવક ખની જાય છે, જેમ કે પરદેશી રાજા