________________
૩૧૪
ચાંદા દર્શન
ચાસ છે પણ ક્યાં જવાનુ છે તેના પત્તો નથી ને યારે જવાનુ છે તેની ખબર નથી. અયવતા કુમાર રમત રમવાની પડતી મૂકીને ગૌતમસ્વામીને પોતાને ઘેર લઈ ગયા. તેમને ગૌચરી વહેારાવીને તેમની સાથે ભગવાન પાસે ગયા. ત્યાં જઈને પ્રભુની પાસેથી જીવનની અમૂલ્ય ક્ષણને આળખીને આવ્યાં, અને ઘેર આવીને લાખેણી ક્ષણને સફળ મનાવવા માટેની માંગણી કરી. તમને પણ સમજવાની તક મળી છે માટે સમજો. જન્મ-મરણનાં દુઃખ દૂર કરવાની ક્ષણુ લાખેણી જાય છે.
દુનિયામાં કચન, કામિની, ધન-વૈભવ એ બધું કરીને પુણ્ય હશે તે પાછું મેળવી શકાશે પણ જીવનમાંથી ગયેલી ક્ષણુ પાછી મેળવી શકાતી નથી. ધર્મારાધના કરવામાં જે ક્ષણેા વપરાય છે તેને અપૂર્વ ક્ષણ કહેવામાં આવે છે. તે ક્ષણના જ્ઞાની પુરૂષોએ ચાર વિભાગ પાડયા છે. દ્રવ્યક્ષણ, ક્ષેત્રક્ષણુ,કાળક્ષણુ, અને ભાવક્ષણુ. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા આત્માને તેના મહાન પુÀાદયે મનુષ્યભવ તથા પાંચ ઈન્દ્રિઓની પૂર્ણતા મળે. તેમાં પણ આ`દેશ અને ઉત્તમ કુળમાં જન્મ, રૂપ, બળ, દીર્ઘાયુષ્ય અને આરોગ્ય વિગેરની પ્રાપ્તિને દ્રવ્યક્ષણ કહેવામાં આવે છે. જે ક્ષેત્રમાં ચારિત્ર ઉદયમાં આવે તેવા આય દેશમાં મનુષ્યભવની પ્રાપ્તિ થાય તે ક્ષેત્ર ક્ષણ કહેવાય. જીવદયા વિગેરે ધર્મોના સંસ્કાર જે ક્ષેત્રમાં ઘણી સહેલાઈથી પાસી શકાય તેને પણ ક્ષેત્રક્ષણુ કહી શકાય. ધમ કરવાના અવસર તે કાળક્ષણુ કહેવાય અને જે કર્મોના ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષય જે ક્ષણમાં થાય તે ભાવક્ષણ કહેવાય.
અધુ ! તમે બધા અહી બેઠા છે. તેા મહાન ભાગ્યશાળી છે. કારણ કે દ્રવ્ય ક્ષણની તમને સંપૂર્ણ સાનુકૂળતા મળી છે. તમને એવા સાધના અને સામગ્રીઓ મળી છે કે તમે ધારો તા પુરૂષાર્થીના મળે સર્વવિરતિ ચારિત્રની ભૂમિકા સુધી પહાંચી શકા છે. ચારિત્રના ભાવ આવવા દુર્લભ છે. ચારિત્રના અધિકારી માનવ છે. તેવા અને નારકીએ સમ્યક્ત્વ પામી શકે છે. તિય`ચ દેશવિરતિ ખની શકે છે પણ સવવિરતિ ચારિત્ર તે માત્ર મનુષ્યા અંગીકાર કરી શકે છે. તે કારણથી જ માનવભવની મહત્તા છે. ધન વૈભવ વિગેરેથી જ્ઞાનીએ માનવભવને દુર્લોભ નથી કહ્યો. જો મનુષ્ય ધન વૈભવના સુખમાં મસ્ત બનીને સંસારમાં રહેશે તે મળેલી માંઘેરી મહા કિંમતી દ્રવ્ય ક્ષણુ ગુમાવી રહ્યો છે, મહાન આત્માએ સમય આવે લાખેણી ક્ષણને આળખી આત્મસાધના કરે છે.
મગધ દેશના સમ્રાટ શ્રેણીક રાજા જ્યારે મુનિના નાથ થવા તૈયાર થયા ત્યારે સુનિ કહે છે હે રાજન્! આપને અનાથ સનાથની ખુખર નથી. હું કેવી રીતે અનાથ હતા તે સાંભળ. હુ કૌશખી નગરીના ધનાઢય શેઠનેા પુત્ર છું. મારે ઘેર વૈભવવિલાસની કમીના ન હતી. હું મારા માતા પિતાને વહાલસેાચેા દીકરા હતા. મારી