________________
શારદા દર્શન
૩૦૫ આ વિચાર કરીને ભિખારી આપઘાત કરવા માટે દૂર દૂર ચાલ્યા. ત્યાં માર્ગમાં એક વૃક્ષ નીચે મુનિને બેઠેલાં જોયાં. આ દુખી ભિખારી મુનિ પાસે જઈને રડવા લાગે. મુનિ એટલે દયાની મૂર્તિ, દુઃખીને વિસામો. ભિખારીને જોઈને મુનિને દયા આવી ગઈ. એટલે પૂછયું કે ભાઈ! તું શા માટે રડે છે? ત્યારે તેણે કહ્યુંમહારાજ! ત્રણ દિવસથી અન્નને એક કણ મને ખાવા નથી મળ્યો. આમ તે પિટ પૂરતું ખાવાનું મળતું નથી તેમાં ત્રણ દિવસથી તે કાંઈ નથી મળ્યું. તમારા જેવા સાધુઓ નથી માંગતા છતાં તેને પરાણે લેકે આપે છે કે હું માંગી માંગીને મરી જાઉં છું છતાં મને કેઈ બટકું રોટલો આપતાં નથી. આ દુખથી ત્રાસી ગયો છું. હવે મારે મરી જાઉં છે. - સંતે ભિખારીને આપેલ ઉપદેશ - ત્યારે દયાના સાગર એવા મુનિએ કહ્યું કે ભાઈ! મરી જવાથી કંઈ દુઃખ થેડું ટળે? એક કીડીને ખાવાનું મળી રહે છે, તો તને નહિ મળે? ત્યારે કહે છે બાપજી ! તમે નહિ માને પણ હું સાચું કહું છું કે હું કીડી કરતાં પણ કમભાગી છું. મને નથી મળતું. ત્યારે સંતે કહ્યુંભાઈ! એમાં કેઈને દેષ નથી. તને નથી મળતું તેનું કારણ તું પિતે છે. ભિખારીએ કહ્યું-શું મને નહિ મળવામાં હું પોતે કારણું છું? મુનિએ કહ્યું-હા. જે સાંભળ. તે પૂર્વભવમાં ધર્મ કર્યો નથી ને ખૂબ પાપ કર્યા હશે ! હવે જો તું દુઃખથી કંટાળીને આપઘાત કરીશ તે આથી વધુ દુઃખી થઈશ. તેના કરતાં અત્યારે ધર્મ કરવાની તક ઓળખી લે. ભિખારી કહે છે મહારાજ! મારી પાસે આ ભીખ માંગવાના ચપણીયા સિવાય બીજું કાંઈ નથી. હું કેવી રીતે ધર્મ કરું? મુનિએ કહ્યું-ભાઈ! ધર્મ કરવામાં કંઈ પૈસાની જરૂર નથી પડતી. તું રોજ સાધુના દર્શન તે કરી શકે કે નહિ? એમાં કંઈ રાતી પાઈ દેવાની નથી ને ? ભિખારીએ કહ્યું-હા. એ તે હું ખુશીથી કરી શકું પણ એટલામાં શું વળે? મહારાજે કહ્યું–અરે ભાઈ! સંત દર્શનનાં મૂલ્ય કંઈ જેવા તેવા નથી. એ તે મહાલાભનું કારણ છે. પવિત્ર સંતના દર્શનથી દુખ ટળે છે. ઘણાં જન્મનાં પાપ ટળી જાય છે ને મહાન પુણ્યને લાભ થાય છે. ભિખારીએ કહ્યું–મહારાજ! એવું તો હું જરૂર કરી શકું. એનામાં દીક્ષા લે તેવી યોગ્યતા ન હતી એટલે સંતે તેને નિયમ આપે કે સંતના દર્શન કર્યા વિના તારે જમવું નહિ. ભિખારીએ નિયમ લીધે.
મુનિએ તેને ધર્મ સમજાવ્યું તેથી તેના મનમાં ખૂબ આનંદ થશે. અહે! કર્મના ઉદયથી દુઃખી તે છું છતાં પુણ્યવાન છું કે મને પવિત્ર સંત મળ્યા ને મરતાં અટકાવ્યા. એનામાં ખૂબ હિંમત આવી અને પાછા એ તે નગરમાં આવ્યા. નિયમ લીધા પછી દરરેજ ગામમાં જ્યાં સાધુ કે સાઠવી બિરાજમાન હોય ત્યાં ૩૯