________________
' શાદા દર્શન
૩૧૩ છે તેની કદર કરે ને તેને સદુપયોગ કરશે તે તમારે આત્મા ન્યાલ બની જશે. આત્મસાધના કરવાની આ તક (ક્ષણ) એ કંઈ સામાન્ય નથી. સામાન્ય પ્રસંગ અને તક એ બંનેમાં ફેર છે. સમયને સામાન્ય રીતે હાથ ધરાય છે ને ક્યારેક તેને જાતે પણ કરાય છે. જયારે તકને માણસ ખાસ વધાવી લે છે, અને તેમાં વિશેષ રસથી પ્રવર્તે છે. એટલે ટૂંકમાં જે માણસ ક્ષણને ઓળખે સમજે તે રસપૂર્વક તેને ઝડપી લઈને તેને લાભ ઉઠાવી શકે. જુઓ, હું તમને એ વાત સમજાવું.
સ્કૂલને વિદ્યાથી પરીક્ષામાં પાસ થવાની ક્ષણને કેટલા રસથી વધાવી લે છે! તેની પરીક્ષા આવે ત્યારે એક ક્ષણ પણે વાતચીત કે રમતમાં ગુમાવત નથી. પરીક્ષામાં સારા નંબરે પાસ થવાની તકનો લાભ ઉઠાવી કેટલી બધી મહેનત કરે છે. ઉત્તરાયણનો દિવસ આવે ત્યારે બાળકો અને યુવાને બધા પતંગ ઉડાવવાની તકનો કે લાભ ઉઠાવે છે. તેમને ખાવાની પણ ફુરસદ નથી મળતી. તમારે દીકરો યુવાન થયો ને સારા શ્રીમંત ઘરની કન્યાનું કહેણ આવે છે તે અવસરને ચૂકે ખરા? હા કે ના કહેવી એ તે એક ક્ષણને જ સવાલ છે ને ! તે ક્ષણને તમે ઝડપી લે છે ને? હા, કદાચ એમ બને કે કદાચ કોઈ ગરીબની કન્યા સારી ને ગુણવાન હોય પણ જે રૂપાળી ન હોય તે તેને તક નહિ સમજે. પણ શ્રીમંતની કન્યા રૂપાળી છે પછી ભલે ગુણ વિનાની હોય તે પણ સાચી તક માનીને વધાવી લે છે. શું કહું? પુદ્ગલના પ્રેમી મનુષ્યને રૂપ, રંગ અને ધન માલમાં સારાપણું દેખાય છે પણ આત્માના ગુણ ગંભીરતા, ઉદારતા, સત્ય, નીતિ અને સદાચારમાં સારાપણું દેખાતું નથી. આ તે મેં કન્યાની વાત કરી પણ મિત્ર સગાં અને નેહીજનો પણ રંગે રૂપાળા ને પૈસે ટકે પહોંચતા હોય છે તે ગમે છે, અને તેમને ઝડપી લેવામાં ચાન્સ કે તક સમજે છે. પછી એમની સાથે વાતચીત, એમનાં સ્વાગત-સન્માન, એમના કાર્યમાં ભેગ આપે અને એમની સાથે મીઠે વ્યવહાર કર આ બધું તમને બરાબર આવડે છે. આ બધું કરવામાં કોઈ વિશેષતા કે હોશિયારી નથી, અને એનું પરિણામ જોતાં એ સાચી તક નથી આ વિચાર આવે છે ખરે? અને મનમાં થાય છે ખરું કે મેં લાખેણી ક્ષણને સદુપયેગ કર્યો નથી.
સાચી તક કેને કહેવાય? સાચી તક કે ક્ષણને સદુપગ તે તેને કહી શકાય કે જે સ્વપરના આત્માને કલ્યાણકારી હેય. આ તક મળી છે તેવી તક ફરીને મળવી દુર્લભ છે એવું સમજીને જે તકને સાધના કરવામાં વધાવી લેશે તે બધી કલ્યાણ કરનારી છે. કદી વિચાર આવે છે ખરે કે આત્મ કલ્યાણ કરવાની અમૂલ્ય તકને કમાવામાં, દુન્યવી સંપત્તિ મેળવવામાં ખાવામાં ને માજશેખમાં ગુમાવી દઈશ તે પરલેકમાં મારું શું થશે? સમજી લે. એક દિવસ બધું છોડીને જવાનું છે તે તે.